________________
ઝળહળતાં નક્ષત્રો
એ ત્રણ અવસ્થાઓ માનેલી છે. જૈનેતર દર્શનોમાં પણ કર્મની આ અવસ્થાઓનું વર્ણન છે. એમાં બધ્યમાન કર્મને ક્રિયમાણ, સત્કર્મને સંચિત અને ઉદીયમાનને પ્રારબ્ધ કહેલ છે. આસ્રવ-સંવર-નિર્જરા ઃ—
કર્મનું જીવભણી આવવાનું-આસ્રવનું કારણ છે મનવચન-કાયાની પ્રવૃત્તિ. ઉમાસ્વાતિ મહારાજ બંધના કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે પરંતુ આ પાંચમાં કષાય જ મુખ્ય છે.
કર્મના મૂળભૂત આઠ પ્રકારો છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અન્તરાય.
નિર્જરાનો ખાસ ઉપાય તપ છે. તપના બે પ્રકાર છે– બાહ્યતપ અને આંતરતપ. તપથી સંવર પણ સધાય છે.
નિયામક ઈશ્વરનો ઇન્કાર ઃ
મોટાભાગના ઈશ્વરવાદી ધર્મો સૃષ્ટિના સ્રષ્ટા અને નિયંતા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરે છે. પરંતુ કર્મ પ્રધાન જૈન દર્શન સૃષ્ટિની ઉત્પત્તિના કારણ રૂપે ઈશ્વરને નથી માનતું. જૈન કર્મવાદનું માનવું છે કે જેવી રીતે જીવ કર્મમાં સ્વતંત્ર છે, એ જ રીતે એના ફળને ભોગવવામાં પણ સ્વતંત્ર છે. વળી સૃષ્ટિ
અનાદિ અને અનંત હોવાથી ઈશ્વરના આધિપત્યની આવશ્યકતા રહેતી નથી.
પ્રત્યેક જીવમાં ઈશ્વરત્વ પ્રગટાવવાની ક્ષમતાનો સ્વીકારઃ
ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન છે તો પછી તેમની વચ્ચે ભેદ શું છે ? જૈન વિચારણા પ્રમાણે જીવની બધી જ શક્તિઓ આવરણોથી ઘેરાયેલી છે અને ઈશ્વરની ઘેરાયેલી નથી. જ્યારે જીવ પોતાના આવરણો દૂર કરી નાખે છે ત્યારે એની બધી શક્તિઓ પૂર્ણરૂપે ખીલી ઊઠે છે. પછી જીવ-ઈશ્વર વચ્ચે ભેદ રહેતો નથી. આથી બધાય જીવ ઈશ્વરત્વને પ્રગટાવી શકે તેવી ક્ષમતાવાળા છે. આ નિષ્કર્ષ મહદ્ અંશે યોગદર્શનને અનુરૂપ જોવા મળે છે.
બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ. તે ક્રિયાનું નામ છે સંવર અને લાગેલા કર્મોને ખેરવી નાખવાં જોઈએ. તેનું નામ છે
ઉપર્યુક્ત વિરોધી છાવણી આત્યંતિક દૃષ્ટિથી પોતાના આગ્રહો રજૂ કરતો હોવાથી સમજ કરતાં ગેરસમજ ફેલાવનાર જણાય છે. વાસ્તવમાં પ્રત્યેક જીવને કર્મના ફળરૂપે શરીર, મન અને સંયોગોની પ્રાપ્તિ થાય છે તે ખરું હોવા છતાં એ જ ફળપ્રાપ્ત સાધનની મર્યાદામાં રહી નવા કર્મ કરવાનું સ્વાતંત્ર્ય
નિર્જરા. સંવરના ઉપાય તરીકે અહીં વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, તેનું પોતીકું હોવાથી પ્રાપ્ત વિકલ્પો વચ્ચે પસંદગી કરી શકે છે.
અનુપ્રેક્ષા, પરીષહજ્ય, ચારિત્ર્ય અને તપની સાધના દર્શાવી છે.
પસંદગીનું સ્વાતંત્ર્ય એ જ કર્મનું સ્વાતંત્ર્ય છે. જેનો અહીં વિરોધ તો નથી ઉલટાનો તર્કસંગત સ્વીકાર છે.
Jain Education Intemational
394
કર્મસિદ્ધાન્ત વિરુદ્ધના આક્ષેપ અને તેનો પરિહાર :
ભારતીય દરેક દર્શન અને ધર્મનો સર્વસામાન્ય એવો આ કર્મનો સિદ્ધાન્ત છે એ હકીકતનો સ્વીકાર કરવામાં આવતો હોવા છતાં વ્યવહાર જીવનમાં આ સિદ્ધાન્તની અસરો સંબંધી બે વિરોધી મતો અસ્તિત્વમાં આવ્યા હોવાનું જોવા મળે છે. (૧) આ સિદ્ધાન્ત માનવસ્વાતંત્ર્યનો વિરોધી સિદ્ધાન્ત હોવાથી સ્વીકારવા યોગ્ય નથી અને બીજો મત (૨) આ સિદ્ધાન્ત ખરા અર્થમાં પુરુષાર્થવાદી અને આખરી મુક્તિનો પ્રદાતા હોવાથી સ્વીકારવા યોગ્ય છે.
વળી જો કર્મ નિશ્ચિત ફળ આપતું જ ન હોત તો શું ક્યારેય પણ વ્યક્તિ ખાતરીપૂર્વક સારાં કર્મ કરવા અને માઠાં કર્મથી દૂર રહેવા પ્રેરાત ખરી? જો અગ્નિથી દાહકતા ન થતી હોત અને બરફથી શીતલતા નિશ્ચિતરૂપે પ્રાપ્ત નિશ્ચિતપણે ન મળતી હોત તો જેમ તેના પરત્વે જે વ્યવહાર ચોક્કસપણે કરી શકાય છે તે કરી શકાત ખરો? એ જ રીતે સારાં કર્મ નિશ્ચિત રીતે સારાં ફળ ન આપતાં હોય તો કોઈ
વ્યક્તિ તેમ કરવાનું પસંદ કરે ખરી? ન જ કરે. આથી કર્મ અને ફળ વચ્ચે નિશ્ચિત સંબંધ છે તેમાં તેની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય પણ કર્મના કરનારના આંતરિક અનુભવની બાબત છે. આથી અહીં નિયતિવાદ અનિવાર્ય બનતો નથી.
બીજો મત કે જે પુરુષાર્થવાદી છે તે પણ નિરપેક્ષ સ્વાતંત્ર્યની અપેક્ષા રાખી શકે તેમ નથી. કારણ કે એકવાર જે કર્મ કરવામાં આવે છે તેના ફળથી વ્યક્તિ બચી શકતી નથી. તેમણે ફળ ભોગવ્યે જ છૂટકો છે. માત્ર તે ભોગવતી વખતે મનઃસ્થિતિ કેવી રાખવી-જ્ઞાનદૃષ્ટિવાળી કે અજ્ઞાનદૃષ્ટિવાળી તે બાબતમાં સ્વાતંત્ર્ય સિદ્ધ કરી શકે છે. આમ જ્ઞાનદૃષ્ટિથી વ્યક્તિ
સુખદુઃખથી છૂટી ભલે ન શકે પણ તેના પરત્વે તટસ્થ બની શકે છે. આવી તટસ્થતા એ જ જીવનમુક્તની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org