________________
ઝળહળતાં નક્ષત્રો.
૪૩૩
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारी નિઃશનિર્ણિત ત્રિયોપ માન I - बिंबं कलङकमलिनं कव निशाकरस्य
यद्वासरे भवति पाण्डु पलाशकल्पम् ॥१३॥ રૂપવર્ણનની કલ્પનાશક્તિનાં દર્શને આવાં માર્મિક પદોમાં થાય છે. તે જોઈને ડૉ. કીથને પણ કહેવું પડ્યું કે માનતુંગ કોઈ નગણ્ય કવિ નથી; પરંતુ કાવ્યશેલીની બારીકીના આચાર્ય છે.
ભગવાનની અભયપ્રદાનતાનું નિરૂપણ કરતાં કવિ માનતુંગ જણાવે છે, કે ભગવાનનો શરણાગત મદોન્મત્ત હાથી કે ભયાનક સિંહથી પણ ભયભીત થતો નથી (શ્લો. ૩૮). કવિની દૃષ્ટિએ ઋષભદેવ જ પુરુષોત્તમ છે, તેઓ જ બુદ્ધ, શંકર અને વિષ્ણુ છે (શ્લો૦ ૨૫).
સિદ્ધસેનના કલ્યાણમંદિર' અને માનતુંગના ભક્તામર'માં અનેક સમાનતાઓ છે. બન્નેમાં વસંતતિલકાના ૪૮ શ્લોક છે. બન્નેમાં અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્રત્રય, દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ વગેરે પ્રાતિહાર્યોનું વર્ણન છે. અન્ય દેવો કરતાં જિનેશ્વરની ઉત્કૃષ્ટતા, પ્રભુગુણ વર્ણનની અશક્તિ વગેરેનું નિરૂપણ બન્નેમાં લગભગ સરખું છે. સિદ્ધસેન ગુણવર્ણનની અસમર્થતાનું નિવેદન કરે છે : પ્રભુના ગુણ અવર્ણનીય છે, પ્રલયકાલીન સમુદ્રનાં ઊછળતાં રન કોણ ગણી શકે?
मोहक्षयादनुभवनपि नाथ मर्यो नूनं गुणान्गणयितुं न तव क्षमेत। कल्पान्तवातपयसः प्रक्टोऽपि यस्माગીત ન ગવેર્નનું રત્નરાશિઃ II(કલ્યાણમંદિર, ૪)
આ જ વિચાર માનતુંગ રજૂ કરે છે : ગુણસાગર પ્રભુના ગુણ કહેવા બૃહસ્પતિ જેવા પણ સમર્થ નથી. પ્રલયકાલીન સમુદ્રનાં મોજાંને બાહથી કોણ તરી શકે?
वक्तुं गुणान्गुणसमुद्र शशांककान्तान् । कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया। कल्पान्तकालपवनोद्यतनक्रचक्रं એ વા તરતુમડુનિષિ મુનાભ્યામ્ (ભકત્તામર સ્તોત્ર, ૪)
આર્ય ખપટવંશીય સૂરિ વિજયસિંહનું ‘નેમિનિસ્તવન પ્રાસાદિક મધુર શૈલીનાં કુલ ૨૪ પદોમાં રચાયેલું છે. સંસાર
સાગરમાંથી ઉદ્ધાર માટે મથતા કવિ પોતાના પર કૃપાદૃષ્ટિ નાખવા નેમિનાથને વિનવે છે ?
जयत्वं देवेश। त्रिभुवनपते! शान्तहृदय। त्रिलोकीसंकल्पद्रुमवरकृपाकार ! वरद ! समुद्धर्तुं मिथ्याजलहरीतः क्षणमितो मयि द्रोणीदीर्धा' जिन! सकरूणां निक्षिप दृशम् ॥२॥
નેમિનાથ તો કલ્પવૃક્ષ છે, પરમ જ્યોતિ છે. (શ્લો. ૩, ૪, ૧૮). સમ્યકજ્ઞાન અને તત્ત્વથી અજ્ઞાન ભક્ત-કવિ તો ભવે ભવે નેમિનાથના ચરણની સેવાનું સુખ યાચે છે :
सम्यग्ज्ञानविहीनमूढमतयस्तत्त्वज्ञानभिज्ञा वयं तत्त्वप्रीतिमतो नरस्य नियतं मक्तिश्चरित्रात्मनः। हेतुः सर्वसमीहितस्य भवतः पादप्रसादः परं तस्माद् देव! भवे भवे मम भवेत्त्वत्पादसेवासुखम् ॥२३॥
| વિક્રમની આઠમી-નવમી સદીમાં અનેક સ્તોત્રકારો થયા. આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી
સ્તુતિચતુર્વિશતિકા', “સરસ્વતી સ્તોત્ર', ‘વીરસ્તવું, “શાન્તિસ્તવ' વગેરે સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં. આ પૈકી વિવિધ છંદોમય વીરસ્તવ' (૧૧ પદ) અતિ સરળ પદોમાં રચાયું હોઈ, ઊર્મિપ્રધાન બન્યું છે. વીર વિના બધું જ વ્યર્થ છે. ઇન્દ્રિયોનું સાફલ્ય તો વીરનું દર્શન કરવામાં, ચિંતન કરવામાં અને ગુણ ગાવામાં જ છે એ વાત કહેતાં બપ્પભટ્ટસૂરિ કહે છે :
न तानि चढूंषि न यनिरीक्ष्यसे न तानि चेतांसि न यैर्विचिन्त्स्ये। न ता गिरा या न वदन्ति ते गुणात्र ते गुणा ये न भवन्तमाश्रिताः॥७॥
૯૬ કાવ્યપ્રમાણ યમકાલંકારમયી જે સ્તુતિચતુર્વિશતિકાઓ લખાઈ છે, એમાં રચના સમયની દૃષ્ટિએ આચાર્ય બપ્પભટ્ટકૃત ‘સ્તુતિચતુર્વિશતિકા' સૌથી પ્રથમ છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંની અથવા કોઈ પણ ચાર પદ્યની સ્તુતિ દેવવંદનમાં કાયોત્સર્ગ કર્યા પછી બોલવાની હોય છે. તેમાં નીચેના વિષયો હોય છે :
अहिगयजिण पढम थई, बीआ सव्वाण तईअ नाणस्स। वेयावच्चगराणं, उव ओगत्थं चकत्थ थुई।
(ચૈત્યવંદનભાષ્ય, ૧૨) અર્થાતુ-પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કોઈ એક તીર્થકરની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org