________________
ઝળહળતાં નક્ષત્રો
ગિરડીટથી ૧૮ માઈલના અંતરે આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર મધુબન એ સમેતશિખરજીની તળેટી છે. અહીં ધર્મશાળાના દરવાજા આગળ આ તીર્થના રક્ષક શ્રી ભોમિયાજી દાદાનું મંદિર આવેલ છે. યાત્રાએ જતાં અને આવતાં શ્રી ભોમિયાજી દાદાને વંદન કરી એમના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં. આ દેવ ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવિક છે. અહીં ઘણી બધી ધર્મશાળાઓ છે. આ ધર્મશાળાઓમાં પૂરતી ભોજનશાળા સાથેની સગવડો છે. અહીં ટૂંકોનો સુંદર દેખાવવાળા ૧૦ જિનાલયો છે. આમાં શ્રી શામળાજી પાર્શ્વનાથી પન્નુની ચરણ પાદુકાનું દેરાસર, શ્રી ગોડીજી પાર્શ્વનાથજી, શ્રી શુભગણધર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું, શ્રી સુપાર્શ્વનાથજીનું–એમ દેરાસર આવેલા છે. ગામ બહાર સુધર્માસ્વામીનું દેરાસર છે. બાજુમાં દિગંબર દેરાસર અને ધર્મશાળા આવેલાં છે.
૪૫૯
ગૌતમસ્વામીજીની ટૂંકથી શરૂઆત કરીએ. ટૂંકોનો ક્રમ આ પ્રમાણે છે. (૧) શ્રી ગૌતમસ્વામીજી, (૨) શ્રી કુંથુનાથ ભગવાન, (૩) શ્રી ઋષભદેવ ભગવાન, (૪) શ્રી ચંદ્રાનન શાશ્વતજીન, (૫) શ્રી નેમિનાથ ભગવાન, (૬) શ્રી અરનાથ ભગવાન, (૭) શ્રી મલ્લિનાથ ભગવાન, (૮) શ્રી શ્રેયાંસનાથ ભગવાન, (૯) શ્રી સુવિધિનાથ ભગવાન, (૧૦) શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન, (૧૧) શ્રીમુનિ સુવ્રતસ્વામી ભગવાન, (૧૨) શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન, (૧૩) શ્રી આદિનાથ ભગવાન, (૧૪) શ્રી અનંતનાથ ભગવાન, (૧૫) શ્રી શીતલનાથ ભગવાન, (૧૬) શ્રી સંભવનાથ ભગવાન, (૧૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, (૧૮) શ્રી અભિનંદન સ્વામી, (૧૯) થોડું નીચે ઉતરતા દેવવિમાન જેવા જળદર્શનનાં દર્શન થાય છે. તેને શામળીયાં પાર્શ્વનાથનું દેરાસર કહેવાય છે. (૨૦) શ્રી શંભુગણધર સ્વામી, (૨૧) શ્રી ધર્મનાથ ભગવાન, (૨૨) શ્રી વારિષેણ શાશ્વત જિન, (૨૩) શ્રી વર્ધમાન શાશ્વતજિન,
ભારતના બધા જ જૈન તીર્થધામોમાં શ્રી સમેતશિખરજી
અને શ્રી શત્રુંજય તીર્થ મહત્ત્વનાં સ્થાન ધરાવે છે. શ્રી શત્રુંજય (૨૪) શ્રી સુમતિનાથ ભગવાન, (૨૫) શ્રી શાંતિનાથ ભગવાન, (૨૬) શ્રી મહાવીર સ્વામી, (૨૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, (૨૮) શ્રી વિમલનાથ ભગવાન, (૨૯) અજીતનાથ ભગવાન, (૩૦) શ્રી નેમિનાથ ભગવાન, (૩૧) શ્રી પાર્શ્વનાથ
ભગવાન.
ઉપર તીર્થંકારોના એક પણ કલ્યાણકો નથી. જ્યારે સમેતશિખરજીમાં શ્રી આદિનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી નેમિનાથ, શ્રી મહાવીર સ્વામી સિવાયના વીસ (૨૦) તીર્થંકર ભગવાનનાં નિર્વાણ કલ્યાણક થયાં છે. તો દૃષ્ટિએ આ તીર્થની મહત્તા વિશેષ છે. ચલો, આપણે જઈએ ગિરિરાજની યાત્રાએ બે માઈલ જતાં ગાંધર્વનાળું આવે છે. અહીં નાની, ગરમપાણીની સગવડવાળી ધર્મશાળા છે. યાત્રાએથી પાછા ફરતાં અહીં મંદિર તરફ અને શ્રી ગણધર ગૌતમસ્વામીની દેરી તરફ જવાય છે. જમણા હાથનો રસ્તો ડાક–બંગલા થઈને શ્રી પાર્શ્વનાથજીની ટૂંક તરફ જાય છે. આ યાત્રા વખતે જતી વખતે જળમંદિર તરફ જવાનો રસ્તો પસંદ કરવો અને પાછા ફરતી વખતે ડાકબંગલાવાળો માર્ગ વધુ અનુકૂળ રહે છે.
જળમંદિરનાં માર્ગે અર્ધો માઈલ સીતાનાળું આવે છે. ઉપર એકત્રીસ (૩૧) ટૂંકોની યાત્રા છે. તેમાં ત્રીસ (૩૦) ટૂંકમાં તીર્થંકર ભગવાનની ચરણપાદુકાની દેરી છે. ઓગણીસમી (૧૯) ટૂંક જળમંદિરમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને દર્શનીય જિનાલય છે. અહીં ન્હાવાની અને પૂજા–સેવાની સગવડ છે. અહીં ભાતુ વાપરીને બાકીની યાત્રાએ આગળ વધવું પડે છે.
સૌપ્રથમ શ્રી ભોમિયાજી દાદાના દર્શન અવશ્ય કરવાં, જે યાત્રામાં યાત્રિકોને સહાય કરે છે.
Jain Education International
આ ટૂંકોમાં ૧૨મી શ્રી ચંદ્રપ્રભુ સ્વામીની ટૂંક ઉંચી ટેકરી પર આવેલી છે અને તેનો ચઢાવ કઠિન છે. ઉપર ચઢતા એમ લાગે છે જાણે ગગનમાં વિચરી રહ્યાં છીએ. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૩૧મી ટૂંક સૌથી ઊંચી ટૂંક છે અને આ ટૂંકને ‘મેઘાડંબર’ ટૂંક પણ કહેવામાં આવે છે. આ ટૂંકથી ચારે તરફ નજર ફેરવતાં ખૂબ જ મનોરમ્ય દર્શન જોવા મળે છે.
લીલી વનસ્પતિઓથી ભરચક શિખરજીનો પહાડ તથા ટેકરીઓ ભર ઉનાળે પણ એરકંડિશનની ઠંડક આપે છે. ડુંગર ૪૪.૮૮ ફૂટ ઊંચી સપાટી ધરાવે છે. કેસરિયા દાદાની જેમ અહીં પણ જૈનેતર કોમ ‘પારસદાદા’ને ભાવથી નમે છે. પોષ માસની દશમે અહીં મેળો ભરાય છે.
આ પવિત્ર ભૂમિનાં દર્શનથી આપણું હૈયું નાચી ઉઠે છે. ધન્ય છે આ પરમતારક વીસ તીર્થંકરોની નિર્વાણભૂમિને અને ધન્ય છે એ યાત્રીઓને કે જેઓ આ ભૂમિના દર્શનથી પોતાના આત્માને નિર્મળ બનાવે છે.
શ્રી ઋજુવાલિકા તીર્થ ઃ—ગીરદીહ સ્ટેશનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org