________________
42
ઝળહળતાં નક્ષત્રો
આ સાથે પ્રકાશન પામી રહેલ ચાર પદ્મમય રચનાઓ પરમાત્માની ભક્તિ માટે ઇશારો કરી રહી છે. જેમ જાપમાં સૌથી સરળ જાપ છે મહામંત્ર નવકારનો તેમ આરાધનાઓમાં સાવ સરળ આરાધના છે પ્રભુ ભક્તિની. અનેક આત્માઓ ભગવદ્ ભક્તિથી જ આત્મશુદ્ધિ પામ્યા ને તરી ગયા છે, કારણ કે પરમાત્માની ભકિતને મુકિતની દૂતી કહેવામાં આવી છે.
૧) ચમકાર એ નવકારનો કાવ્યમાં નમસ્કાર મહામંત્રના ચમત્કાર પ્રસંગો કાવ્યમય ભાષામાં પીરસાયા છે. વાનગીઓ આરોગી ભાવ આરોગ્ય તંદુરસ્ત બનાવવા એ કવિતા મૂક સંદેશ આપે છે. અને દુનિયા આખીય ચમત્કારને નમસ્કાર કરે છે, જ્યારે જૈની મંત્ર નવકાર એ જ સ્વયં વૈશ્વિક ચમત્કાર જેવો
ભક્તિ પરમાત્માની-મસ્તી આત્માની
રચનાકાર ઃ ૫.પૂ. જયદર્શનવિજયજી (નેમિપ્રેમી)
૩૨૯
શાશ્વત મહામંત્ર છે, જેની રચના કરનાર કોઈ જ નહી, છતાંય અનાદિ-અનંતકાળ માટે સ્વયંસિદ્ધ છે. ૨) ક–કબૂતરનો ક અને ગ=ગધેડાનો ગ તેવું સ્કૂલમાં ભણતા બાળકોને ચિત્રો દેખાડી શીખડાવવામાં આવે છે અને તે જ નિર્દોષ બાળક ભણીગણીને મોટો થયા પછી વિષય-કષાય વશ-પરવશ બની માસુમતા ગુમાવી શકે છે, તેવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે ફરી પાછી આત્મશુદ્ધિ મેળવવા માટે બારાખડીના અક્ષરોને પસંદ કરી ભગવદ્ ભક્તિની રચના પ્રસ્તુત કરી રહ્યા છે કવિરાજ, મુનિરાજ પ.પૂ. જયદર્શનવિજયજી (નેમિપ્રેમી), જેમની આ રચના નવલખા નવકાર જાપ આરાધક મંડળના એકવીસ હજાર જેટલા
આરાધકોને માટે રચાણી છે.
Jain Education Intemational
૩) જંબુદ્રીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના આદિનાથ પરમાત્માથી લઈ ચોવીસમા તીર્થંકર મહાવીર પ્રભુની ભાવવાહી સ્તુતિઓ કબીરી હિન્દી ભાષામાં રચી કવિ મહાત્મા એક અનોખી કવિતા ‘પ્રભુની જયકારી દર્શન સ્તુતિ'ના નામે પાઠવી રહ્યા છે. ભાષા હિન્દી છે, પણ લિપિ ગુજરાતી અને દરેક તીર્થંકર ભગવંતોના નામ સ્મરણ માત્રથી કેવી શક્તિ પ્રગટી શકે છે, ક્યા ભગવાન પાસે શું માંગવું તેની આત્મદોષ દર્શન સાથે પ્રભુગુણ સ્મરણ કરાવતી પ્રત્યેક પંક્તિઓ પ્રસંગે–પ્રસંગે અવગાહવા જેવી છે. લેખકશ્રી તો સ્વયં તે ૨૭ સ્તુતિઓ ઉપરથી નવ-નવ કલાક પરમાત્મા ભક્તિનો ભાવવાહી કાર્યક્રમ પણ કરાવે છે. અરિહંત-ભક્તિના અનોખા પ્રકારને પ્રસ્તુત ગ્રંથમાં હાર્દિક ભાવો સાથે વધાવીએ છીએ.
૪) ક્ષમાપના તે તો પર્યુષણ મહાપર્વનો સાર છે, તે જ પ્રમાણે પ્રતિપક્ષે છદ્મસ્થ જીવોની થતી ભૂલોને ખમાવવા ક્ષમાપના તે રામબાણ ઉપાય પણ છે. અંગ્રેજીમાં પણ ઉક્તિ છે TO ERR IS HUMAN (નન્તતી વશ્વના માનવતા હૈં) તેમ ગુજરાતીમાં પણ સુક્તિ છે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર. નાની નજીવી સ્ખલનાઓની તરત માફી માગી લેતા, વેર-વિરોધ ટળી જાય છે. ક્ષમો-ક્ષમો=મોક્ષ-મોક્ષ નામનું એ કાવ્ય જીવનને ઉન્નત બનાવવા સચોટ ઉપાયો આપતું કાવ્ય છે. તે સાથે લેખક મહોદય પ્રસ્તુત ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ કરી રહ્યા છે.
ચારેય કાવ્ય રચનાઓ સાક્ષરોને સમર્પિત છે, ખાસ અવગાહવા જેવી પણ.
For Private & Personal Use Only
—સંપાદક
www.jainelibrary.org