SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો મનોવિકાર માત્રથી મૃત્યુ પામીને સાત-સાત ભવો સુધી ભટકતો રો. તેના ભવ જૈન મુનિથી જાણી સુનંદાએ સંસારવાસના છોડી દીક્ષા લીધી ત્યારે અવધિજ્ઞાની સુનંદા પાસેથી જ હાથીનો જીવ બોધ પામેલ હતો. (C) રાજા પર્વ રંગ-રાગવિલાસી હતો પણ જયારે એક જ્યોતિષ પાસેથી જાણવા મળ્યું કે ફક્ત ગણતરીના દિવસોમાં મૃત્યુ પામીને તે પોતાની જ રાણીના સ્નાનની ખાળમાં પચરંગી કીડો બનશે, તરત જ ચેતી ગયો હતો. ભવભ્રમણ અને દુર્ગતિથી ડરીને વિલાસવિમુખ બની ગયેલ. (D) રાજનતંકી વાસવદત્તાના વિલાસી આમંત્રણમાં લગીર પણ ન લેવાઈ, ઉપગુપ્ત નામના બૌદ્ધભિખ્ખુએ તેણીને ભાવિ અને ભવાંતર માટે ચેતવી પોતાનો વૈરાગ્ય છતો કરેલ. છતાંય જ્યારે વિલાસી વાસવદત્તાની કાયામાં વ્યાપેલા રોગથી તેણી ગામ બહાર મુકાણી, ત્યારે ઉપગુપ્તે જ સેવા બજાવી. તાત્ત્વિક વાત એ છે કે ચોરાશી લાખ જીવાયોનિમાં ૬૨ લાખ યોનિના ભવો તો નપુંસક અથવા સંમૂર્ત્તિમ જીવ તરીકેના હોય છે. ફક્ત ૪ લાખ દેવતા + ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌદ લાખ મનુષ્યોની જીવયોનિમાં અબ્રહ્મવાસના પ્રગટ હોય છે. (૧૫) આત્મતત્ત્વ વિચાર (PHILOSOPHY OF SELF THOUGHTS) : મોહની પ્રબળતા જ દેહમાં ઠી આત્માનું ભાન કરાવે છે, તેથી જ અજ્ઞાનીજન શરીર અને આત્માનો ભેદ નથી કરી શકતો. જેમ જેમ કર્મો પાતળા પડે છે તેમ તેમ આત્મા, કાયા, મન, ઇન્દ્રિયો વગેરેના ભેદો સમજાય છે. આત્મરમણતા સુધી જવા માટે આત્મશક્તિ જરૂરી છે, તે માટે આત્મચિંતન આવશ્યક ભૂમિકા છે. (A) ક્ષણપૂર્વે નેમિનાથજીના ધ્યાનમાં તલ્લીન હતા, પણ ગુફામાં પ્રવેશેલ રાજીમતી સાધ્વીને વરસાદથી ભીંજાયેલ અને પહેરેલા વસ્ત્રો સૂકવતી અવસ્થામાં દેખી નેમ ધ્યાનભંગ પામ્યા. કામેચ્છાને વશ સંસારી બનવાની રજૂઆત કરી, ત્યારે સતી રાજીમતીએ આત્મદર્શન કરાવવાથી બચી ગયા. (B) વસુમતી ચંદનબાળા પાસે આત્મવિચારણા હતી. સગી રાણી માતાના આત્મવિલોપન પછી પોતે પણ કૌશાંબીની બજારમાં વેશ્યાને ત્યાં વિક્રય થતાં બચીને ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં Jain Education International ૩૧૩ આવી ત્યારે યુવા તે કન્યાએ તેમને જ પાલક પિતા માની શીલ જાળવ્યું, તેથી દીક્ષા પછી કેવળી પણ બન્યા છે. (C) તામિલનાડુમાં જન્મેલ જૈનેતર સંત રમણ મહર્ષિની આત્મરમણતા, આત્મસમાધિ અને પરમ બ્રહ્મજ્ઞાન માટે ઐતિહાસિક નોંધ લેવામાં આવી છે. સ્વયં મહાત્મા ગાંધી અને રાજેન્દ્રબાબુ પણ તેમની બ્રહ્મસમાધિના સમાચારથી ભાવિત થયા હતા. ૬૧ વર્ષની ઉમ્મરે પદ્માસનમાં તેમણે પ્રાણ ત્યાગેલ. (D) રામકૃષ્ણ પરમહંસ પોતાની પત્ની શારદામણિને પણ સાથે જ રહેવા છતાં એક દેવી આત્મા રૂપે દેખતાં હતાં. માથુરબાબુએ વેશ્યા મોકલીને તેમના શીલવ્રતની પરીક્ષા કરેલ ત્યારે વેશ્યાના આત્મામાં પણ માતા કાલીનું સ્વરૂપ દેખાતું હતું, મૂળ કારણમાં પોતે આત્મજ્ઞાની બ્રહાયારી પુરુષ હતા. શાસની સારભૂત વાત એ છે કે “સૂસ યુતિનું વેસિ રચણ્", મૂર્ખાત્મા પોતાને જ નથી જાણતો, ઓળખતો. દુનિયા આખીયને જાણે, પણ પોતાના આત્માને ન પીછાને, તે કદીયે બ્રહ્મચર્ય સાધનામાં આગળ ધપી ન શકે કારણ બ્રહ્મચર્યનું બીજું નામ છે આત્મરમણતા. (૧૬) કામ-સ્નેહ અને દ્રષ્ટિરાગની પક્કડ (GRIP OF LUST, LOVE AND LIKING ATTACHMENTS) :-કામરાગમાં મુંઝાયેલ શ્રી કાયાના માંસ, હાડકા, ચરબી, ચામડી કે ગંદકીને નથી જોતો, પણ ફક્ત બાહ્ય રૂપ-રંગમાં મોહઘેલો થાય છે. ત્રણ પ્રકારના આ રાગમાંથી કામ રાગના કારણે લગ્ન થાય છે, સંસાર વધે છે અને દુઃખો વચ્ચે પણ જીવવું ગમે છે. (A) પોતાની પટ્ટરાણી પદ્માવતી ઉપરના કામરાગના પનારે પડેલ કુણિકે પોતાના બે ભાઈઓ હલ અને વિકલ પાસેથી ચાર દિવ્ય વસ્તુઓ મેળવવા જે યુદ્ધ ચેડા મામા સાથે કર્યું તેમાં એક કોડ અને એશી લાખ મનુષ્યો કપાઈ મર્યા. એક સ્ત્રીહઠમાં થયેલ નુકસાનીની તવારીખ કલંકિત બની હતી. (B) પટશ્રાવિકા બની આવી હતી બે વેશ્યાઓ પણ તેમની શુદ્ધ ધર્મક્રિયાઓ દેખી અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પણ સ્નેહરામાં આવી ગયા. વૈશ્યાને ત્યાં ભોજન લીધું, પણ તેનો નશો ચઢતાં પેનમાં આવી ગયા ત્યારે સ્નેહપાત્ર વેશ્યાઓએ શત્રુરાજા ચંઠપ્રદ્યોતને હવાલે અભયને કરી દીધેલ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy