SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જૈનમુનિની સંયમ- સાધનાનું દ્રશ્ય નિમિત્ત હતું, પણ સાથે એકત્વ, અનિત્ય, અશુચિ ભાવના પણ જાગી ઉઠી હતી, તેથી કેવળી બની ગયા. (B) મિરાજા દાહજ્વરમાં સપડાયા, વૈદ્યોના ઉપચારો કામયાબ ન થયા, તે વખતે તો રાણીઓના કંકણનો અવાજ પણ સહન ન થતાં, એકત્વ ભાવનામાં ચઢી ગયા હતા. ભાવનાબળે જ રોગ થયા પછી ચારિત્રમાર્ગે જનાર તેમણે જે જવાબો ઇન્દ્રને આપ્યા છે, તે ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. (C) ગૃહસ્થદશામાં પણ આંખ અને દેહની વ્યાધિ વચ્ચે અશરણ, એકત્વ વગેરે ભાવવાની કળા અનાથી મુનિ પાસે હતી તેથી જ તો નાના નિમિત્તે, પ્રવ્રજ્યાના પાવન પંથે પહોંચી ગયા અને ત્યાં પણ તે જ ભાવનાબળે એકાકી સાધના છતાંય શ્રેણિક જેવા નાસ્તિકને ધર્મ આપી શકયા. (D) આ. હીરસૂરિજીની પાવનકારી નિશ્રામાં શિયાળાના દિવસોમાં સવારનું પ્રતિક્રમણ કરવા અનેક યુવાનો સિરોહી શહેરના ઉપાશ્રયે આવતા. એક યુવતી ગુરુદેવના વંદન કરવા આવી ત્યારે પોતાના જ પતિને પણ સાધુ સમજી વંદના કરી. અચાનક ખ્યાલ આવતાં ભૂલ સમજાણી. દીક્ષાની ભાવના જાણી અને સંસાર છોડી દીધો. કાયા રૂપાળી હોય તો જાણવું કે મુલાયમ થેલી છે, પણ ભીતરમાં વિષ્ટા અને કીડા વસે છે. ફક્ત બહારની ચામડી અંદર જાય અને અંદરના પદાર્થો બહાર આવી જાય પછીની અવદશા વિચારણીય છે. તે માટે સડી ગયેલા શ્વાન કે હોસ્પિટલના દર્દીઓના અંગોપાંગ વગેરેનું ચિંતન કરવું. જિન શાસનનાં (B) આ. નયશીલસૂરિજી જેવા પદવીધરે પોતાના જ વિદ્વાન શિષ્ય ઉપર ઇર્ષ્યા કરેલ તેના કારણે અશુભ કર્મોના બંધ થતા રહ્યા. વિદ્વાનશિષ્ય તરફ લોકોનું આકર્ષણ વધતું ચાલ્યું, જ્યારે ગુરુ પ્રમાદને વશ પડી કાળધર્મ પામી તે પછીના ભવમાં કાળા નાગરૂપે જન્મ પામ્યા. સત્ય જાણી શિષ્યો ચેતી ગયા હતા. Jain Education International (C) આજીવનના બ્રહ્મચારી સંન્યાસી ત્રિલોકનાથ પૂરા સો વરસની ઉમ્મરે પહોંચી ગયા હતા અને ગગનગામિની વિદ્યાથી હિમાલયથી ઢાકા અને ત્યાંથી પાછા હિમાલય પાછા વળી સાધના કરતા હતા પણ બંગનરેશની રાજપુત્રીની કમનીય કાયા દેખી લોભાયા અને ઉડ્ડયન શક્તિ નાશ પામી ગયેલ. (D) નવપરણિત હાડી રાણીને છોડી પતિ રાજા એક રૂપવંતી દાસીના સાથે વિલાસમાં ફસાયા જાણી હાડી રાણી કમકમી ઉઠી. પાછળથી તેણી પાસે આવેલ રાજા સાથે વાર્તાલાપ પણ ટાળી દઈને આજીવન શીલવંતી રહી. રાજાના મૃત્યુ સમયે ખોળામાં માથુ લઈ સતી હાડીએ પ્રાણ છોડી દીધા. વર્તમાન કાળમાં સમાચારપત્રો, ચલચિત્રો કે સંદેશ વ્યવહારથી મળતાં પ્રત્યેક દિનના સમાચારો પણ વૈરાગ્યમાં વધારો કરી શકે છે. પાયા: વિષયા: ટુઃરવમ્ કઈ રીતે તે જાણવા દુનિયાની સફર કરવી પડે તેમ નથી. (૧૪) ચોરાશી લાખ જીવયોનિના ચક્કર (CIRCUMFERENCE WITHIN EIGHTY FOUR LACS WOMB) : અહીંના અલ્પકાલીન સુખ પછી નારકીના ભવમાં પરમાધામી વગેરેના દુ:ખો, ત્રાસમય પરાધીનતાભર્યા એ અવતારો, મારણ, છેદણ, પીડન વગેરેથી સંસારના સમગ્ર જીવો ત્રસ્ત છે. કેટકેટલી વિરાધનાઓ અને ક્રૂરતાથી સંસાર વ્યવહાર ચાલી શકે છે તેનો ગંભીરતાથી અત્રે વિચાર કરવાનો છે. (૧૩) અશુભ ઘટનાઓ દ્વારા આત્મજાગૃતિ (SELF-AWAKENING THROUGH ILL INCIDENTS) :—દરેક માનવીને શુભ અને અશુભ ઘટનાઓનો સામનો કરવો પડે છે. પોતાના કે પાડોશીના પણ કુપ્રસંગોથી આત્મજાગરણ થઈ શકે છે. અન્યના જીવનમાં નડેલ દુર્ઘટનાઓના કારણે પણ પોતાની આત્મરક્ષા માટેના ઉપાયો સહજમાં મળી શકે છે. (A) પૂર્વભવના ભવદેવ મુનિએ જ્યારે બાર વરસ પૂર્વે આવી ગઈ, ત્યારે પણ અનામિકા બનેલી તે દરિદ્ર કન્યાને (A) લલિતાંગ અને સ્વયંપ્રભા બેઉ એકબીજા માટે મરી ફીટનારા દેવ-દેવીઓ હતા પણ દેવીઓના આયુ ઓછા હોવાથી ત્યાગેલી નાગિલાની વૈરાગ્ય વાણી બાર વરસ પછી સાંભળી પોતાની જાગી ગયેલી ભોગ-લાલસા સદા માટે દૂર કરી નાખી ત્યારે તે પુરુષાર્થથી બંધાયેલા કર્મોને કારણે છેલ્લા જંબુસ્વામીના ભવમાં આઠ કન્યાઓ સામેથી મળી હતી. ફરી પાછું નિયાણું કરાવી બીજી વાર તે જ દેવલોકમાં લલિતાંગે જન્મ અપાવેલ, અનેક ભવો સુધી તે પ્રણયો ચાલ્યા. (B) રૂપસેનનો જીવ ફક્ત રાજપુત્રી સુનંદાને સેવવાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy