________________
ઝળહળતાં નક્ષત્રો
આધારે થાય છે. સૂર્ય પૂર્વમાં જ શા માટે ઊગે છે, પશ્ચિમમાં કેમ નહીં? પક્ષીઓ જ કેમ ઊડી શકે છે? માનવી કેમ નહીં? ઘોડા, ગધેડાને ચાર પગ જ શા માટે, બે પગ કેમ નહીં? આ બધાનો જવાબ એ રીતે આપી શકાય કે પ્રકૃતિનો નિયમ અટલ છે. તેમાં ફેરફાર ન થાય અને થાય તો પ્રલય થઈ જાય. કોઈ વ્યવસ્થા જ ન રહે. આમ આ મતાનુસાર નિયતિ આગળ બીજા બધા જ સિદ્ધાંત તુચ્છ છે એમ તેઓ માને છે.
ભગવાન મહાવીરે આ એકાંતવાદના સંઘર્ષની સમસ્યાને ઊંડાણથી સમજીને તેના સમાધાનરૂપે સંસારની સમક્ષ એક સમન્વયની વાત મૂકી છે. જે વાત સંપૂર્ણતઃ સત્ય પર આધારિત છે. ભગવાન મહાવીરે જે સમન્વયવાદ મૂક્યો છે તે કઈ રીતે કાર્ય કરે છે તે જોઈએ તો—
* ભગવાન મહાવીરે આ પાંચેય મુખ્ય એકાંતવાદોના સંઘર્ષને ટાળવાના સમાધાનરૂપે સમન્વયવાદનું ચિંતન રજૂ કર્યું છે. આ વાદ મુજબ આગળ બતાવેલા પાંચેય વાદ પોતપોતાની રીતે બરાબર છે. પરંતુ કોઈપણ કાર્ય આ પાંચેય વાદોમાંના એક જ વાદથી થાય તેવું બનતું નથી. કદાચ એક વાદની મુખ્યતા હોઈ શકે. અર્થાત્ એક વાદનો હિસ્સો ૮૦% હોય તો બીજા ચાર વાદ ૨૦%માં આવી જતા હોય, પણ માત્ર એક જ વાદથી કાર્ય સિદ્ધ થતાં નથી. સંસારમાં જે કોઈ પણ કાર્યો થાય છે તે આ પાંચેયના સમન્વયથી થાય છે. કોઈ એક જ વાદ પોતાના બળ પર જ કાર્ય સિદ્ધ કરી શકે તેવું ન બની શકે. આથી જે વિચક્ષણ અને બુદ્ધિમાન મનુષ્યો છે તેમણે કોઈ એક જ વાદનો દુરાગ્રહ છોડીને બધાનો સમન્વય કરવો જોઈએ. સમન્વયવાદના ઉપયોગ વગર કાર્યની સિદ્ધિ માનવામા સંઘર્ષો જ પેદા થશે. સમન્વય વગર કાર્યની સફળતા સંભવી જ ન શકે. ભગવાન મહાવીરની આ વાતને આપણે તાર્કિક દૃષ્ટાંત દ્વારા સમજીએ તો—
એક માળી જ્યારે પોતાના બગીચામાં કેરીની ગોટલી વાવે ત્યારે એમ સમજી શકાય કે ગોટલાનો સ્વભાવ છે વૃક્ષ ઉત્પન્ન કરવાનો, કેરી ઉત્પન્ન કરવાનો. પરંતુ તે ટેં જો ગોટલાને રોપવાનો અને રોપ્યા પછી રક્ષણ કરવાનો જો પુરુષાર્થ ન કરીએ તો શું થાય? રોપ્યા પછી પણ તે બીજેત્રીજે દિવસે ઊગી નહીં જાય તેને ઊગવા માટે પૂરતો ટાઈમ જોઈશે અને તેના પર ફળ તો ત્રણ-ચાર વર્ષ પછી આવશે આમ નિશ્ચિત કાળ પણ તેમાં જરૂરી છે. વૃક્ષ ઊગ્યા પછી
-
Jain Education International.
૨૮૧
અને અમુક નિશ્ચિત સમય થયા પછી પણ જો શુભ કર્મ અનુકૂળ નહીં હોય તો તે ઝાડ પર ફળ નહીં પણ આવે, અથવા કદાચ એવું પણ બને ફળ આવ્યા બાદ તે ફળમાં જીવાત પડી જાય. અને એ રીતે બધું બરાબર પાર ઊતરી જાય તો આંબામાં કેરી આવવી એ તો પ્રકૃતિ છે નિયતિ છે, તેનો કોણ ઇન્કાર કરી શકે? આમ પાંચેય વાદનો સમન્વય આ કાર્ય સિદ્ધ કરવામાં દર્શાવ્યો છે. આ બાબત પરથી સમજી શકાય છે કે સમન્વયવાદ એ વસ્તુતઃ જગતને સત્યનો પ્રકાશ અર્પે છે. સમન્વયવાદના અભાવમાં સંઘર્ષ અને સમસ્યાઓ જ છે જ્યારે સમન્વયવાદથી સમાધાન અને સંવાદિતા જોવા મળે છે.
વિશ્વમાં આજે ચારેબાજુ સંઘર્ષ–સમસ્યાઓ–વેરઝેર– જડતા અને જીદ જોવા મળે છે. જેના કારણે કેટલાયે પ્રશ્નો ઊભા થાય છે. લીધી વાત કોઈ મૂકતું નથી. પોતાની વાતને સાચી મનાવવા આકાશ-પાતાળ એક કરે છે. જેને કારણે સર્જાય છે અનેક સમસ્યાઓ. સમન્વયવાદ દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકે તેમ છે કારણ કે તેનાથી થાય છે સમાધાન, સર્જાય છે સંવાદિતાનું વાતાવરણ. આ બધી બાબતોને જેમાં સ્થાન મળ્યું છે તે છે જૈન ધર્મ અને એટલે જ જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે, તેની ના કોણ કહી શકે? અરે! આખી યે દુનિયાના વિચક્ષણ વિદ્વાનો એટલે જ એમ માનતા થયા છે કે જૈન ધર્મ જેટલો સૂક્ષ્મ, ઊંડાણભર્યો, ગહન છતાં સરળ, જેનાથી આખાયે વિશ્વનું કલ્યાણ થઈ શકે તેવો ઊંચો ધર્મ એકેય આ દુનિયા પર નથી.
(૭) જૈન ધર્મ વિશ્વધર્મ છે-તે શા માટે વિશ્વધર્મ બન્યો તેની વિશેષતાઓ :—
જૈન ધર્મની અન્ય ધર્મોની સાથે તુલના કરીએ તો માત્ર જૈનો જ નહીં પરંતુ જૈનેતરો, બૌદ્ધિકો અને વિદ્વાનો પણ કબૂલે છે કે જૈન ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. વર્તમાન સમયમાં સંદેશાવ્યવહારના સાધનોમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે. જેને કારણે વિવિધ ધર્મોનો જુદા જુદા દેશોમાં પ્રચાર થાય છે. લોકો જુદા જુદા ધર્મોના પરિચયમાં આવી તેના વિવિધ તત્ત્વો વિષે જાણી લે છે અને પછી તુલનાત્મક અભિગમથી દરેક ધર્મોને જુએ છે. આવા તુલનાત્મક અભ્યાસો દ્વારા એ સાબિત થયું છે કે જૈન ધર્મ એ ખરેખર વધારે મૌલિક, સ્વતંત્ર, સુવ્યવસ્થિત, દીર્ઘદૃષ્ટિવાળો અને વિશ્વકલ્યાણની ભાવનાવાળો
For Private & Personal Use Only
www.jainelibrarv.org