SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જૈન કર્મતત્ત્વમીમાંસા તત્ત્વમીમાંસા એટલે જ મૂળ તત્ત્વની મીમાંસા. અહીં કર્મનો વિચાર ઉપલક અને એકાંગી દૃષ્ટિથી નહીં કરતાં તત્ત્વદૃષ્ટિથી કરવાનો ઉપક્રમ છે. જૈન ધર્મ અને દર્શનની ભૂમિકા મુખ્ય હોવા છતાં વિશેષ સ્પષ્ટતા માટે ઐતિહાસિક અને તુલનાત્મક સંદર્ભ ઉપયોગી માનવામાં આવ્યા છે. કર્મ એટલે શું ? જૈન તત્ત્વદૃષ્ટિ અનુસાર કર્મનો સામાન્ય અર્થ છે ક્રિયા અથવા પ્રવૃત્તિ. બીજા વિશેષ અર્થ પ્રમાણે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદ્ગલો જીવ તરફ આકર્ષાઈને તેને વળગે છે તે પુદ્ગલ પણ કર્મ કહેવાય છે. આમ કર્મ પુદ્ગલરૂપ એટલે દ્રવ્યરૂપ પણ છે. આ પ્રકારે કર્મની વ્યાખ્યા ‘પ્રમાણનય તત્ત્વાલોક'માં આપેલી છે. હવે અહીં એવો પ્રશ્ન ઉદ્ભવી શકે કે, કર્મ મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. આ પરિસ્થિતિમાં કર્મ આત્મા સાથે શી રીતે જોડાઈ શકે ? તેનો ઉત્તર એમ કહીને આપવામાં આવ્યો છે કે સંસારી આત્મા નિરપેક્ષપણે અમૂર્ત નથી. જીવ અને કર્મનો સંબંધ અનાદિકાલીન છે, આથી જીવ કેટલેક અંશે મૂર્ત છે આથી આ સંબંધ શક્ય છે. જીવ પોતાની મન–વચન-કાયાની પ્રવૃત્તિથી આ કર્મ પુદ્ગલોને પોતાના તરફ આકર્ષતો રહે છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્યકારણ ભાવને નજર સમક્ષ રાખી પુદ્ગલકર્મને દ્રવ્યકર્મ અને રાગદ્વેષ આદિ કર્મને ભાવરૂપકર્મ કહેવામાં આવે છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ છૂટી જાય છે, ત્યારે જીવ મોક્ષની કેવલી સ્થિતિ પ્રાપ્ત કરે છે. આમ આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં સાન્ત છે. કર્મ સિદ્ધાન્ત ત્રિકાલસ્પર્શી સિદ્ધાન્ત છે કર્મનો સિદ્ધાન્ત દીર્ઘદૃષ્ટિનો સાર્વત્રિક સિદ્ધાન્ત છે. તે ત્રણે કાળને સ્પર્શે છે. વળી તે વૈયક્તિક, કૌટુમ્બિક, સામાજિક કે વિશ્વસંબંધી જવાબદારીઓ અને વ્યવસ્થાની પરિપક્વ સમજ પૂરી પાડે છે. કર્મ એ કારણ છે અને સુખદુઃખરૂપી ફળ એ તેનું જીવસાપેક્ષ પરિણામ છે. આ પાયાની ધારણા જેટલી આનુમાનિક છે એટલી સત્યસિદ્ધ-પરંપરાપ્રાપ્ત આનુદાર્શનિક પણ છે. જેમ કે Jain Education International જિન શાસનનાં ઋગ્વેદકાલીન ૠતનો ખ્યાલ વૈશ્વિક નિયમ તરીકે કર્મને જ માન્યતા આપે છે અને જૈન સાહિત્યમાં બધા અંગો અને પૂર્વોને ભગવાન મહાવીરની સર્વજ્ઞવાણીનું સાક્ષાત્ફળ ગણવામાં આવ્યું છે. શબ્દરૂપે નહીં તો છેવટે ભાવરૂપે. કર્મસિદ્ધાન્તની સ્વીકાર્યતા માટેની દલીલ જીવોમાં જુદી જુદી જાતનાં શરીરો, શક્તિઓ અને સ્વભાવો જોવા મળે છે. આ વૈચિત્ર્યનું કારણ હોવું જોઈએ. વળી વિશ્વના જીવોનાં જાતિ, આયુ અને ભોગ (સુખદુઃખના અનુભવ)માં વૈષમ્ય છે. આ બધાનો ખુલાસો આજના આનુવંશના કે વાતાવરણના કારણો વડે કરી શકાતો નથી. એક જ માબાપના સમાન પરિસ્થિતિમાં ઉછરેલા જોડીયા બાળકોમાં જણાતા ભેદનો ખુલાસો પૂર્વજન્મમાં કરેલા કર્મો અને તેની અસરો માન્યા વિના થઈ શકે નહિ. માનવજીવનને જ ધ્યાનમાં લઈ વિચારતા કેટલાક બાળકો નાનપણથી પ્રતિભા સંપન્ન જોવા મળે છે, સંગીત, કલા કે ગણિત વગેરે માટે જરૂરી અસાધારણ બુદ્ધિ સ્મૃતિ અને સ્ફુરણાની શક્તિ વર્ષોની સાધનાના અંતે વિરલ વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે છે તે તદ્દન બાલ્યાવસ્થામાં પ્રગટતી જોવા મળે તો તેની પાછળ આ જન્મનું નહીં, પૂર્વ જન્મનું કારણ રહેલું માનવું પડે છે. કેટલીક વ્યક્તિઓ અમુક સ્થળ-કાળ-પ્રસંગ પ્રાપ્ત થતાં પૂર્વ જન્મની સ્મૃતિ તાજી થયાના કિસ્સા અવારનવાર જાહેર થતાં જોવા મળે છે. એ પણ દર્શાવે છે કે જન્મ પૂર્વે એવું કોઈ અસ્તિત્વ છે જેનું અનુસંધાન પછીના જન્મમાં જળવાઈ રહે છે. જાતિસ્મરણ એ એક પ્રકારની યોગસાધનાની પ્રક્રિયા છે જે દ્વારા કોઈપણ વ્યક્તિ પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કર્મસિદ્ધાન્તની ગૃહીત ધારણા કર્મસિદ્ધાન્ત ત્યારે જ સુસંગત બને છે જ્યારે જીવઆત્માને જડથી જુદું તત્ત્વ માનવામાં આવે અને આ જન્મ પછીના જન્મમાં તેનું સાતત્ય ચાલુ રહેતું માનવામાં આવે. હિન્દુધર્મના બધા જ દર્શનો કર્મ પુનર્જન્મવાદી છે. બૌદ્ધધર્મમાં પણ પુનર્જન્મનો સ્વીકાર થયેલો છે. આ બધા સાથે જૈન ધર્મને ઘણું સામ્ય હોવા છતાં મહત્ત્વની વિશેષતા પણ જૈન ધર્મ ધરાવે છે. જૈનકર્મતત્ત્વમીમાંસાની વિશેષતા : જૈનધર્મમાં દરેક કર્મની બધ્યમાન, સત્ અને ઉદીયમાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy