SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો હતો. આ મંદિર સડસઠ (૬૭) ફૂટ લાંબુ અને સત્તાવન (૫૭) ફૂટ પહોળું છે. ગર્ભગૃહોમાં બે ફૂટ ઊંચા અને બાર ફૂટ લાંબા પહોળા સફેદ આરસના સિંહાસન ઉપર, દસ ફૂટ ઊંચી પદ્માસનસ્થ ભગવાન આદિનાથની શ્વેતવર્ણી ચાર મૂર્તિઓ છે. સિંહાસન કલાત્મક અને આકર્ષક છે. અહીં ઉપર મંદિરના રંગમંડપમાં ચાર સ્તંભો ઉપર ચોવીસ દેવીઓના સુંદર મનોહર ચિત્રો છે. મંદિર સવારે સાત વાગે ઊઘડે છે અને રાતના સાત વાગે બંધ થાય છે. અહીં બધાં જ મંદિરો સવારના સાતથી, સાંજના સાત સુધી જ ખુલ્લાં રહે છે. સંધ્યાટાણે શત્રુંજય ઉપરથી પૂજારીઓ પણ ઊતરી જાય છે. અહીં એવી માન્યતા પ્રવર્તે છે કે, રાતના અહીં ફક્ત દેવોનો જ વાસ હોય છે. મૂર્તિના અંગો સુવર્ણથી મઢેલા અને રત્નોથી જડેલા છે. ત્રીજી ટૂંક છીપા વસતીની ટૂંક તરીકે ઓળખાય છે. ચોથી ટૂંક સાકર વસ્તીની ટૂંક તરીકે ઓળખાય છે. પાંચમી ટૂંકને નંદીશ્વર યાને ઉજમફોઈની ટૂંક કહેવામાં આવે છે. આ ટૂંક ઉપર વિક્રમ સંવત ૧૮૯૩માં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના ફોઈ શેઠાણી ઉજમબાઈ દ્વારા મંદિર બાંધવામાં આવ્યું હતું. છઠ્ઠી ટૂંકને હેમવસતી ટૂંક કહે છે. ટૂંક ઉપર અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠના પ્રપૌત્ર દેમાભાઈએ વિક્રમ સંવત ૧૮૮૩માં મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં મૂળનાયક અજીતનાથ ભગવાન છે. આ ટૂંકના મંદિરોમાં ૩૨૦ આરસની અને આઠ (૮) ધાતુની પ્રતિમાઓ છે. જૈનધર્મીઓ માને છે કે યાત્રાનું પૂરેપૂરું ફળ મેળવવું હોય તો ત્રણ પ્રદક્ષિણાઓની સાથે એક યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદનો કરવા જોઈએ અને પગપાળા દોઢ ગાઉની, છ ગાઉની અગર બાર ગાઉની પ્રદક્ષિણા કરવી જોઈએ. આ ત્રણે પ્રદક્ષિણાઓ આદીશ્વર દાદાની ટૂંકને મધ્યમાં રાખીને કરવાની હોય છે. વિખ્યાત પુરાતત્ત્વવેત્તા જેમ્સ ફર્ગ્યુસન શ્રી શત્રુંજય તીર્થ જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે લખ્યું છે-“આ ઇમારતો કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની વિગતોની સુકુમારતામાં પણ જૂની ઇમારતોની સ્પર્ધા કરે છે અને એ બધા મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવું એક સાતમી ટૂંકને પ્રેમવસહી ટૂંક કહે છે. આઠમી ટૂંકને (દેવમંદિરો)નું જૂથ રચે છે કે જે બીજે ક્યાંય જોવા મળતું બાલાવસહી ટૂંક કહે છે. નથી.” અહીં હજારો જૈનભાઈઓ ચાતુર્માસ કરવા આવે છે. આપણે જાણીએ છીએ કે તપનો મહિમા જૈનધર્મમાં એટલો બધો છે કે ઉપવાસ, આયંબિલ, ઇક્કાસણાં, બેસણાં વિગેરે તપસ્યા કરનાર હજારો યાત્રાળુઓથી પાલિતાણા અને શત્રુંજય તીર્થ ભરેલું હોય છે. ૪૫૫ કવિશ્રી ન્હાનાલાલે તો તેમની કાવ્યમય ભાષામાં ભગવાન ઋષભદેવને શ્રી શત્રુંજયના પ્રથમ યાત્રી કલ્પી, શ્રી શત્રુંજયનું અને ભગવાન શ્રી ઋષભદેવનું પાલીતાણામાં આવેલા એક ભાષણમાં જે વર્ણન કર્યું છે તે શ્રી શત્રુંજય તીર્થને ઉત્કૃષ્ટ કોટિમાં મૂકે છે—— Jain Education International “આગલી સંધ્યાએ તળેટીની એક વૃક્ષ છાયામાં આ ભૂમિની મેહમાની માણેલો એક અતિથી, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે આ ગિરિરાજની કેડીઓ ચડે છેજાણે ફૂંકીફૂંકીને પગલાં ભરતો ન હોય. તેજની પંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે. પદ્મપાંખડી સમા એન અડવાણા પાય છે; દેહના અને આત્માના આધાર સમો એનો ધર્મદંડ છે. એનો દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ઠ છે. ઊંચેને ઊંચે એનો પ્રયાણ માર્ગ છે. જાણે આત્માને આરે જઈને ઊભશે કે શું ? કાલે સાયંકાળે એ તળેટીનો અતિથિ હતો. આજે મધ્યાહ્ને શિખરનો મહેમાન થશે. સિદ્ધાચળે રહડી, તપશ્ચર્યા કરી પછી તો અનેક સિદ્ધો સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધુચળે રહડનારા તપશ્ચર્યાથી પ્રથમ સિદ્ધ, એમની પગલી પગલી એ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાજળને સ્પર્શેસ્પર્શે એ પાવન થતા એ પણ ત્યહારે તો ઉકેલવાનો એક ધર્મ કોયડો હતો. એ સાધુવર કાંઈક શોધતા હતા. પાલીતાણા એ ભાવનગર રેલ્વે લાઈન પર અડતાલીસ કિલોમીટર અને મોટર માર્ગે પંચાવન કિલોમીટર અને તેમજ અમદાવાદથી બસોને પાંસઠ કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવવા માટે ઘણા સ્થળોએથી એસ.ટી. બસો અને વાહનો પણ ઉપલબ્ધ હોય છે. અહીં ગુજરાત સરકારના પ્રવાસ નિગમે ‘સુમેરુ' નામે હોટલ કરી છે. તેમાં બધા જ પ્રકારની આધુનિક આવાસ વ્યવસ્થા અને જૈન ભાઈઓને ધાર્મિક દૃષ્ટિએ અનુકૂળ આવે તેવા શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ છે. ઉપરાંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy