________________
ઝળહળતાં નક્ષત્રો
E
*
*
સરકારથs
Find
4
. T
மே
Sજ
is bochoo64
Wws
||
સત્તાવીશ આરાધકોની...... )
પ્રસ્તુત લેખમાં ઉત્તમ આરાધકોની ભદ્રંકર ભાવનાઓનો સંસ્પર્શ માત્ર જ વાચકને વિચારકને સન્માર્ગે વાળવામાં અનન્ય પ્રેરણા આપી જાય તેમ છે. પૂજ્યશ્રીને વંદનાપૂર્વક અભિનંદન. જૈનધર્મમાં કર્મવાદની સચોટતા
કર્મ ઉપરની તાત્ત્વિક ચર્ચામાં વિશ્વભરમાં જૈનધર્મનો કોઈ જોટો નથી. કર્મવાદની સચોટતા, વૈજ્ઞાનિકતા તેને અનુરૂપ દષ્ટાંતો લેખના શણગારરૂપે છે. કર્મની વિસ્તૃત સમજ મેળવવામાં લેખ એક અજ્ઞાત માર્ગદર્શક બની શકે તેમ છે. બ્રહ્મચર્યની ૨૭ વિભાવનાઓ
પ્રસ્તુત લેખમાં પૂજ્યશ્રીએ બ્રહ્મચર્યનું ધાર્મિક મહત્ત્વ સ્પષ્ટ કરી જૈનધર્મમાં એનો અનોખો પ્રભાવ આ રીતે વ્યક્ત કર્યો છે.
देव-दाणव-गंधव्वा, जक्खरकखरस-किन्नरा | बभयारिं नमसंति, दुक्करं जे करंति તો બ્રહ્મચારીને તો દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો નમે છે કારણ આ દુષ્કર વ્રત છે! સંયમ-જીવનની ૨૭ સૂક્ષ્મતાઓ
પ્રભુ મહાવીર દીધા જૈનશાસનમાં તાત્ત્વિકતા, સત્ત્વશીલતા અને ધર્મ આરાધનાને જીવનમાં ઉતારનાર સાધુ-ભગવંતોની-ત્યાગી જીવનવીરોની લાક્ષણિકતાઓ સરસ રીતે રજૂ કરીને કેટલીક અતિસૂક્ષ્મ તાત્ત્વિકતા જગ સામે મૂકી છે. સાથે જ લેખનું ચિંતન જીવનને ઊર્ધ્વગતિ આપનારું છે. જૈન કથાઓમાં ચિત્રવિચિત્ર નિમિત્તોનો ઇતિહાસ
લેખમાં મુદ્દાઓ નાના પરંતુ એની અસર જીવન બદલી નાખવા સમર્થ છે. સાધુ વંદના. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવો, સજ્જન સંગતિ કે માનમુક્તિ, નાનાશાં નિમિત્તો ક્ષણમાં જીવનોદ્ધારક બની જાય છે અને મોક્ષમાર્ગ ચિન્ધી જાય છે. પ્રત્યેક ઘટના સહૃદયી વાચકસ્પર્શી બની જાય છે. નક્ષત્રોનું નવલું નજરાણું :
ગ્રંથનામ અનુરૂપ કાલ્પનિક છતાં આગવો પ્રભાવ ઉત્પન્ન કરનાર લેખ છે. હળવાશ છતાં અંદરથી ગાંભીર્યમલ્યા મુદ્દાઓ-પૂજ્યશ્રીની આગવી રજૂઆત કલા અને
લેખન શૈલીનો અનુભવ કરાવી જાય છે. Sઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org