________________
ચિતન-મનન -ચિતના
વીતરાગના વિશિષ્ટ શાસનને તો પામી ગયો, પણ તે પછી રત્નત્રયીની આરાધનામાં પ્રગતિ તે કેટલી અને
કેવી તેનું સરવૈયું સદાય કાઢતા રહેવું, સરવાળા માંડતા રહેવા ખાસ જરૂરી છે. ૨. સત્ય હમેશા સાપેક્ષ હોય છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી તેની પરિભાષા પલટતી રહે છે, માટે હંમેશા સત્યના
ગ્રાહી બનવું, પણ સત્યાગ્રહી કે કદાગ્રહી બનવામાં અસત્યો વચ્ચે અટવાવા જેવું થશે. સાધકે પોતાને મળેલ શક્તિ સ્વકલ્યાણ હેતુ તપ-ત્યાગમાં ખર્ચવી તેવી જિનાજ્ઞા છે, તેમ ન કરતાં સ્વનું ખોઈ પરકલ્યાણમાં સીધા જ પડી જનાર વહેલાં વૃદ્ધ બની જાય છે, મરણ અસમાધિમય બની શકે છે. જિનશાસન એટલે હીરાની ગુપ્ત ખાણ, તેમાંથી વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી જેટલી પણ અવનવી વ્યક્તિઓના
પરિચય થાય તે ઓછા છે. ચતુર્વિધ શ્રી સંઘ ૨૫ મા તીર્થંકર પદે છે. ૫. આજે તો પુસ્તકના પુસ્તકો છપાય છે, લખાય છે પણ ભાગ્યે જ ક્યાંય પૂરા વંચાય છે. વિચિત્ર અને વિકૃત
વિચારો પણ તેમાં પીરસાય છે, જ્યારે ખરા પુસ્તકો તો છે મહાપુરુષના જીવન ચરિત્રો. ૬. જેમ ઘરમાં આવી રહેલો કચરો દેખાતો નથી, પણ ઝાડું મારતા સૂપડીમાં ભેગો થયેલો જરૂર દેખાય છે તેમ રાગ
અને દ્વેષ થકી આશ્રવ કરતો કર્મકચરો દેખાતો નથી, પણ બિમારી-લાચારી-મૃત્યુ વગેરે રૂપે જરૂર દેખાય છે. ૭. પશુ-પંખીઓ માનવીથી ડરી-ગભરાઈ માન જાળવે, વનસ્પતિઓ કપાઈ-ટાઈને માણસોનું સન્માન જાળવે, તો |
સૌના માન-સન્માનથી ગર્વિલો બનેલ માનવ પોતાના વડીલો-વ્હાલાઓનું માન કેમ ન જાળવી શકે? ૮. તપના તપારા વગર કર્મોના કાટમાળ તે કઈ રીતે ઉલેચાય? જ્યાં તપ છે, ત્યાં પત નથી, અને જ્યાં પત
પતન નથી ત્યાં સંચમ ઉત્થાનની ઉડાન દેખી શકાય છે જીવનને તપ-ત્યાગથી તૃપ્ત કરવું. ૯. નકારાત્મક વલણોને ભેદવા નવકારની આરાધના શ્રેષ્ઠ ઉપાય છે, કારણોમાં તેમાં બિરાજતા પંચ-પરમેષ્ઠીઓ
હકારાત્મક વલણોને કારણે સાધક અથવા સિદ્ધ બની ગયા છે. નવકાર થકી ભવપાર છે. ૧૦. સુખના સાધનો સાથે રહેનારો ગૃહસ્થ જેટલો સુખી નથી, તેથી તો અનેકગણા સુખી સુખ-સાધનો વગરના
સાધકો સ્વયંની સાધના થકી છે. હકીકતમાં સાધનાને વધુ પડતા સાધનો જ બાધના બને છે. ૧૧. એકલા જ જન્મ્યા અને એકલા જ જવાના, તો વચલા જીવનકાળમાં પણ એવું જીવવું કે કોઈની પણ આશા
અપેક્ષા વગર એકાકી રહી શકાય, છતાંય અકળામણો ન થાય, તે પણ એક જીવન કળા જ છે. ૧૨. કોઈક લોકો મોક્ષે ગયેલા વીતરાગ ભગવાન પાસે એટલી અપેક્ષા રાખે છે કે જાણે પ્રભુ હાલ જીવતા હોય,
જ્યારે કોઈક પરમાત્માના જ જીવીત સાધુઓની એવી ઉપેક્ષા કરતા હોય છે કે જાણે તેઓ કાળધર્મ પામ્યા
હોય.
૧૩. અનેક પ્રકારના મતાંતરો, વિખવાદો સર્વજ્ઞ પ્રભુના અભાવે અને દુષમકાળના પ્રભાવે ઉદ્ભવી શકે તે સમયે
પ્રતિકાર હેતુ આક્રમક ન બનતા, સમાધાનકારી વલણ જે અપનાવે તે ચિરકાળની શાંતિ જોઈ શકે. ૧૪. અનંતા ભવોમાં અનંતી પ્રકારના પુરુષાર્થ અને પરાક્રમો કર્યા, ચક્રવર્તી જેવા ભવો પણ થયા હશે, છતાંય
એકવાર પણ મોક્ષ પુરુષાર્થ માટે પરાક્રમ નથી થયો તેથી જ ભવભ્રમણ વ્યવસ્થિત ચાલે છે. ૧૫. સમયનો વેડફાડ તે જીવનનો દુર્વ્યય છે. સમયનો સદુપયોગ તે જીવનની સફળતા છે. માટે જ તો ભગવાન
મહાવીર વિનીત ગૌતમને વારંવાર કહેતા હતા, હે ગીતમાં સમયમાત્રનો પ્રમાદ ન કરીશ. ૧૬. લક્ષ્મીના આવાગમનનો કોઈ ભરોસો નહિ, પણ દેવી લક્ષ્મી જ્યાં મુક્તમના દાનધર્મનો ભરોસો દેખાય ત્યાં
જ ગમનાગમન કરે છે અને આવેલી લક્ષ્મી પણ ભરોસાપાત્રને ત્યાં જ વિરામ કરે છે. ૧૦. રાત્રિ પછી જેમ દિવસ અવસ્થંભાવી છે, તેમ નિરાશાની નિશા હંમેશા અચિરંજીવી હોય છે, તે પળો વીતી ગયા
પછી આશા અને અરમાનોના આસમાની કિરણો જીવન અવકાશને પ્રકાશિત કરતા હોય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org