SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો શ્રદ્ધા પ્રકર્ષવતી મહાસતી સુલસાં સમૃદ્ધિથી ભરપૂર રાજગૃહી નામની નગરી. અહીં નાગસારથી નામનો ધનવાન અને સુંદર ગુણવાન સદ્ગૃહસ્થ રહેતો હતો. એ પરોપકાર–પરાયણ અને પરસ્ત્રી–પરાર્મુખ હતો. એમની ધર્મપત્ની સુલસા! રૂપ-લાવણ્યની અમૃતકૂપિકા સમાન. પતિવ્રતા સ્ત્રીઓમાં અગ્રેસર. બન્નેનો સંસાર સુખી પણ એમને પુત્ર નહોતો. એટલે નાગસારથી આ અધૂરાશને કારણે ક્યારેક વ્યગ્ર બની જતો હતો. સુલસાએ સંસારની અસારતા, અધૂરાશ ખૂબ સારી રીતે સમજાવવા છતાં નાગસારથીની પુત્ર અંગેની ઝંખના ઓછી ન થઈ. ત્યારે પતિની આ મનોકામના પૂર્ણ કરવા અને પુત્ર વિષયક આર્તધ્યાન દૂર કરવા સુલસા ઉપાયો વિચારે છે. ‘‘શ્રેષ્ઠ કુળ, પરસ્પર પ્રેમ, દીર્ઘાયુષ્ય, ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ, ગુણાનુરાગ, સુપુત્રની પ્રાપ્તિ, લોકોમાં મોટાઈ, ઘરમાં ધનની પ્રાપ્તિ, વાણીમાં સુમધુરતા, બાહુમાં શૂરવીરતા, હાથમાં દાનવીરતા, દેહમાં સૌભાગ્ય, હૃદયમાં સદ્ગુદ્ધિ ચારે દિશાઓમાં ઉજ્જવળ કીર્તિ વગેરે બધું જ ધર્મથી મળે છે. હે ચિત્ત! તું ખેદ ન કર! ધર્મ વિના ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ શક્ય નથી જ. માટે હે ચિત્ત! તું ધર્મને સમર્પિત થઈ જા! ધર્મથી જ બધા સારા વાના થશે. ધર્મના પ્રભાવથી જ તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે!'' અહીં આત્મપ્રબોધ શાસ્ત્ર જે જણાવે છે તે જોઈએ ઃ— પુત્રનો અર્થી પોતાનો પતિ નાગસારથી સુલસાને જ્યારે જણાવે છે, “સુલસા! તું મારા બીજા શરીરતુલ્ય છે-જીવનતુલ્ય છે. માટે દેવતાઓની માનતા માનીને તું જ પુત્રને જન્મ આપ’ મહાસતી પરમસંવેગવાન સમકિતી સુંદર ગુણવાતી સુલસા આનો જે જવાબ આપે છે તે ખાસ મનનીય છે. સુલસા કહે, “વાંછિત સિદ્ધિ માટે પ્રાણાન્તે પણ હું અન્ય (જૈન ધર્મથી જુદા મિથ્યાત્વી) દેવી-દેવતાઓના સમૂહની મન-વચન-કાયાથી ઉપાસના નહીં કરું, ‘હે સ્વામિનાથ! આપણા ઇષ્ટની (પુત્રપ્રાપ્તિની) સિદ્ધિ માટે આરાધના કરવા યોગ્ય અને અચિંત્ય મહિમાના ભંડાર એવા અરિહંત દેવોની હું ઉપાસના કરીશ તથા આયંબિલ વગેરે તપસ્યા દ્વારા મારા શરીરને પાવન કરતી (સદાચારિણી) હું વિશેષ ધર્મ કૃત્યોને આરાધીશ.” (હા સમ્યગ્દષ્ટ આત્મા ઇહલૌકિક Jain Education Intemational પ્રયોજનની સિદ્ધિ માટે મિથ્યાત્વી દેવ-દેવીની ઉપાસના ન કરે, બીજી પાપ પ્રવૃત્તિઓ ન કરતાં શ્રી જિનદેવ અને એમના વચનની જ આરાધના કરે, એમાં શું આશ્ચર્ય? કશું જ નહીં) ૪૦૩ આ પ્રકારે ધર્મમાં દૃઢ નિર્ણયવાળી તેણીએ ધર્મ જ વધાર્યો. પ્રસન્નચિત્તવાળી બનીને તેણી ઉત્તમ દ્રવ્યોથી સવિશેષ ત્રિકાળ જિનપૂજા કરવા લાગી, સંઘની–સદ્ગુરુઓની અધિક ઉલ્લાસથી ભક્તિસેવા, બ્રહ્મચર્યવ્રતનું પાલન, ભૂમિસંથારો અને આયંબિલ વગેરે તપ શરૂ કરી દીધા. હા! ધર્મજનને મન પ્રાધાન્યનેનૈવ સર્વત્ર સનત્વમ્ ધર્મ ‘ધર્મની પ્રાધાન્યતાથી જ બધે સફળતા મળે છે.'' આ વાત બરાબર બેસી ગઈ હોય છે. એક દિવસે પોતાને આંગણે મુનિ ભગવંતના દર્શન થયાં. જંગમતીર્થ સ્વરૂપ નિષ્પાપ એમને જોઈ સુલસા આનંદિવભોર બની ગઈ. સાધુએ બીમારીના નામે લક્ષપાક તેલની જરૂરિયાત બતાવી. સુલસાના ઘરમાં મૂલ્યવાન આ તેલના ત્રણ ઘડાઓ હતા. ભાવ-ભક્તિ-શ્રદ્ધાથી એણી તેલ વહોરાવવા તત્પર બની, પણ ત્રણે ઘોડાઓ હાથમાંથી છટકી નીચે પડ્યા, ફૂટી ગયા, તેલ નીચે ઢોળાઈ ગયું. મૂલ્યવાન ઘડાઓ ભલે ફૂટ્યા, પણ સાધુદાનની એણીની ભાવના હગિજ ને જ ફૂટી (ખંડિત ન થઈ), ઊલટાની અધિકાધિક બળવત્તા પામી. આવનાર સાધુ નહોતા પણ સાધુવેશધારી દેવ હતા. શક્રેન્દ્રની સભામાં શક્રેન્દ્રે ખુદે સુલસાના અદ્ભુત સત્ત્વગુણની પ્રશંસા કરી. સુરેન્દ્રના સેનાધિપતિ હરિણૈગમેષી દેવે મુનિનું રૂપ ધારણ કરી સુલસાની તદ્વિષયક પરીક્ષા કરી. સુલસા એ પરીક્ષામાં સો ટકા ગુણાંકથી ઉત્તીર્ણ થઈ. હા! “ગીરુઆના ગુણ ગીરુઆ ગાવે''! સુલસાના આ મહાન સુંદર ગુણથી પ્રસન્ન થયેલા હરિણૈગમેષી દેવે સુલસાને વરદાન માગવા કહ્યું. ગુણની ગરિમાવાળી, ઉદાત્તચિત્તવાળી સુલસા હસીને બોલી, “સુરેન્દ્રના સેનાધિપતિ! અવધિજ્ઞાનથી જગતના ભાવોને જાણનારા, મોટી શક્તિવાળા તમો શું મારા મનોરથ (પુત્રરત્નની પ્રાપ્તિ ના જ તો) નથી જાણતા?” દેવે સુલસાના મનોગત ભાવોને જાણી લીધા. એણે હસીને સુલસાને બત્રીશ ગોળીઓ આપી અને જણાવ્યું, દેવિ! દિવ્ય પ્રભાવશાળી આ ગોળીઓ ક્રમશઃ એક-એક ખાજો! એનાથી તમને બત્રીશ પુત્રો થશે, હવે હું જાઉં છું, જ્યારે પણ કામ પડે મારું સ્મરણ કરજો.” ખરું જ છે, “દેવ-ગુરુ આદિ પૂજ્યોની પૂજાપૂર્વક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy