________________
૪૦૨
ગુણો–સ્વરૂપ યાદ આવે છે એમને માટે પ્રભુનું નામ પણ ભાવતીર્થંકર જેટલું જ ઉપકારી બને એ વાત કોણ વિચારવંત નહીં સ્વીકારે ? સાચો ચોર જો ડર પેદા કરી શકે છે તો ‘ચોર આવ્યો!' એવા શબ્દો પણ ડર પેદા કરી શકે છે, એ વાત અનુભવ સિદ્ધ છે. સુવાવડી બાઈને ભાવરૂપે બાબલો જો આનંદપ્રદ બને છે, તો ‘બાબો જન્મ્યો' એવા શબ્દો પણ આનંદપ્રદ બને જ છે ને? બેન્ક વગેરેના લેવડ-દેવડના વ્યવહારમાં ભાવ–વ્યક્તિ કરતાં પણ એની નામરૂપે રહેલી સહી (Signature) ખાસ કાર્યસાધક બને છે. મન્ત્રપદોથી જો દેવતાને સમીપમાં લાવી શકાય છે તો નામના જાપથી તીર્થંકરોને મનમાં લાવી શકાય છે જ.
જેવું નામનું છે તેવું જ સ્થાપના જિનેશ્વરનું મહત્ત્વ સમજી શકાય છે. પિતાજી તરફના પૂજ્યભાવને લીધે પિતાજીનો ફોટો પણ પિતાજીના ઉપકારો-ગુણો-જીવન-સ્વરૂપ વગેરેના સ્મરણ દ્વારા ભાવ–પિતાજી જેટલો જ વિનયગુણ પ્રાપક બની શકતો હોય છે. માટીમાંથી બનાવેલ પ્રતિમા–સ્થાપનારૂપે રહેલા દ્રોણાચાર્યે ભાવ દ્રોણાચાર્ય જેટલો જ ભીલ એકલવ્યને લાભ કરેલો જ એ વાત આધ્યાત્મિક દુનિયામાં સુપ્રસિદ્ધ છે. ક્રોસરૂપે, મસ્જિદ-કબરરૂપે, ગુરુસમાધિ-પગલિયારૂપે, રાષ્ટ્રીય-ધાર્મિક ધ્વજ આદિરૂપે, મુદ્રારૂપે અરે! આઇડેન્ટિટી કાર્ડને ફોટા આદિરૂપે સ્થાપનાનિક્ષેપો ભાવનિક્ષેપો જેટલા જ ઉપયોગપ્રદ સ્વીકારાય છે જ ને? બ્લૂ-ફિલ્મ, હોરર ફિલ્મના દૃશ્યોની ભયંકરતા આખું જગત અનુભવી રહ્યું જ છે ને! જો પાંચસો રૂપિયાની ચલણી નોટ, ૫૦૦ રૂપિયાના ચલણી સિક્કા જેટલી જ ફળપ્રદાયક હોય તો બન્નેની સાઈઝ-કલર-વજન-ચકચકાટ વગેરેના ફેરફારમાં અટવાઈ જવામાં બુદ્ધિમતા કેટલી? યાદ રહે : જિનવરની પ્રતિમા જિનસરખી સુખદાય.
ભાવ–જિનેશ્વરપણા પહેલાની દ્રવ્ય તીર્થંકરની અવસ્થામાં રહેલા શ્રી તીર્થંકર ભગવંતોના જીવો દા.ત. ચ્યવન વખતના– જન્મ વખતના—દીક્ષા વખતના અને સિદ્ધાવસ્થામાં રહેલા એ પૂજ્યોનો આત્મા નામસ્મરણ આદિ દ્વારા ઉપકારક બને જ છે એ વાતમાં કોણ સુજ્ઞ આનાકાની કરે? યુવરાજમાં પણ રાજાનો, ઘીમાં પણ આયુષ્યનો, દવામાં પણ જીવનનો વ્યવહાર જગત કરતું જ હોય છે. બનતું પણ બનેલું, કરાતું પણ કરેલું, જતું પણ પહોંચેલું એવો વ્યવહાર શું નકામો ગણાય છે? જ્યારે પણ કેરી પ્રાપ્ત થશે ત્યારે આંબાના છોડ આદિમાંથી થશે-આંબલીના ઝાડમાંથી નહીં જ.
Jain Education Intemational
જિન શાસનનાં
જગતના તમામ પદાર્થોને લાગુ પડતું આ નામસ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ચાર નિક્ષેપાનું તાત્ત્વિક સ્વરૂપ વિવેકીએ વિસ્તારથી ખાસ સમજવા જેવું છે.
જેહથી તરીએ તે તીથ રે' એ શાસ્ત્રોક્તિથી જો ભાવ તીર્થંકર ભવોદધિતારક છે તો એ જ પ્રભુના નામ સ્થાપના–દ્રવ્ય નિક્ષેપા પણ આત્મિક લાભપ્રદ છે જ અને એથી તીરથ છે જ. ફલમિત્થપહાણં બુહાણું-ડાહ્યા માણસો ‘ફળને જ પ્રધાન ગણે છે.' એ ન્યાયે ભાવનિક્ષેપાની જેમ દ્રવ્ય નિક્ષેપે–નામનિક્ષેપે-સ્થાપનાનિક્ષેપે રહેલા જિનેશ્વર દેવ શુભ ફળ પ્રદાયી સમજવા જ રહ્યા. શુદ્ધ સમકિતીને પ્રભુની પ્રતિમા પ્રકૃષ્ટ શુદ્ધ અધ્યવસાયની સામગ્રી સ્વરૂપે દીસે છે.
સમકતી જયણાવંત પણ હોય જ છે. ખૂબી તો એ છે કે ખુદ જિનપ્રતિમા હોય, જૈન સાધુ હોય, જૈન પર્વો હોય, જૈન શાસ્ત્રો હોય અરે જૈન તીર્થો હોય પણ જો એ જૈનેતરોના કબજામાં હોય, બીજાઓ એનો પોતાની રીતે યોગ–ઉપયોગ કરતા હોય, જૈનશાસનની રીતિ-નીતિ પ્રમાણે તેનો ઉપયોગ થઈ શકે એમ ન હોય તો સમિતી તેને પણ વંદન—નમન–દાન– અનુપ્રદાન આદિ ન કરવાની જયણાવાળો હોય છે. સમકિતનો આલાવો એને જયણા શીખવતો હોય છે. તે આ પ્રમાણે :
“નો મે કલ્પઇ અજ્જપ્પભિઈ અન્નઉત્થિયદેવયાઈ વા અનઉત્થિય પરિગ્ગહિઆણિ વા અરિહંત ચેઈયાણં વંદિત્તએ વા'' ઇત્યાદિ. યાદ રહે પરમાત્માના ચારે નિક્ષેપોનો યોગ ભવ્યત્વની નિશ્ચિતતાનો બોધક બને છે. સમકિતસ્વરૂપ સુંદર ગુણરત્નની પ્રાપ્તિ માત્ર ભવ્યજીવોને થાય છે, જેમ કે : તીર્થંકરદેવના હસ્તે દીક્ષિત વ્યક્તિ ભવ્ય હોય છે. તીર્થંકરદેવને સાંવત્સરિક દાનનો કરનારો ભવ્ય હોય છે. અરિહંતદેવ અને
એમના પ્રતિમાજીની પૂજામાં વપરાતા જળ-ચંદન-ધૂપ-દીપફળ આદિમાં જીવરૂપે રહેલા એકેન્દ્રિય જીવોમાં ભવ્યત્વ હોય છે. તીર્થંકરોને પ્રવ્રજ્યા સ્વીકારવાની વિનંતી કરવાનો જેમનો શાશ્વત આચાર છે તે લોકાન્તિક દેવોમાં ભવ્યત્વ હોય છે. યથાયોગ્ય ચારે નિક્ષેપામાં રહેલા અરિહંતદેવની ભાવથી–
ભક્તિથી શ્રદ્ધાથી સેવા કરનાર જીવમાં ભવ્યત્વ હોય છે.
અહીં પરમ સમકિતવતી જિનવચનભાવિતમતી સુલસાનું દૃષ્ટાંત ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. તે આ પ્રમાણે :—
For Private & Personal Use Only
www.jainelibrary.org