SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૮૯ મધ્યકાલીન ગુજmતી જેલ સાહિલ્યના વિવિધ પધપ્રકારે પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી (જંબુસર) ગુજરાતી ભાષાની રચનામાં પ્રારંભમાં પદ્યનું મહત્ત્વ ખૂબ રહ્યું છે. પદ્યપ્રકારોના ખેડાણમાં જૈન સાધુ-મહાત્માઓ અને શ્રાવકોનું પ્રદાન અનન્ય રહ્યું છે. એમાં પણ આ વીતરાગ સાધુઓએ વંદનીય ફાળો આપ્યો છે. લહિયાઓ, રાજવીઓ, શ્રેષ્ઠીઓને પણ વિસરી શકાય નહીં. ૧૨મીથી ૧૯મી સદીના મધ્યકાલીન ગુજરાતના ગુજરાતી સાહિત્યના, જૈન સાહિત્યના, ચારણી સાહિત્યના અને લોકસાહિત્યના પદ્ય પ્રકારો પરસ્પર સંબંધ ધરાવે છે તો સાથે સાથે પોતાની વિશિષ્ટતા પણ જાણે સાચવીને બેઠા છે. આ ફૂલગુંથણી મ.કા. સાહિત્યના અભ્યાસ માટે સારું ભાથું પૂરું પાડે છે. આ લેખની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા, તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા. કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ, પછી સી.એન. કોમર્સ કોલેજવિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કૉલેજ, જંબુસરમાં અધ્યાપક તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. સને ૨૦૦૯થી સ્પે. નિવૃત્તિ લીધી. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાનાં સામયિકોમાં લેખ પ્રકાશિત થયા, જેના ફળસ્વરૂપે ડો. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના ‘આર્યલેખક કોશમાં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પર સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયોપ્રવચનો આપ્યાં છે. આ વિસ્તારમાં “ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપેલી છે. સ્તંભેશ્વરતીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. “આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજય અભિલેખાગાર (આર્ટાઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. ત્રિવેદીના નાનાં-મોટાં પચીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં નાયબ માહિતી નિયામકશ્રીની કચેરીભરૂચ દ્વારા “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે, ભરૂચ જિલ્લા હેરિટેજ કમિટી’માં સ્થાન પામનાર પ્રા. ત્રિવેદીએ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. “જન્મભૂમિ જંબુસર : એક ઝલક'નું આલેખન કર્યું છે. “ભરૂચ જિલ્લાના ગૌરવવંતા સાહિત્યકારોની સંપાદન-સંકલન સમિતિના સક્રિય સભ્ય એવા પ્રા. બી. આર. ત્રિવેદીએ ત્રીસેક પુસ્તકોમાં પ્રકરણો લખ્યાં છે. ગુજરાતી ભાષાના અને જૈન સાહિત્યપ્રેમીઓને તો આ લેખ “જનરલ નોલેજના એક ભાગરૂપે ખાસ ઉપયોગી થશે એવું અમારું નમ્ર માનવું છે. ધન્યવાદ. -સંપાદક સરનામું : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી ૨૫-જયમહાદેવનગર, જંબુસર-જિ. ભરૂચ ૩૯૨ ૧૫૦. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy