SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો રોહિણેય! તેં પણ મારી વાત માની લઈને મારો માનસિક બોજ ઓછો કર્યો છે. પણ મારી ઈચ્છા છે કે તું તારી માતા અને મારી સામે નક્કર પ્રતિજ્ઞા ગ્રહણ કર કે જીવનમાં ક્યારેય મહાવીરની ઉપદેશ વાણી ન સાંભળવી. પ્રતિજ્ઞા લઈને મરણાંત કષ્ટ આવે તોય પ્રાણથી પ્યારી માની પોતાની ટેક માટે વફાદારી જાળવીશ. બસ હાથ જોડી તારો સંકલ્પ જાહેર કરી દે, જેથી હું પણ બૈચેની દૂર કરું.” (૨) રોહિણેય :—(હાથ જોડી પ્રતિજ્ઞામુદ્રામાં ઇષ્ટ દેવને થોડી વાર યાદ કરી) :—“હે વૈભારિગર પર્વતના ક્ષેત્ર દેવતા! અમારા પરિવારની રક્ષા કરજો. આ મારા માતા-પિતાની સાક્ષીએ હું આજીવન માટેની પ્રતિજ્ઞા જાહેર કરું છું કે ભૂલથીય પણ સાધુ મહાવીરનો પરિચય પણ નહિ કરું. અને તેમનો ઉપદેશ પણ નહિ સાંભળું. પિતાની આજ્ઞા મારે માથે શિરોધાર્ય કરું છું. હે ભૂમિદેવતા અમારી રક્ષા કરજો.” (લોહનૂર દ્વારા રોહિણેયને શાબાશી, પીઠ થાબડવી, આલિંગન અને રોહિણી માતા દ્વારા પણ આશીર્વાદ.) નાટિકાના પ્રથમ ભાગની સમાપ્તિ સાથે પડદો ✰✰✰ ભાગ-૨ નું દ્રશ્ય (પડદો ખુલવો) દ્રશ્ય :—(ચોરીના માલનો પોટલો પીઠ ઉપર ઉપાડી રાજગિરથી વૈભારિગિર તરફ ભાગી રહેલો રોહિણેય. અચાનક અધવચ્ચે જ નિકટમાં રચાયેલ સમવસરણમાંથી પરમાત્મા મહાવીરદેવની દેશનાધ્વનિનો અવાજ. પરમાત્મા દ્વારા દેવલોકના દેવતાઓના જીવનનો પરિચય આપતી મધુર દેશના. (તે દેશનાના વાક્યો પડદા પાછળથી ગુંજિત કરવા) અને અચાનક જિનવાણીનું શ્રવણ ચાલુ થતાં જ પોતાની પ્રતિજ્ઞાના ભંગ થવાના ભયથી રોહિણેય દ્વારા કાનમાં આંગળીઓ ખોસી સાથે પીઠ ઉપરના પોટલા સાથે ભાગતા જવું. થોડી જ વાર પછી ડાબા પગમાં કાંટો વાગી જવો અને ચાલ બગડી જવી. તેવા સમયે જમણા હાથથી નીચે બેઠા કાંટો કાઢવા જતાં જમણો–ડાબો બેઉ કાન ખુલ્લા થઈ જવા અને તે જ સમયે મહાવીર ભગવાનની દેશનાના ચાર વાક્યો પરાણે Jain Education International ૪૧૩ કાનમાં પ્રવેશી જવા, જેને વિપરીત મનથી પણ ધ્યાનપૂર્વક રોહિણેય દ્વારા સાંભળી લેવા. ‘હે ભાવિકો! દેવલોકના દેવતાઓ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે. તેમના નયનો પલકારા નથી લેતા. દેવોના ગળાની માળા કરમાતી નથી તથા દેવોની કાયા પરસેવા અને પડછાયાથી રહિત હોય છે. તેવા દેવો સુખ-સમૃદ્ધિમાં ખૂબ આગળ હોવા છતાંય મોક્ષ પામવાના અધિકારી નથી હોતા. મુક્તિપુરીના મુસાફરો માનવભવમાં જન્મી ચારિત્ર લઈને સાધના દ્વારા સિદ્ધિને મેળવી શકે છે.' (ઉપરોક્ત દેશનાની મધુરવાણી પડદા પાછળથી લગીર તીવ્ર ધ્વનિમાં બોલવાની છે) (કાંટો નીકળી જતાં જ રોહિણેય ચોરનું વેદના દૂર કરવા ત્યાં જ બેઠા બેઠા કાનમાં ફરી આંગળી ખોસી વિચારે ચઢી જવું.) (ચોરના વિચારો પડદા પાછળથી બીજી વ્યક્તિએ વ્યક્ત કરવા) (૨) “અરેરે! હું ભ્રષ્ટ થઈ ગયો. મારા પિતા લોહખૂર તસ્કરે મારા ભલા માટે મહાવીરની વાતો ન સાંભળવા મને પ્રતિજ્ઞા કરાવેલી. અને મરણ પથારીએ આવી ગયેલા પિતાજીને મેં પણ માતાની સાક્ષી રાખી વચન આપેલું. પણ મારી કેવી કમનસીબી કે પિતાશ્રીના મરણ પછીના તરતના દિવસોમાં જ જીવનમાં તે જોગીના ઉપદેશો કાનમાં પરાણે પ્રવેશ કરી ગયા. પગમાં લાગેલા કાંટાના વિઘ્ને મારા જીવનમાં મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવી દીધો. કદાચ મારા પિતાજી ગંભીર અને જ્ઞાની હતા જેથી તેમને મારા ભવિષ્યનો ખ્યાલ આવી ગયો હતો અને મને ધર્મના ધતિંગોથી બચાવવા સાવધાની રૂપે નિયમ કરાવી દીધો હતો. પણ......પણ આજે અકસ્માત થઈ ગયો છે. લાગે છે જરૂર પ્રતિજ્ઞા ભાંગવાથી કોઈ મોટું નુકશાન મને થવાનું છે. મારા પિતાજી તો ક્યારેય રાજા શ્રેણિકના સૈનિકોના હાથે ન ઝડપાયા પણ મને હવે મારી નાખવા રાજા અને પ્રજા ષડયંત્રો રચશે. અને આજના આ અપશુકનને કારણે હું પણ અચાનક પકડાઈ જઈશ, કેદખાને જઈશ અને કદાચ બધીય ધન-સંપત્તિ સાથે પ્રાણ પણ ગુમાવીશ. આ અમારી જન્મભૂમિના ક્ષેત્રમાં બહારથી સન્યાસીઓ આવીને અમારી રોજીરોટી છીનવી લેવા શા માટે ઉપદેશો દેતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy