________________
૨૦૦
ત્રણ દિવસ પછી બહાર કેમ આવી જવું તેની આમન્યા જણાવી.
જેવા શેઠ ભક્તામરની બીજી જ ગાથા બોલવા લાગ્યા, ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ ગઈ. યુક્તિ કરી દેવીએ પરેશાન કરતા રાજા ભોજને નાગપાશથી બાંધી દીધો અને તે બંધન કૂવામાં રહેલ શેઠ હેમરાજ જ છોડાવી શકશે, તેવી આકાશવાણી કરી અને ખરેખર હેમરાજ શેઠે ભક્તામર સ્તોત્રપાઠથી સિંચિત પાણી રાજા ભોજ ઉપર છાંટ્યું ત્યારે જ રાજા બંધનમુક્ત બન્યા. બસ ત્યારથી જૈનજગતમાં ભક્તામરસ્તોત્ર ચારેય ફિરકાઓને સમાનરૂપે ગ્રાહ્ય બની ગયું છે.
૧૬. શેઠ અમૃતલાલ મલુકચંદ
નિકટના સમયમાં થઈ ગયેલા અમૃતલાલ મલુકચંદ નામના જૈન શ્રેષ્ઠી, જેઓ માંડલ ગામના શેઠ તરીકે ઓળખાતા અને ધાર્મિકતા, નીડરતા, પરગજુતા તથા સદાચારિતાને કારણે આજુબાજુનાં ક્ષેત્રો ઉપર પણ પ્રભાવ પાથરનારા બન્યા હતા. પ્રસંગે–પ્રસંગે ઘોડી ઉપર બેસી શંખેશ્વર તીર્થની જાત્રા કરવા જનારા તેઓ અનેકવાર એક જ રસ્તે આવરો–જાવરો કરતા હતા પણ એક વખત નદીકિનારે જ ચાર લૂંટારાઓ ભેગા થઈ તેમને લૂંટવા ઘોડા ઉપર આવ્યા. ચાર જણાએ શેઠને પડકાર્યા ને બધુંય સુપ્રત કરી દઈ શેઠજીના દાગીના ઉતરાવી લેવા ધમકીઓ આપી.
શેઠ ગભરાયા, પણ તરત જ જાતને સંભાળી સ્વસ્થતા રાખી ચારેયને પૂછ્યું કે “આવી લૂંટફાટથી કેટલા દિવસો જીવાય? શા માટે આવું પાપકર્મ કરવાની લાચારી આવી?' ત્યારે એક બહારવટિયો બોલ્યો કે ઘરનાં બૈરાં-બાળકો માટે ખાવાના સાંસા છે તેથી મુસાફરોને લૂંટીએ છીએ.”
અમૃતલાલ શેઠે ચારેયને સો–સો રૂપિયાનું દાન અપાવવા બાહેંધરી આપી અને તેમાંથી ખેતી કરી બે પૈસા કમાઈ લેવા ભલામણ કરી. શેઠના સાચા ભાવની અસર થઈ અને બુકાનીધારી ચારેય દાન સ્વીકારવા તૈયાર થયા. તરત જ શેઠે પંચાસરની પેઢી ઉપર ચિઠ્ઠી લખી આપી અને એક જવાન રૂા. ચારસો રોકડા લઈને આવી ગયો. શેઠને રજા આપી પણ તેમનું નામ-સરનામું લૂંટારુઓએ જાણી લીધું.
તે જ રકમથી ખેતી કરતાં ખરેખર સારો પાક ઊતર્યો ને શેઠને યાદ કરી રકમ પાછી દેવા ગયા ત્યારે શેઠે તેમને
Jain Education Intemational
જિન શાસનનાં
ઓળખી લીધા પણ દાનની રકમ પાછી લેવાના બદલે ફક્ત એટલું જ કહ્યું કે ‘જેમ તમે આપેલ ચારસો રૂપિયાથી કમાણા ને લૂંટફાટ બંધ કરી છે, તેમ બીજા પણ ચાર લાચારોને સો-સો રૂપિયા આપી ખેતીના ધંધે ચઢાવો, તેમ ફરી રકમ ફેરવતાં રહી બીજાને પણ રકમ આપી સાચો રસ્તો દેખાડો. દાનની રકમ મારાથી પાછી ન લેવાય.'' અને ખરેખર તેમ થતાં તે સ્થાનમાં અનેક લોકો લૂંટફાટ વગર જીવવા લાગ્યાં.
૧૦. શેઠ અનોપચંદનું અનુપમ અવસાન
“ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું.”——આવા ભક્તિસભર સ્તવનની પંક્તિ અનેક વાર ગવાણી કે ગવાશે, પણ ખરેખર જિનાલયમાં, તીર્થમાં કે સાધુ-સંતોના સાંનિધ્યમાં કે ઓછામાં ઓછું નવકારસ્મરણ સાથેનું મરણ તો માંગ્યું પણ ન મળે અને જેને મળી જાય તે તો ધન્યભાગી બની જાય. વર્તમાન કાળમાં પણ તેવા અનેક પ્રસંગો બનતા સાંભળવા મળે છે કે છઠ્ઠું કરીને સાત જાત્રા પૂર્ણ થતાં જ સિદ્ધગિરિમાં દેવગતિ, શિખરજીની યાત્રા કરતાં પરલોક સફર, અથવા શંખેશ્વર તીર્થમાં પૂજા કરી ચૈત્યવંદન કરતાં-કરતાં આત્મા દિવંગત થઈ જવો વગેરે પ્રસંગો.
તેવો જ એક નાનો પણ નવલો પ્રસંગ બની ગયો નિકટના ભૂતકાળમાં. અંગ્રેજોના શાસનકાળ સમયે અનોપચંદ નામના શેઠ જૈનસંઘમાં પોતાની પાપભીરુતા, ધર્મચુસ્તતા તથા શાસનની પ્રભાવનાનાં રાગી તરીકે ઓળખાતા હતા. જીવનમાં ખૂબ જ સારી રીતે તેમણે ધર્મારાધનાઓ કરી-કરાવી હતી તેથી મનથી ઠરેલા શ્રાવક હતા.
એકવાર પાટણના ગિરધરભાઈ ભોજકના સથવારે સિદ્ધાચલજીની જાત્રા કરવા જતાં વચ્ચોવચ્ચ હિંગળાજ માતાનો હડો આવ્યો, ત્યાં થોડો વિશ્રામ કરી વળી આગળ જૂના પગકેડીનાં રસ્તે ઉપર જવા લાગ્યા. વચ્ચે પાર્શ્વપ્રભુની પાદુકાની દેરી આવી ત્યારે તેઓ ભોજકને ઉપદેશવા લાગ્યા કે “આ શત્રુંજય ઉપર રાગ અને દ્વેષ રૂપી શત્રુઓ ઉપર જય-વિજય મેળવી અનેક આત્માઓ સિદ્ધગતિ પામી ગયા છે. કહેવાય છે કે કાંકરે-કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિને વર્યા છે. અનંતા આત્માઓએ પોતાનાં પાપોને પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપના તાપમાં તપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org