SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ ઝળહળતાં નક્ષત્રો. ત્રિકાળ જિનપૂજક રાજા વિક્રમાદિત્ય આચાર્યદેવશ્રી સિદ્ધસેનદિવાકર સૂ. મ.શ્રીએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી. એ રચનાથી મહાકાળતીર્થના અલંકારસ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભ.ના સુંદર ભવ્ય પ્રતિમાજી પ્રગટ થયા. રાજા વિક્રમાદિત્ય આ જિનેશ્વરની ભાવથી–ભક્તિથીશ્રદ્ધાથી ત્રિકાળપૂજા કરતા હતા. રાજા એકવાર હસ્તી સવારી પર નિકળેલા. એમણે ભૂમિ પર શાલિના દાણા જોયા. રાજાએ નીચે ઊતરી ધાન્યને માથે લગાડ્યું. આ જોઈ ધાન્યની અધિષ્ઠાયકદેવી સંતુષ્ઠ થઈ. રાજાને વરદાન માંગવા જણાવ્યું. પરગજુ રાજાએ દુબળા લોકોની અનુકમ્પાથી “માળવા દેશમાં કદાપિ દુર્મિક્ષ ન પડો” એવું માગ્યું. દેવીએ યાવશ્ચન્દ્ર દિવાકર સુધી આપ્યું. આજે પણ દુર્મિક્ષમાં દુર્બળ લોકોનો આધાર માળવા દેશ છે. રાજાએ પૃથ્વીના લોકને ઋણ વગરના द्रव्यव्ययादिह नराः स्थिर संपदः स्युः पूज्या भवन्ति जगदीशमथार्चयन्ति। શત્રુંજયગિરિ સ્તવન શોભા શી કહું રે શેત્રુંજા તણી, જિહાં વસિયા છેપ્રથમ તીર્થંકરદેવજો, રૂડી રે રાયણ તળે ઋષભ સમોસર્યા, ચોસઠ સુરપતિ સાથે પ્રભુની સેવજો શોભા. ૧ નિરખ્યો રે નાભિરાયા કેરા પુત્રને, માતામરુદેવી કેરા નંદ જો; રૂડી રે વિનીતાનગરીનો ધણી, મુખડું સોહીએ શરદપૂનમનો ચંદ જો શોભા. ૨ નિરખો રે નારી કંથને વિનવે, પિયૂડા મુજને પાલીતાણા દેખાડ જો; એ ગિરિ પૂર્વ નવાણું સમોસર્યા, માટે મુજને આદીશ્વર ભેટાવ જો શોભા. ૩ મારે મન જાવાની ઘણી હોંશ છે, કયારે જાવું ને ક્યારે કરું દર્શન જો; *, મદદ કરી જો નાની કાર કરી છે, કે તે તા : છે ! * કુમારપાળ મહારાજાએ શત્રુંજયતીર્થ પરના શ્રી આદિનાથ ભગવાનની એક કરોડ ચમ્પકોથી પૂજા કરેલી. “છ'રી શું છે? છ'રી પાળવા પૂર્વક શ્રી તીર્થયાત્રા કરવાથી મહાન આત્મિક લાભ થાય છે. આ “છ'રી શું છે? જેના છેડે “રી’ આવે એવી છ આરાધનાઓ સાધકે કરવાની હોય છે યથા (૧) એક આહારી, (૨) ભૂમિ સંથારકકારી, (૩) પાદચારી, (૪) શુદ્ધસમ્યકત્વધારી, (૫) સર્વરચિત્તઆહારપરિહારી, (૬) બ્રહ્મચારી અન્યત્ર શુદ્ધ સમ્યકત્વધારીની જગ્યાએ બે વખત આવશ્યક ( પ્રતિક્રમણીકારી પણ આવે છે.] તીર્થયાત્રાથી શું લાભ? શત્રુંજય-ગિરનાર આદિ તીર્થની યાત્રા કરતા યાત્રિકોની રજથી આત્મા કર્મજ રહિત બને છે; તીર્થોને વિશે જે ભવ્યો બ્રમણ કરે છે તેનું ભવભ્રમણ અટકી જાય છે; તીર્થોની યાત્રાને ઉદ્દેશીને જે ધન વ્યય કરાય છે તેથી ભવ્યો સ્થિર સંપત્તિવાળા બને છે અને તીર્થ પર રહેલા જગદીશની જેઓ પૂજા કરે છે તેઓ ખુદ જગપૂજ્ય બની જાય છે... કહ્યું છે કે :– श्रीतीर्थपान्थरजसा विरजी भवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति। ની ' આ છે પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિવર પાલીતાણા જિ. ભાવનગર (ગુજરાત) લાખો કરોડો શ્રદ્ધાળુ તીર્થભક્તનું આસ્થાધામ. અહીં કાંકરે કાંકરે અનંત આત્મા મોક્ષે ગયા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy