________________
ઝળહળતાં નક્ષત્રો
(૧) લોહનૂર :—“રોહિણેય! તારો વિશ્વાસ મને પણ છે. વળી તું જુવાન છતાંય કુંવારો છે. કાલે તારા લગ્ન પણ થાય અને પરિવાર પણ વધે ત્યારે પણ તારે તારા આ બાપની મૂડી સાચવવાની અને વધારવાની નેમ રાખવી પડશે. હું જીવું તોય હવે ઉમ્રને કારણે આ કમાવાનો બોજ હવે તારે જ ઉઠાવી લેવાનો છે. છે ને તૈયારી?” (૨) રોહિણેય :—“પિતાજી! તે માટે પણ હવે મનને ઢીલું ન કરો, ફક્ત મને આદેશ કરો. તમારી આ તબિયતને કારણે હવે પછી કમાવાનો કીમીયો મારે જ ઉઠાવવાનો છે. ફક્ત મને આપની કળા આપવા કૃપા કરો અને શું શું સાવધાનીઓ મારે રાખવી તે બાબત ખાસ સમજાવો. તમારી ઇચ્છા અને આજ્ઞા પૂરી કરવી એ મારી ફરજ છે.”
(૩) રોહિણી :—“તમારો દીકરો તમને સાંત્વના આપી રહ્યો છે. માટે હવે તેને જે સૂચના કરવી હોય તે કરીને તમે આરામ કરો, તબિયત સાચવો. બધુંય સારું થશે.” (૧) લોહનૂર :~‘દીકરા! ખાતર પાડવાની કળા તો સાવ સહેલી છે. આપણી પાસે તે માટે ઓજારો અને ઉપાયો પણ ઘણા છે. પણ તે બધાય કરતાંય એક લાંબી ચિંતા સાવ બીજી જ છે. તે મારે તને કેમ સમજાવવી ?' (ચિંતાતુર મુદ્રા)
(૨) રોહિણેય (પહોળી આંખો રાખીને) :—“કહો! કહો! જે વાત ઉપાડી છે તેને કેમેય પૂરી કરો. બહુ જ ધ્યાનથી હું વાતને સમજવા પ્રયત્ન કરીશ. તમારી ચિંતા એ મારી પણ ચિંતા છે. હવે કોઈ પણ ક્ષોભ ન રાખો, કહો શું કહેવાનું છે ?''
(૧) લોહનૂર ઃ—(બોલવા પ્રયત્ન પણ ઉધરસ/દમ અને જીભનું થોથવાવું વગેરે). “બેટા રો...હિ......! ચોરીની કળા સામે એક મોટી બલા છે.''
(૨) રોહિણેય :—“બલા? કઈ બલા? કોની બલા?
(૧) લોહનૂર :(તૂટતા શબ્દો સાથે વિસામો ખાતા—ખાતા) : —“વાત કંઈક એવી છે કે આ જ આપણી કર્મભૂમિની આસપાસ અવારનવાર મહાવીર નામનો એક જોગી વારંવાર આવે છે. ધર્મપ્રચાર પણ કરે છે. તેની વાણીમાં એવો જાદુ છે કે જે તેની બાજુમાં જાય તેના વિચારો બદલાઈ જાય. કેટલાય સંસારીઓને તેણે
Jain Education Intemational
૪૧૧
સન્યાસી બનાવી નાખ્યા છે. કેટલાય શેઠોએ પણ મહાવીરની સામે માથા મુંડાવી નાખ્યા છે. જીવતી તે જોગીની ઉપદેશ છટાથી કેટલાય જુવાન છોકરા– છોકરીઓ પણ કામધંધા છોડી અને ઘરબારને પણ ત્યાગી સાધુ બની ગયા છે. ચારેય તરફ બસ તે જોગીની જ બોલબાલા છે. આપણને તેનો જ ડર વધારે છે.”
(૨) રોહિણેય :—“અરે પિતાજી! તમારે તેવા જોગી– બાવાઓની ફિકર શા માટે કરવી જોઈએ. આપણે આપણા કામથી મતલબ રાખવાનો. બીજી ત્રીજી પંચાત શાને કરવી? સાધુઓનું કામ છે ઉપદેશો આપી પેટ ભરવાનું, અને સાંભળવું કે ન સાંભળવું તે તો આપણા હાથની વાત છે ને? આપણા કામ સાથે તે મહાવીરને શું લાગે કે વળગે. રાજા તેનો ભગત હશે, પણ આપણે તેવા સાધુ સાથે શું લેવા-દેવા?’’
(૧) લોહનૂર ઃ—“બેટા! એ જ મારે તને સમજાવવું હતું. તું આમ તો બધીય રીતે હોંશિયાર છો, પાછો જુવાન છો, પણ ભૂલથીય તે મહાવીરનો પરિચય ન કરીશ કે તેનો ઉપદેશ સાંભળવા ન જઈશ. ચોરી કરી જીવન વીતાવવું તે જ આપણો પરમધર્મ છે. માટે કોઈ નવા ધર્મટિંગમાં આપણે ફસાવાનું નથી રહેતું. બે-પાંચ દિવસથી મને એજ ચિંતા સતાવી રહી છે કે મારા મરણ પછી જો તું તે જોગીની માયાજાળમાં સપડાયો તો મારી આખી જીંદગીની મહેનત ઉપર પાણી ફરી વળશે.
(૨) રોહિણેય :—“અરે! આટલી જ વાત માટે પિતાજી તમે પરેશાન હતા? સારું થયું તમે દિલની વાત ખોલીને હળવા બની ગયા અને સૌથી સારી વાત તે એ છે કે જો અ–સાવધાની તમે ન સમજાવી હોત તો ક્યારેક હું પણ મહાવીરની પાછળ દોડતા લોકો સાથે ભૂલથી ભળી જાત અને મને જ પાછળથી નુકશાન થાત. હવે આપના આ સૂચન માટે સાવ સાવધાન બની આપણા ચૌર્યકાર્યને આગળ ચલાવીશ. મારી માતાએ પણ તે બાબત ચિંતા કરવાની નથી. બાકી તો ભાગ્ય સૌના પોત-પોતાના હોય છે.''
(૧) લોહનૂર :—(બિછાનામાંથી ઉભા થવા મથતા) :~
For Private & Personal Use Only
www.jainelibrary.org