________________
ઝળહળતાં નક્ષત્રો
જૅન કર્મતત્ત્વમીમાંસા
કર્મનો તાત્ત્વિક મૂળગામી અભ્યાસ એટલે કર્મફળનો સિદ્ધાન્ત જૈન ધર્મની દૃષ્ટિએ કર્મના દ્વિવિધ અર્થનો વિચાર, દ્રવ્યરૂપ-ભાવરૂપકર્મ. ત્રિકાલસ્પર્શી કર્મ વિચાર–વેદોમાં ૠતના અર્થમાં વિચાર–મહાવીર સ્વામીની સર્વજ્ઞવાણીના ફળરૂપ શાસ્ત્રવચનનો આધાર, કર્મસિદ્ધાન્તની સ્વીકૃતિનો આધાર-અર્થાત પ્રમાણો.
કર્મ સિદ્ધાન્તની ગૃહીત ધારણા-૧. આત્મ-ચૈતન્યનો સ્વીકાર ૨. જન્માન્તરમાં આત્મતત્ત્વનું સાતત્ય. જૈન કર્મસિદ્ધાન્તની વિશેષતા-આસવ, સંવર, નિર્જરાની વિચારણા–કર્મના પ્રકાર, મોક્ષ વિચાર.
393
નિયામકરૂપે ઇશ્વરનો ઇન્કાર–જીવ જ્યારે તમામ કર્માવરણ મુક્ત થાય ત્યારે ઈશ્વરતુલ્ય બને છે. પ્રત્યેક જીવમાં ઈશ્વર બનવાની ક્ષમતા છે. કર્મ સિદ્ધાન્ત નિયતિવાદી નથી તેમ સ્વચ્છંદતાનો પુરસ્કર્તા પણ નથી. ફળથી મુક્ત થવાતું નથી. ફળ પ્રતિ મુક્ત થવાય છે.
—ડૉ. મુકુન્દ કોટેચા
આ લેખની રજૂઆત કરનાર મુકુન્દરાય દુર્લભજી કોટેચા, અમરેલી જિલ્લાના મોટા સમઢિયાળા ગામના વતની છે. જન્મ તા. ૨૬ જુલાઈ, ૧૯૪૫.
૧૯૬૨ એસ.એસ.સી. અને ૧૯૬૬ તત્ત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગમાં પ્રથમ, ૧૯૬૮ એમ.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગ સાથે ૧૯૭૮ મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ’ ગુજ. યુનિ. દ્વારા પીએચ.ડી. એનાયત. ૧૯૬૭થી ૧૯૭૩ એમ.એન. કોલેજ વિસનગરમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૭૩થી ૨૦૦૫ એમ.પી. શાહ આર્ટ્સ-સાયન્સ કૉલેજ સુરેન્દ્રનગરમાં વ્યાખ્યાતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એસ.વી.પી. યુનિ. મુલાકાતી પી.જી. વિભાગમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા-પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક-બોર્ડ ઑફ સ્ટડીમાં ચેરમેન-૨૦૦૫ સુધી.
પુસ્તક પ્રકાશન :-‘મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ' પુસ્તક ને સાહિત્ય અકાદમીના ૧૯૮૦ના વર્ષનું પારિતોષક પ્રાપ્ત. ગુજ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા :-ભારતીય સંસ્કૃતિની તાત્ત્વિક ભૂમિકા', ‘બર્ટ્રાન્ડ રસેલનું તત્ત્વજ્ઞાન’, ‘જગતના વિદ્યમાન ધર્મ' વગેરેનું પ્રકાશન.
સ્વપ્નિલ પ્રકાશન દ્વારા : રેડિયો ટોક ને રત્નકણિકાઓનું પ્રકાશન-પ્રભાતી પારિજાત', ‘મહર્ષિ વિનોબાની આધ્યાત્મિક જીવદૃષ્ટિ’, ‘મનન’, ‘સ્ફુરણ’, ‘અધ્યાત્મના આરાધકો’, ‘તાત્ત્વિક નિબંધમાળા’, ‘પ્રારંભિક તત્ત્વચિંતન’ઉપરાંત ‘પાશ્ચાત્ય તત્ત્વચિંતન’નું પ્રકાશન.
વિવિધ શોધપેપર લેખન :-અધિવેશનમાં વાચન-પઠન-નૈતિકતા–વૈયક્તિક અને સામાજિક–બિન સાંપ્રદાયિકતા એટલે ધર્મ વિરોધતા નહીં-બર્ટ્રાન્ડ રસેલ-રહસ્યવાદ વિશેના વિચારોની સમાલોચના–જે કૃષ્ણમૂર્તિની સત્યતત્ત્વ મીમાંસા–મહર્ષિ રમણનું ભારતીય રહસ્યવાદમાં પ્રદાન-શ્રમણ બ્રાહ્મણ પરંપરા, પંડિત સુખલાલજીની અધ્યાત્મ વિચારણા, શ્રીકૃષ્ણનું જીવનદર્શન.
Jain Education International
ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદમાં ચાર વર્ષ માટે મંત્રી. તત્ત્વલોક ૨૦૦૪થી પ્રમુખ, તા. ૩૦-૯-૨૦૦૫થી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ—આત્મ-સંશોધન.
—સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org