SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જિન શાસનનાં. નમી સિન્હાણું નમો ઉવજઝાયાણ નૉલો સલાWIઉંઝ મૃત્યુ સમયે મંત્ર પામ્યા, કંબલ-સંબલ દેવતા, સમડી મરી સુદર્શના બને, જે મહાસૂત્રને સુણતા; દેવલોક પામ્યો વાનરો, સ્વશબ્દોને જે વાંચતા, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૪ સુવર્ણસિદ્ધિ જે થકી થઈ, શિવને સ્મશાનમાં, ભીલને ભીલડી રાજા રાણી, મંત્રરાજના ધ્યાનમાં; પાપી અર્જુનમાળીને પણ લાવે સુદર્શન ભાનમાં, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૫ ગોપાલ બન્યો શેઠ સુદર્શન, માત્ર અરિહંત પદ થકી, પાંચ પદોને ભાવે પામી, કુંતી પામી પાંડુપતિ; પૂર્ણપદ મુનિરાજથી, રાજસિંહ બને પલિપતિ, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૬ મંત્રાક્ષરોથી રાયમહાબલ, યક્ષને પ્રતિબોધતો, શ્રાવક શ્રીમુખે પદને પામી, તસ્કર ગગને ઉડતો; દેવ બની દર્શન દેતો, ચારુદત્તને બોકડો, ચમકાર એ નવડારનો, નમસ્કાર કોટિ વંદના. 9 અડસિદ્ધિનો દાતાર છે, આઠકમને હણનાર જે, આઠકોડાધિક જાપથી, ભવત્રણમાં તારનાર એ; ભૂત ભાવિને સાંપ્રતકાળે, અનંતોનો ઉદ્ધાર તે, ચમકાર એ નવડારનો, નમસ્કાર કોટિ વંદના. ૮ નવલાખ જાપની વિધિશુદ્ધિ, દુર્ગતિનો નિવાર છે, ધર્મમાર્ગનો પ્રથમ પ્રવેશ, ચૌદ પૂરવનો સાર છે; વાંછા પૂરક મંત્ર શાશ્વત, જીવ સકલ આધાર છે, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૯ अनुमोदक : नवलरवा नवकारजाप आराधक मंडल-भारतवर्ष नमस्कार समो मंत्र:न भूतो न भविष्यति। નવકાર અનાદિ છે. (૧) ચમકાર એ નવકારનો મહામંત્ર નવકારારાધક : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) (રાગ : મંદિર છો મુક્તિતણા (દેશી) પરમેષ્ઠિ પંચ નમો નમો, વિખ્યાત શ્રેષ્ઠ જે વિશ્વમાં, ધર્મધારી દેવગુરુને, ભાવથી કરો અર્ચના; શણગાર જિનશાસનનો, દેવતા કરે ખમ્મા-ખમ્માં, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૧ ધરણેન્દ્ર ને પદ્માવતી, એકાવતારી છે જેહથી, પરમાત્મ પદ નયસારને, સુલભ થયો છે તેથી; અમર બને કુમાર અમર, મંત્ર-શ્રેષ્ઠના સ્નેહથી, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૨ નવપદમય નવકારથી, ગયો રોગ કોઢ ઉંબરતણો, મયણા રાણી મોક્ષે જાશે, પામશે શુભ યશ ઘણો; ઝેરી નાગ તે પુષ્પમાલા, જાપ જેમ શ્રીમતી ગણો, પકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. 3 આત્મરક્ષા કરનાર છે મહામંત્ર નવકાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy