________________
૩૪૦
૧૯૯૧થી અધ્યાપક તરીકેની સેવાઓ જાણીતી છે. એમ.ફીલ. અને પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે રહીને ૧૪ વિદ્યાર્થીઓને એમ.ફીલ. અને પાંચ વિદ્યાર્થીઓને પીએચ.ડી.નું કામ સરળતાથી પૂરું કરાવ્યું.
સંશોધન પ્રવૃત્તિના પણ પૂરા રસીઆ. યુ.જી.સી. (પૂના) માયનોર રીસર્ચ પ્રોજેક્ટ ૨૦૦૫માં પૂર્ણ કર્યું. ૨૦૧૦-૧૧ માયનોર રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરાવી તેમનું સંશોધનકાર્ય અવિરતપણે જ ચાલું જ છે.
જિન શાસનનાં
ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલ સેમિનારો, પરિસંવાદો, જ્ઞાનસત્રો, શિબિરો અને વર્કશોપમાં સંશોધન પેપરોનું સફળ વાંચન કર્યું. ઉપરાંત રીસોર્ચ પર્સન તરીકેની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી. ઇતિહાસને લગતા પંદર જેટલા સંશોધન લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયા. ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી ‘ઇતિ-મન’ નામનું અભ્યાસપૂર્ણ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ‘ઈતિ-મંથન’ હાલ પ્રેસમાં છે. ઉત્તર ગુજરાતની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે પણ સુંદર સેવા આપી રહ્યા છે. જૈનધર્મના વિવિધ અનુષ્ઠાનોમાં અને ધર્મકાર્યોમાં વિશેષ સમય આપી રહ્યા છે. હમણાં ૨૦૧૧ના જાન્યુઆરીમાં પાલનપુરથી તારંગાજીના છ'રીપાલિત યાત્રાસંઘમાં આગેવાન કાર્યકર તરીકે તેમનું યોગદાન પ્રશંસાપાત્ર બન્યું. સાધુ-સાધ્વીઓની વેયાવચ્ચમાં પણ તેમનું મન હિલોળે ચઢતું હોય છે. ધર્મપ્રેમી પરીખ સાહેબના કાર્યોની ભારોભાર અનુમોદના.
—સંપાદક
ગુજરાતમાં જૈનધર્મનો સારો એવો વિકાસ મધ્યકાળમાં થયો. આ સમયના રાજવીઓએ પાટણને રાજધાની બનાવીને પોતાના સામ્રાજ્યનો ફેલાવો થાય તેવા પ્રયાસો કર્યા હતા. ચાવડા, સોલંકી, વાઘેલાવંશના શાસકો મોટે ભાગે હિન્દુ ધર્મી હોવા છતાંયે જૈન આચાર્યોના સહવાસ અને સંપર્કથી જૈન ધર્મના કાર્યો વધારે કર્યા. ગુજરાતના મોટાભાગના તીર્થસ્થળો આ સમયના રાજવીઓ અને મંત્રીશ્વરોની ઉદાર ધાર્મિક નીતિને કારણે બંધાયા. ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થો શત્રુંજય (પાલીતાણા), ગિરનાર, ખંભાત, ધોળકા, તારંગા, પાટણમાં સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ જૈન દેરાસરો તે સમયની યશોગાથા ગાતા હાલ મોજૂદ છે. સોલંકી—વાઘેલા વહીવટીતંત્રમાં જૈન મંત્રીઓનો સિંહફાળો રહ્યો હતો. મુંજાલ મહેતા, દામોદર મહેતા, ઉદયન મહેતા, વસ્તુપાલ—તેજપાલ વગેરે જૈન મંત્રીઓએ અનેક જગ્યાએ જૈન સ્થાપત્યો રચ્યાં, સમરાવ્યાં હતાં. રાજનો અને મંત્રીશ્વરોએ કરેલ જૈન ધર્મની સેવાઓને કારણે ગુજરાતમાં જૈન ધર્મ ફુલ્યો ફાલ્યો અને સ્થિર બન્યો. રાજવીઓની અહિંસક નીતિને લીધે ગુજરાતની પ્રજા અહિંસક બની છે એમ જરૂરથી કહી શકાય. માનવપ્રેમ, પશુપ્રેમ, દયાભાવ, અહિંસા વગેરે ભાવો આ સમયે વધારે પ્રસારિત થયા. અહીં સોલંકી—વાઘેલા વંશ રાજવીઓ અને મંત્રીશ્વરોએ કરેલ જૈનધર્મની સેવાઓને રજૂ કરવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે.
Jain Education Intemational
ગુજરાતના રાજવીઓ અને જૈનધર્મ
વનરાજ ચાવડા અને શ્રી શીલગુણસૂરિ :—સમકાલીન સાહિત્યમાંથી જાણવા મળે છે કે વનરાજનો જન્મ વનમાં થયો હતો. ચાવડા વંશના સ્થાપક અને આ વંશમાં સૌથી લાંબા સમય સુધી રાજ્ય કરનાર વનરાજ પર આચાર્ય શિલગુણસૂરિનો સંપૂર્ણ પ્રભાવ હતો. આચાર્યશ્રીએ વનરાજના ઉછેરની અને ભરણપોષણની જવાબદારી સ્વીકારી હતી. વનમાં પસાર થતાં આચાર્યની નજર બાળક વનરાજ પર પડી. બાળકના સામુદ્રીક ચિહ્નો જોઈને તે રાજા થશે અને જૈન ધર્મનો પ્રભાવક થશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. તેમણે માતા પાસેથી બાળક માગીને જૈન ધર્મના સંસ્કારો આપવાનું શરૂ કર્યું. બાળક આઠ વર્ષનો થતાં તેને ઉંદર વડે દેવની પ્રજા સામગ્રીનો થતો નાશ
અટકાવવાનું કામ સોંપ્યું. પરંતુ આ બાળકે તો પુજાની સામગ્રી બચાવવા ઉંદરોનો નાશ કરતાં, જૈનધર્મની વિરુદ્ધની પ્રવૃત્તિ (હિંસાની પ્રવૃત્તિ) જોઈને તેને તેની માતાને પાછો સોંપ્યો હતો. આ વાત ‘પ્રબંધચિંતામણી'માં દર્શાવી છે. આમ, વનરાજને સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય આચાર્ય શિલગુણસૂરિએ કર્યું હતું. વનરાજે જ્યારે પાટણની ગાદી મેળવી ત્યારે આચાર્યને પાટણમાં બોલાવીને રાજ્ય સમર્પિત કર્યું પરંતુ આચાર્યએ તેનો અસ્વીકાર કર્યો હતો. જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાને કારણે વનરાજે પંચાસરમાંથી પાર્શ્વનાથની મૂર્તિ પાટણ ખસેડી હતી. હાલ જે
For Private & Personal Use Only
www.jainelibrary.org