________________
ઝળહળતાં નક્ષત્રો
ધર્મગ્રંથોમાં જે ભૂગોળ અને ખગોળની વાતો લખી છે તેને વૈજ્ઞાનિક ઢબે નવી પેઢીને સમજાવવામાં નહીં આવે તો તેઓને ધર્મમાં શ્રદ્ધા પેદા નહીં થાય. મુનિશ્રીએ આ દિશામાં કાર્ય કરવાનો સંકલ્પ કર્યો.
મુનિશ્રી અભયસાગરજી જૈન આગમોના પ્રખર વિદ્વાન હોવા ઉપરાંત અત્યંત તેજસ્વી બુદ્ધિના પણ સ્વામી હતા. જૈન આગમોમાં ભરતક્ષેત્ર, જંબૂઢીપ, ૧૪ રાજલોક, સૂર્ય, ચંદ્ર આદિની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો આવે છે, તેનો સાંગોપાંગ અભ્યાસ તેમણે કર્યો જ હતો. હવે આધુનિક ભૂગોળ-ખગોળના ગ્રંથો મંગાવી તેમણે તેનો અભ્યાસ કરવા માંડ્યો અને તેની વિચિત્ર માન્યતાઓના મૂળમાં ઊંડા ઊતરવા લાગ્યા. આ સંશોધન કરવા તેમણે દેશ-વિદેશના વિજ્ઞાનીઓ તેમજ નાસા’ અને ‘તાસ' જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહારો કર્યા અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠકો યોજી. આ બધા અભ્યાસ પછી તેમણે એવું તારણ કાઢ્યું કે ધર્મશાસ્ત્રોની વાતો ૧૦૦ ટકા સાચી અને વૈજ્ઞાનિક છે.
આજની શાળાઓમાં પૃથ્વી ગોળ દડા જેવી છે તે સમજાવવા સૌથી પહેલો પુરાવો આપણને શીખવવામાં આવે છે કે સમુદ્રમાં દૂરથી જહાજ આવતું હોય તો પ્રથમ તેની ટોચ– ચીમની દેખાશે. પછી જેમ જેમ તે જહાજ નજીક આવતું જશે તેમ તેમ તેની નીચેના ભાગો દેખાતા જશે અને નજીક આવશે ત્યારે જહાજ આખું દેખાશે. આપણે સૌ આ રીતે શાળામાં ભણ્યા છીએ અને હજી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આના કારણમાં આપણને શીખવાડવામાં આવ્યું છે કે જ્યારે માત્ર જહાજની ચીમની દેખાય છે તે વખતે પૃથ્વીની ગોળાઈ આડે આવતી હોવાથી જહાજનો નીચેનો બાકીનો ભાગ દેખાતો નથી.
Jain Education Intemational.
૪૮૭
પછી જેમ જેમ સ્ટીમર તે ગોળાઈને ઓળંગીને નજીક આવતી જશે તેમ તેમ પૃથ્વીની ગોળાઈથી ઢંકાઈ ગયેલા ભાગો દેખાતા જશે. છેવટે જહાજ સંપૂર્ણ ગોળાઈને ઓળંગીને નજીક આવશે ત્યારે જ સંપૂર્ણ જહાજ આપણને દેખાશે.
આ માટે આપણને શીખવવામાં આવે છે કે આઠ કિલોમીટરના અંતરે ૧.૪૭ મીટરની ગોળાઈ નડે, ૧૦ કિલોમીટરે ૨.૧૬ મીટરની ગોળાઈ અને ૧૦૦ કિલોમીટરે ૧૯૫ મીટર=૬૩૩.૭૫ ફૂટની ગોળાઈ નડતી હોવાથી દૂર રહેલી સ્ટીમર ગોળાઈને કારણે આખી દેખાતી નથી. આ રીતે સમુદ્રમાં દૂર જતી હોય એવી સ્ટીમરને જોઈએ તો પ્રથમ નીચેનો ભાગ ઢંકાશે. પછી જેમ જેમ સ્ટીમર દૂર જતી જશે તેમ તેમ સ્ટીમરનો ઉપરનો ભાગ ઢંકાતો જશે અને છેવટે માત્ર ચીમની સિવાયનો ભાગ દેખાતો બંધ થઈ જશે અને તેનાથી પણ દૂર જતાં સંપૂર્ણ સ્ટીમર પૃથ્વીની ગોળાઈની આડમાં ચાલી જવાથી દેખાતી બંધ થઈ જશે.
પૃથ્વી ગોળ હોવાના જે અનેક કારણો આપણને શીખવવામાં આવે છે તેમાં આ એક જ કારણ એવું છે કે જેને આપણે સમુદ્ર કિનારે જઈ દૂરબીન દ્વારા ચકાસી શકીએ. મુનિશ્રી અભયસાગરજી મહારાજાએ મુંબઈ તથા ભાવનગરના સમુદ્રકનારે આ પુરાવાની સારામાં સારા, શક્તિશાળી દૂરબીન દ્વારા ચકાસણી કરી તો દૂરથી આપણે જેને ચીમની માનતા હતા તે ચીમની માત્ર ન દેખાતા આખી સ્ટીમર સ્પષ્ટ જોઈ શકાઈ. પછી આ દૃશ્ય અનેક પ્રોફેસરો અને યુવાનો વગેરેને પણ બતાવ્યું તેના ફોટાઓ લેવડાવી તે પણ બતાવ્યા. અને સૌ આશ્ચર્યચકિત થયા. જો પૃથ્વીની ગોળાઈના કારણે સ્ટીમર ઢંકાતી હોય તો દૂરબીનની તાકાત નથી કે તે ગોળાઈને સપાટ કરી દે. આ તો સો કિલોમીટર દૂર રહેલી સ્ટીમર ઉપરથી નીચે સુધી સંપૂર્ણ સ્પષ્ટ જોઈ શકાય છે.
મુનિશ્રી અભયસાગરજી મહારાજા પૃથ્વીના આકાર અને પરિભ્રમણ અંગેની આધુનિક માન્યતાઓનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યાં જ અમેરિકાએ જાહેર કર્યું કે તેનું એપોલો યાન ચંદ્ર ઉપર પહોંચી ગયું છે અને બે અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી ઉપરના ખડકો લઈને પૃથ્વી ઉપર પાછા ફર્યા છે. અમેરિકાએ ચંદ્ર ઉપર એપોલો યાન મોકલવાનો જે દાવો કર્યો હતો તે પૃથ્વી દડા જેવી ગોળ છે, તે સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે, એવી થિયરીને આધારે કર્યો હતો. અમેરિકાએ ચંદ્ર ઉપર અવકાશયાન મોકલ્યાની વાત જો સાચી
For Private & Personal Use Only
www.jainelibrary.org