SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પાછળ અનેક ગ્રંથોનો અભ્યાસ કરીને અને કેટલાંય લેખકોને આગ્રહભરી વિનંતી કરીને એમણે જુદા જુદા વિષયો પર લેખો લખાવ્યા છે. Th વર્તમાન સમયમાં જૈન સમાજ જ્ઞાનની બાબતમાં ઉદાસીન છે. એમાં પણ આવા દળદાર અને માહિતીપ્રદ ગ્રંથો વસાવવાની વાત તો દૂર રહી, પણ વાંચવાની ય બહુ ઓછાને ફૂરસદ હોય છે. આવા સમયે શ્રી નંદલાલભાઈ દેવલુકે એકલે હાથે આ કાર્ય કર્યું છે તેને માટે તેઓને આપીએ તેટલા અભિનંદન ઓછા છે. ‘જિનશાસનનાં ઝળહળતાં નક્ષત્રો' એ ગ્રંથને તેઓ પોતાનો અંતિમ ગ્રંથ’ કહે છે. અત્યાર સુધી કરેલા મહાપ્રયત્નોનો થાક પણ તેઓ અનુભવે છે. જૈન સમાજે આવી હૃદયના ઉત્સાહપૂર્ણ ઉલટથી અને નખશિખ પારદર્શક પ્રગાઢ ધર્મભાવનાથી કાર્ય કરનારી વ્યક્તિને જેટલી પોંખવી જોઈએ એટલી પોંખી નથી. હું તો આશા રાખું કે એમનો આ જ્ઞાનયજ્ઞ હજી પણ અવિરતપણે ચાલુ રહે. એમના ‘જિનશાસનનાં ઝળહળતાં નક્ષત્રો' ગ્રંથમાં એમણે ભિન્ન ભિન્ન વિષયના એકાવન લેખો સમાવિષ્ટ કર્યા છે. વિરાટ આકાશમાં જેમ જુદા જુદા તેજસ્વી તારક હોય, એમ એમણે ભિન્ન ભિન્ન વિષયો પર પૂજ્ય મહારાજ સાહેબ તથા શ્રાવકો અને શ્રાવિકાઓએ લખેલા લેખો મૂક્યા છે. આ લેખોને ક્રમસર ગોઠવીને એની સુંદર માળા ગૂંથી હોત તો વધુ પસંદ પડત. તેમ છતાં આ લેખો જૈનદર્શન, જૈન સાહિત્ય, જૈન તીર્થંકરો, સાધુ-સાધ્વીઓ, જૈન તીર્થો, જૈન શ્રેષ્ઠિઓ, જૈન ગ્રંથો, જૈનકળા, સ્થાપત્ય, ભૂગોળ, વિજ્ઞાન તથા જૈન સંગીત વિષે સામગ્રી આપે છે. એની સાથોસાથ જૈનદર્શનની મહત્ત્વની ભાવનાઓ તેમ જ કર્મવાદ, સમ્યગ્દર્શન, બ્રહ્મચર્યની વિભાવના, નીતિશાસ્ત્ર, નિશ્ચય અને વ્યવહારનો ભેદ તથા સંયમજીવનની સૂક્ષ્મતાઓ, શ્રમણોપાસકના છ દૈનિક કર્તવ્યો, શ્રાવકના વાર્ષિક કર્તવ્ય જેવા વિષયોને આવરીને જૈન દર્શન અને જૈન જીવનશૈલીના નિચોડને આપવાનો પ્રયત્ન કર્યો છે. આવું દળદાર પુસ્તક પ્રગટ કરવું એ પણ એક મોટું સાહસ છે. જો કે નંદલાલભાઈએ હંમેશા આવા પ્રકારનાં સાહસો કર્યા છે અને એમાં સફળતા મેળવી છે. સહુથી વધુ તો આજના સમયમાં અત્યંત વિરલ એવો એમનો આ વિધાપુરુષાર્થ, ધર્મપુરુષાર્થ અને જ્ઞાનપુરુષાર્થ પ્રેરક બની રહે તેવી આશા રાખું છું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy