SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પણ ભૂલથી કોઈ નિર્દોષને મારી નાખવાનું પા મારે માથે પણ ન લેવાય. તેથી પૂરતી તપાસ કરો. તમારી વાત ગમે તેટલી સાચી પણ આવા રીઢા ચોરને દંડ કરવા થોડો સમય થોભી જઈએ.'' : (૫) મંત્રીશ્વર જી રાજન! જેવી આપની ઇચ્છા. ફરી પાછા આ મહાચોર પાસે બધુંય સાચું બોલાવીશ ત્યાં સુધી મને પણ ચેન નહિ પડે. હાલ તો કેદખાનમાં જ તેને બંધ કરીએ છીએ. ટૂંક સમયમાં અમે આપને ફરી મળીશું.’’ (ચોરને લઈ કેદ કરવો, પછી સેનાપતિ અને અભય મંત્રીઓ સાથે મંત્રણા કરી રોહિણેયની પાસેથી જ સાચી વાતો કઢાવવા દારૂ પીવડાવી નશો કરાવવાનું નવું ષડયંત્ર. શાલિગ્રામના ખેડૂ દુર્ગચંડની તપાસ અને તે પણ બહારગામ ગયેલો છે તેવું જાણવા મળ્યા છતાંય પૂરા વિશ્વાસ સાથે રોહિણેય ચોરના જૂઠને ખુલ્લું પાડવા દેવવિમાન જેવા શણગારો સાથે રોહિણેયને ભોજન-પાણી દ્વારા નશો કરાવી સત્ય હકીકતો કઢાવવા ભેદી ચાલ.) (નાટિકાના ચતુર્થ ભાગની પૂર્ણાહૂતિ સાથે પડદો પડવો.) ✰✰✰ ભાગ-૫નું દ્રશ્ય-પડદો ખુલવો (મંત્રીશ્વરની ઓત્પાતિક બુદ્ધિની કરામતથી દેવવિમાન, દેવશય્યા અને દેવીઓ વચ્ચે રોહિણેયને નશાંધ દશામાં પોટલાની જેમ ઊંચકી લાવવો અને સૈનિકો દ્વારા શય્યા ઉપર સૂવડાવવો. આજુબાજુમાં ફક્ત દેવીઓનું ગોઠવાઈ જવું તથા અભયમંત્રી, સેનાપતિ તથા રાજા શ્રેણિક વગેરેનું નેપથ્યની બાજુમાં છુપાઈ બેસી તમાશો દેખવો. બુદ્ધિનિધાન અભયકુમારની નિર્દેશના મુજબ દેવીઓ દ્વારા દેવશય્યામાં નશા સાથે અર્ધજાગૃતદશામાં સૂતેલા રોહિણેય ચોર સાથે વાર્તાલાપ) ૯. પ્રથમદેવી : —“જય હો, વિજય હો. અમારા ચંદ્રવલય દેવવિમાનમાં નવા જન્મ પામેલા નૂતન દેવતાના જન્મની વધાઈ હો. ખુશી અને આનંદ-મંગળ ચારે તરફ ફેલાઈ ગયા છે. કારણ કે ઘણા જ સમય પછી અમારી આ દેવશય્યામાં એક દેવે જન્મ લીધો છે. તે પૂર્વેના દેવતા ચ્યવી ગયા હોવાથી અમે બધીય દેવીઓ અનાથ બની ગઈ હતી. આજથી અમારા નાથનો જન્મ થયો છે. નૂતન દેવતા આપનો જય હો, વિજય હો.’’ Jain Education International ૪૧૩ ૧૦. બીજી દેવી :—“હે નાથ! આપ કેટલા પુણ્યશાળી છો કે આવા અનુપમ દેવલોકમાં જન્મ પામ્યા. દેવરૂપે જન્મ થતાં જ અવધિજ્ઞાન મળી ગયાનું સૌભાગ્ય આપશ્રીને મળેલ છે. હે દેવસ્વામિ! જરાક અમને પણ જણાવો ને કે ગયા જન્મમાં આપ ક્યાં હતા? જીવનમાં શું શું કાર્યો કર્યા હતા જેથી આ દેવલોક સહજમાં મળી ગયો છે? જીવનમાં સારા ધર્મસ્થાનકો સેવ્યા વગર દેવલોકમાં જન્મ મળે જ નહિ. અમે તમારી દાસીઓ છીએ; આપ અમારા માલિક છો. ફક્ત જણાવો પૂર્વ જન્મમાં ક્યા ક્યા સુકૃત કરી અહીં આવ્યા છો? (રોહિણેય ચોરનું નશામાં જ અર્ધબેભાન દશામાં દેવતાઈ ઠાઠનું દેખવું, ફરી આંખો બંધ પણ કાન ખુલ્લા હોવાથી બધુંય બરોબર સાંભળવું.) (૧૧) ત્રીજી દેવી : “હે પ્રભો! આપ આ પ્રથમ વૈમાનિક દેવલોકમાં જન્મ પામ્યા છો. ઉગ્ર કોટિનું પુણ્ય હોય તો એક શ્રાવકનો જીવ બારમા દેવલોક સુધી પણ જાય છે. તેથી આપનું પુણ્ય મધ્યમ પ્રકારનું હશે તેવું મારું માનવું છે. અધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જણાવો કે ગયા ભવમાં ચોરી-જૂઠ-માયા–પ્રપંચ-હિંસા-પરિગ્રહ વગેરે કોઈ પાપો થયા હતા? એક તરફ પાપો જ વધારે હોય તો નરક કે તિર્યંચગતિમાં જીવ ચાલ્યો જાય. બીજી તરફ પાપો સામે પુણ્ય પણ જમા હોય તો દેવગતિ પણ જીવ પામે અને પુણ્યનો પક્ષ જ વધુ હોય ત્યારે ઉચ્ચ દેવલોકના સ્થાને પણ જીવાત્મા જાય. માટે જરૂરથી યાદ કરી પૂર્વજન્મના પુણ્ય અને પાપકાર્યો બન્નેય સાથે જ જણાવો. નવા જન્મેલા દેવો પોતાની સેવિકા દેવીઓથી કોઈ પણ વાત છુપાવતા નથી હોતા. તમે તો અમારા સ્વામી દેવ છો, અમે છીએ કિંકરીઓ.’’ (રોહિણેય દ્વારા આંખોના ડોળા ચારેય તરફ ફેરવી, ઉભા થઈ પાછા સૂઈ જઈ બધુંય જોવું અને ખૂબ ઊંડા વિચારે ચઢી જવું.) (તેના ચાલતા વિચારોને બેક ગ્રાઉન્ડથી માઈકમાં જાહેર કરવા જેથી નાટિકાના દેખનારા પ્રેક્ષકો ચોરના વિચારો સમજી શકે.) “અરે! ચોરીઓ કરી કરીને પેટ ભરનારો હું રોહિણેય આવા દેવલોકમાં કેવી રીતે આવી ગયો. મારો ચોર ભવ ક્યારે પૂરો થયો? આ નવા ભવમાં દેવલોક મળ્યો કેવી રીતે? શું હું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy