SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો આજેય ૧૫૦ લહીયાઓ શ્રુતરક્ષાના કાર્યમાં જોડાયા છે દોષિત ભાસિત થતી હોય, પણ શ્રુતજ્ઞાન જો એ ગોચરીને નિર્દોષ જણાવતું હોય, તો શ્રુતજ્ઞાનનો અભિપ્રાય જ માન્ય ગણાય. આ અપેક્ષાથી કેવળજ્ઞાન કરતાંય શ્રુતજ્ઞાનનું વધુ મહત્ત્વ સિદ્ધ થઈ શકે છે. જ્યાં સુધી શાસનનું અસ્તિત્વ હોય, ત્યાં સુધી કેવળજ્ઞાનનું અસ્તિત્વ સંભવી શકતું નથી, જ્યારે શ્રુતજ્ઞાનનું આવું અસ્તિત્વ સો ટકા હોઈ શકે છે, જ્યાં સુધી શ્રુતજ્ઞાનનું અસ્તિત્વ, ત્યાં સુધી જ શાસનનું અસ્તિત્વ, એકબીજાનું આવું સહઅસ્તિત્વ સ્વતઃસિદ્ધ હોવાની અપેક્ષાએ શ્રુત એ જ શાસન અને શાસન એ જ શ્રુત, એમ પણ કહી શકાય. જૈન શાસનમાં ‘શ્રુત’સર્વાધાર છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યની ગેરહાજરીમાં ‘શ્રુત’ દીપક છે. સૂર્યાસ્ત થયા બાદ ઘરમાં ઘેરાયેલા–છવાયેલા અંધકારને દૂર કરવા માટે ‘દીપક’ સિવાય કોઈ સહારો હોતો નથી. આ ‘દીપક'ને સતત ઝળહળતો રાખવા માટે એમાં ‘ઘી' પૂરતાં રહેવું પડે, ઘી જો ખલાસ થઈ જાય તો દીપક ઓલવાઈ જાય ને ઘરમાં અંધકાર છવાઈ જાય. આજના સમયમાં આ શ્રુતદીપક તરફ મોટા ભાગના જૈનસંઘની નજર જતી નથી. શ્રુતદીપકના અજવાળામાં કામ કરી લેવું સારું છે, પણ એના કરતાં વધુ મહત્ત્વનું તો એ છે કે શ્રુતદીપકનું અજવાળું વધું લાંબું કેમ ટકે? એવું આયોજન કરવું. આજે સર્વત્ર શ્રુતદીપક દ્વારા દર્શિત કર્તવ્યો કરવા માટે ચતુર્વિધ સંઘ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સૌ તત્પર હોય, એમ Jain Education International ૩૮૩ જોવા મળે છે. માટે જ સાતક્ષેત્રોમાંના ‘જિનાગમ’ સિવાયના ક્ષેત્રોમાં જ દાનની ગંગા મોટી માત્રામાં વહેતી જોવા મળે છે. પરંતુ સૌથી વધુ ઉપેક્ષિત ક્ષેત્ર તરીકે ‘જિનાગમ' હોય એવી હાલત દેખાતા ખૂબ ખૂબ ચિંતિત બની જવાય એમ છે. શાસ્ત્ર-શ્રુતમાં બતાવેલું જ કરવાથી શાસનની પૂરેપૂરી વફાદારી અદા કરી ન ગણાય, આ ઉપરાંત શ્રુતને બચાવવા માટે પણ જે કંઈપણ યોગ્ય હોય, એ થાય, ત્યારે શાસનની વફાદારી બરાબર અદા કરી ગણાય. જો માત્ર શ્રુતમાં બતાવેલું જ કરવા જઈશું ને શ્રુત નાશ પામશે, તેની ઉપેક્ષા કરીશું, તો તે સાચી ધાર્મિકતા, સાચી વફાદારી નહીં ગણાય. ખરેખર તો દીવાના પ્રકાશમાં જોવા ઉપરાંત દીવાના પ્રકાશને જીવતો રાખવાનું કાર્ય ઘણું વધુ મહત્ત્વનું છે. આ થઈ શ્રુતરક્ષા માટેની ભૂમિકા. હવે શ્રુત અંગેની અશ્રુતપૂર્વ કેટલી વાતો-વિગતો વિચારીએ. ૨૫૦૦ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જેટલો ઝડપભેર ધ્રુવિનાશ થયો છે, તે જોતાં સાડા અઢાર હજાર વર્ષ સુધી શ્રુતને ટકાવવું ખૂબ જ મુશ્કેલ જણાય, તો નવાઈ નહીં. કાળક્રમે જે શ્રુત નાશ પામે, તેમાં તો માનવ લાચાર છે. જેમ કે ૧૪ પૂર્વનો ક્ષયોપશમ એટલે ધારણાશક્તિ નાશ પામી, તે કાળનો પ્રભાવ માની શકાય. ૧૦ પૂર્વનો ક્ષયોપશમ નાશ પામ્યો તે પણ કાળનો પ્રભાવ માની શકાય. પણ વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્ય ભગવંતોએ ભેગા મળીને શ્રુતને બચાવવા માટે વાચના કરી અને જે સઘળું શ્રુત પુસ્તકારૂઢ કર્યું, તેનો જે ઝડપભેર વિનાશ થયો અને થઈ રહ્યો છે, તેને કાળનો પ્રભાવ કેમ માની શકાય? એમાં તો આપણી બેદરકારીને એટલે કાળજીના અભાવને જ મુખ્ય કારણ માનવું જોઈએ. લાખો ધર્મગ્રંથોને વિધર્મીઓએ આગમાં ખાખ કર્યાં. લાખો ધર્મગ્રંથોને અંગ્રેજોએ પરદેશ ભેગાં કર્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy