________________
ઝળહળતાં નક્ષત્રો
પ૧૫
દેરાસરોમાં દિવાલ પર અને સિલીંગ પર નિરખવા મળે છે. બાહુબલીની પ્રતિમા પર વૃક્ષની વેલી હોય છે અને જ્યાં તેઓ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા તે સ્થળે નીચેના ભાગમાં સાપના રાફડા તથા કાચીંડાઓ વગેરે પ્રાણીઓ પણ અવલોકાય છે. (ચિત્ર નં-૬)
જૈન કળાની લાક્ષણિકતા : કળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં જૈન ધર્મનો ફાળો પ્રારંભથી જ અણમોલ રહ્યો. જૈન હસ્તપ્રતો, મીનીએચર પેઈન્ટીંગ, કલામય મંદિરો તથા વિશાળ પ્રતિમાઓ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. જેનકળા ધાર્મિક વિચારસરણી પર આધારિત છે. ઘણી વાર મંદિરોની બહારની દિવાલો પર ગંધર્વ યુગલના સાંસારિક ઉપભોગ ભોગવતા દશ્યો દર્શાવેલા હોય છે. તેનો અર્થ એ કે સંસારના ક્ષણિક સુખોને તિલાંજલી આપી આત્માને પરમ ચૈતન્ય તરફ વાળવો.
જૈન ધર્મમાં ત્રણ સ્થળે સ્તૂપ હતા એમ વર્ણન મળે છે. એક અષ્ટાપદ પર ભારતે નિર્માણ કરાવ્યું હતું. બીજું વૈશાલી નગરમાં મુનિસુવ્રત સ્વામીનો જગરમણ સૂપ હતો.
(ચિત્ર નં.-૪)
લોહાનીપુર ગામના જૈન મંદિરના પાયામાંથી મળી આવી છે. એ ધાતુની છે તથા અશોકે કોતરાવેલા સ્તંભ ઉપરના ચળકાટ જેવું પોલિશ ધરાવે છે. આ પ્રતિમા મસ્તકવિહિન છે છતાં એની દિગંબર અવસ્થા એ જૈન ધર્મની હોવાની સાબિતી પૂરી પાડે
અન્ય એક પ્રતિમા મોહં-જો-ડેરોના ઉત્પનનમાંથી મળી છે જે જૈન યક્ષની છે. ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથ ભગવાનની છે તથા આગળ-પાછળ બંને તરફ કંડારેલી છે. વર્તમાનમાં એ મુંબઈના પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. (ચિત્ર નં.-૪). તીર્થકરોની પ્રતિમા પર એમણે જીવનકાળ દરમ્યાન કરેલા દુષ્કર કાર્યને પણ આવરી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રભુ પાર્શ્વનાથને કમઠ દ્વારા ઉપસર્ગ થયો ત્યારે ધરણેન્દ્રદેવે એમની ફણાથી છત્ર ધર્યું હતું માટે પાર્શ્વનાથની પ્રતિમાજી પર ધરણેન્દ્રદેવનું છત્ર દર્શાવવામાં આવે છે. ગોમટેશ્વર બાહુબલીએ જીવનમાં કરેલ અતિ કઠીન તપ સમયે એમના હાથ-પગ ઉપર વૃક્ષની વેલી વીંટળાઈ ગઈ હતી માટે એમની પ્રતિમાં એ જ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. ઋષભદેવની મૂર્તિ પર વાળની લટો ખભા પર દર્શાવાય છે કારણ કે એમણે ઇન્દ્રની વિનંતીથી પંચમુષ્ટિ લોચને બદલે ચારમુષ્ટિ લોન્ચ કર્યો હતો. પશુઓનો પોકાર સાંભળીને નેમિનાથ ભગવાન લગ્નમંડપથી પાછા ફર્યા હતા તે પ્રસંગને અનુરૂપ શિલ્પો તથા ભિતીચિત્રો
(ચિત્ર નં.-૬)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org