SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જિન શાસનનાં B ૪: કોઇ TO છે. oooooooo60how (): : ( 1 પ્રક (આમુખ Mone# :: : ::ka GO %8000000 પ્રસ્તુત સંપાદન વિશે –ડો. પ્રો. પ્રહલાદ પટેલ Eadoods ) :: gogge વાર્તા : B પ્રસ્તુત ગ્રંથનાં સ્થૂળ રીતે બે વિભાગ સ્પષ્ટ વર્તાય છે. એક, જૈન સાધુ ળગીંતો આ લેખોનો અને બીજો ગુજરાતના અભ્યાસનિષ્ઠ સમર્થ વિદ્વાનોના લેખોનો પ્રથમ વિભાગમાં તો સાધુ ભગવંતોની જીવનભરની શ્રુતજ્ઞાન નિષ્ઠા ઉપરાંત સમગ્ર - જીવન ધર્મમય અને આચારનિષ્ઠા હોવાથી તથા ભગવાન મહાવીરનાં અવિહડ શ્રદ્ધા–આચરણ હોવાથી તવિષયક લેખોના વિષય અને ઊંડાણ બાબતે કશુંય અપૂર્ણ ન હોય એ સહજ વાત છે; જ્યારે બીજો વિભાગ પણ મોટે ભાગે સંશોધક, અધ્યાપક અને વિચારક વર્ગના લેખોનો છે તેમાં પણ જે તે વિષયને સ્પર્શવામાં અને સંશોધનાત્મક વિચારવંત સામગ્રીમાં કશીય ઉણપ નથી-તે સૌ અભિનંદનીય લેખો છે. કોઈપણ જાતની અતિશયોક્તિ વગર કહી શકાય કે સમગ્ર પ્રકાશન એક વિશિષ્ટ અને દૃષ્ટિવંત સંપાદન છે. સંપાદકશ્રી નંદલાલભાઈની પરિપક્વ, કૌશલ્યપૂર્ણ અને સાધત્ત નિરીક્ષણવૃત્તિ અને વિશાળ વિદ્રવર્ગના પરિચયનો સારો એવો લાભ લેવામાં તેમની કુશળતા જણાય છે. જીવનમાં છેવાડાના વર્ષોમાં તેમણે જૈનશાસનને આવું એક ઉત્તમ કક્ષાનું નજરાણું ભેટ ધરીને જીવતરની ધન્યતા પ્રાપ્ત કરી છે એમ કહું તો લેખે વાત માનવી જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં સમગ્ર જૈનશાસનના અનુયાયી અને ચાહક વર્ગ માટે હાથવગું સુવર્ણપાત્ર પ્રાપ્ત થયું છે, જેનું અધ્યયન કરવાથી સાચા શ્રાવક-શ્રાવિકાઓ તરીકે માતબર જીવન ઘડતર થઈ શકે તેવું ઘણું બધું પ્રાપ્ત થઈ શકે તેમ છે. કેટલાંય તત્ત્વો, દષ્ટાંતો, ઘટનાઓ અને ઐતિહાસિક રહસ્યો સામાન્ય રીતે સૌને વિદિત ન હોય તેવી ઊર્ધ્વગતિ પ્રેરક સામગ્રી અર્પી જાય છે. જીવનને ઉજમાળ બનાવવા સમર્થ સામગ્રી ગ્રંથના પાને પાને ખુલ્લી મુકાયાનો અનુભવ થાય છે. તમામ લેખો અંગે કશુંય લખવું, સ્થળ સંકોચની મર્યાદા સતાવી જાય છે! છતાં પણ કોઈક વિચિત્ર ચાપલ્યવૃત્તિથી કશુંક પણ ઉલ્લેખી જવાની મનોવૃત્તિ પર કાબૂ ધરાવી શકાતો નથી–બે અર્થમાં–અતિ આનંદથી અને “ગમતાનો કરીએ ગુલાલ'ની રીતે સૌને MAA અભિનંદવા-આવકારવાના અર્થમાં! છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy