________________
૪૯૦
(૧) જૈન સાહિત્યના સ્વરૂપલક્ષી કાવ્યપ્રકારો :—
રાસ—
[આ અંગે આ ગ્રંથમાં અન્યત્ર જોવા વિનંતી છે.] મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય (ઈ.બારમીથી ઓગણીસમી સદી)માં પ્રારંભમાં–ઈ.સ. ૧૨૫૧ થી ૧૪૫૧ સુધીનો ગાળો રાસયુગ/જૈનયુગ હેમયુગ તરીકે ઓળખાય છે.
રસેશ્વર ભગવાન શ્રીકૃષ્ણથી ‘રાસ’ ચાલ્યો આવે છે. સંસ્કૃતમાં રાસનો અર્થ ‘રસ' (=ગાજવું, વખાણવું કે મોટેથી બૂમ પાડવી) પરથી મનાય છે. હેમચંદ્રાચાર્યના સમયમાં રાસ રાસક એક ગેયરૂપક તરીકે પ્રચલિત હતો. ધાર્મિક ઉત્સવો વેળાએ જૈન દેરાસરોમાં રાસ રમાતા અને ગવાતા. ભક્નિશીલ જૈન સાધુઓ પોતાની કલમ, કલ્પનાથી રાસરચનાને પ્રોત્સાહન
આપતા.
રાસમાં મંગલાચરણ, કૃતિના રચયિતાનું નામ, ગુરુનું નામ, રચ્યાનો સંવત,દેશીઓ અને રાગોના પ્રયોગો, વસ્તુવિભાજન માટે ઠવણ—ભાસ-કડવા-ઢાળનો નિર્દેશ, શૃંગાર-કરુણ-શાંત રસની ભૂમિકા, તત્કાલીન સમાજદર્શન, ફળશ્રુતિ વ. દર્શાવાય છે જેથી સાહિત્યવિકાસ અને ઇતિહાસ સમજવામાં તે ઉપયોગી બને છે.
કવિશાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલી રાસ'
જિન શાસનનાં
વિનયપ્રભસૂરિનો ઇ.સ. ૧૩૫૬નો ‘ગૌતમરાસ', ધર્મસૂરિનો ઈ.સ. ૧૨૧૦નો ‘જંબુસ્વામીચરિય' રાસ વ.ને અહીં યાદ કરી
શકાય.
Jain Education Intemational
પ્રબંધ :
મધ્યકાળ તો યુદ્ધ-શૌર્ય-વીરતા–પરાક્રમને વરેલો હતો. પ્રબંધનો ઉદ્ભવ પણ જાણે સમકાલીન પરિબળ થકી થયો હતો. વીરરસના સંદર્ભમાં પ્રબંધ-પવાડા-સલોકા જેવી રચનાઓ મળે છે.
રાસ બે પ્રકારના છે : (૧) તાલા રાસમાં તાળીઓ પાડવાની રહેતી (૨) લકુટા રાસ લાકડી-દાંડિયાથી રમાતા. આમ રાસમાં ગેયતા અને અભિનય જળવાતાં. પ્રારંભે રાસ ગીતકાવ્યરૂપે હોવાથી ટૂંકા હતા પછી લાંબા ગેયકાવ્યવાળી પદ્ધતિ ભળી, તેમાં ઉપદેશ આપવાનું પ્રયોજન હતું તેથી કથાતત્ત્વને વર્ણનોનો આશરો લેવો પડતો; જૈન તીર્થંકરો રાજવીઓ–શ્રેષ્ઠીઓ અંગે રાસરચના થવા લાગી, સંઘતીર્થયાત્રાના પ્રસંગો પણ રાસનું વિષયવસ્તુ બન્યા. રાસ જૈન અને જૈનેતર કવિઓ રચતા પરંતુ જૈન કવિઓએ રાસરચનાને ધર્મ અને ઉપદેશપ્રધાન બનાવવા કથાને વધુ મહત્ત્વ આપી ચરિત્રાત્મક કૃતિ બનાવવાનો આગ્રહ રાખ્યો. તેનું જમાપાસું એ
છે કે રાસનું સાહિત્ય મોટી સંખ્યામાં વૈવિધ્યસભર પ્રાપ્ત થયું. પણ તેમ કરવા જતાં તેમના કવિતત્ત્વના બીજાં પાસાંઓનો પૂરો ઉપયોગ કરવામાં અમુક ક્ષતિ પહોંચી.
‘પ્રબંધ’ શબ્દ વીરતા–પરાક્રમનું સૂચન કરે છે, તેમાં વીરપુરુષના ચરિત્રનું નિરૂપણ પ્રશસ્તિ કેન્દ્રસ્થાને હોય છે એટલે વીરનાયકના પરાક્રમનું પ્રતિબિંબ પ્રબંધમાં હોય જ. ‘સાર્થ જોડણીકોશ' પ્રમાણે—“પ્રબંધ પું. [સં. ઇતિહાસ અને દંતકથાથી મિશ્રિત લેખ (ઉદા. ભોજપ્રબંધ) (૨) ચિત્રકાવ્ય (ઉદા. છત્રપ્રબંધ, સમુદ્રપ્રબંધ (૩) ગોઠવણ; બંદોબસ્ત.’’ ‘બંધ’ એટલે બંધનમાં લેવું એ રીતે જોઈએ તો પ્રબંધ એટલે પ્રકષ્ટ રીતે બાંધવું, ગ્રંથન કરવું. મણિલાલ બકોરભાઈ વ્યાસની દૃષ્ટિએ પ્રબંધ એટલે પદ્ય-ગદ્યમાં કરેલી સાથે રચના.
કુમારપાળ પ્રબંધ-કવિ જિનમંડન પ્રબંધ ચિંતામણિ–મેરૂતુંગાચાર્ય
વિમલપ્રબંધ (સં. ૧૫૬૮)-કવિ લાવણ્યસમયસૂરિની કૃતિ ૯ ખંડમાં છે.
સમરારાસુ (સં. ૧૩૭૧)–અંબદેવસૂરિ હમ્મીરપ્રબંધ-કવિ અમૃતકલશ.
‘ત્રિભુવનદીપક પ્રબંધ’માં ‘પ્રબંધ' સંજ્ઞા હોવાં છતાં તે રૂપકકાવ્ય છે. પ્રાચીન-મધ્યકાલીન સમયમાં (ખાસ કરીને
ચારણ–બારોટ) કવિઓને રાજ્યાશ્રય મળતો હતો તેથી
સ્વાભાવિક રીતે તેઓ રાજાના પરાક્રમ અને વીરતાની પોતાની ચમકદાર શૈલીમાં પ્રશસ્તિ કરતા. કાર્બાઈલના મતે વીર અને વીરપૂજા સાથે પ્રબંધનો સંબંધ યોગ્ય લાગે છે. સંવત ૧૦૦૦થી ૧૫૦૦ના ગાળામાં ઐતિ. પ્રબંધરચનાઓ મોટા પ્રમાણમાં મળે છે તો હિંદી ભાષા-સાહિત્યમાં પણ પ્રારંભમાં ‘વીરગાથાકાળ’ની મહત્તા સચવાયેલી છે જે અંગે પૃથુરાજરાસો, હમીરરાસ, વીસલદેવરાસો યાદ કરી શકાય.
પવાડો ઃ
‘પવાડો’ એટલે વીરનું પ્રશસ્તિ કાવ્ય. ‘સાર્થ જોડણીકોશ'
For Private & Personal Use Only
www.jainelibrary.org