________________
ઝળહળતાં નક્ષત્રો
કર્યું છે. આવી પાવનભૂમિમાં જીવનની અંતિમ ઘડી ભળી જાય એટલે કે તીર્થાધિરાજના શરણે મૃત્યુ પણ જેને મળી જાય તેના જેવો ભાગ્યશાળી કોણ?''
ભોજકે ઐતિહાસિક સત્યમાં હાકારો ભણ્યો ને અનોપચંદ શેઠે તેજ સ્થળે તેમનો દેવલોક થઈ જાય તો કેવું સારું તેવી ઇચ્છા વ્યક્ત કરી અને હકીકત એવી બની ગઈ કે ભોજક તે ભાવનાની સચ્ચાઈ સમજી શકે તે પૂર્વે તો તે જ સમયે અનોપચંદ શેઠે પ્રાણ છોડી દીધા. જાત્રા કરતાં કરતાં શેઠ પરલોકની જાત્રાએ નીકળી ગયા.
૧૮. ડૉક્ટર શાંતિલાલ શાહ
મુંબઈ મહાનગરીમાં અનેક પ્રકારની સગવડોમાં ઔષધીય સગવડો માટે અનેક હોસ્પિટલો છે. વૈજ્ઞાનિકોની જેમ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો માટે પણ મુંબઈ પ્રસિદ્ધિ પામેલ નગરી છે. ભાગ્યે જ કોઈ પ્રકારની ઉપચાર–દવા માટે વિદેશ તરફ મીટ માંડવી પડે.
આજે પણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારની નિકટમાં આવેલી જસલોક હોસ્પિટલ તેનો એક પુરાવો કહી શકાય તેમ છે. જ્યારે તે સગવડ ભરેલ હોસ્પિટલનો અભાવ હતો ત્યારે પણ મહાનગર મુંબઈમાં હાર્ટના ઓપરેશન વગેરેમાં નિષ્ણાંત તરીકે ડૉક્ટર શાંતિલાલ શાહ પ્રખ્યાતિ પામેલ હતા. મુંબઈમાં હૃદયરોગના અચ્છા ઉપચારક રૂપે તેમનું નામ હતું.
એકવાર પ્રાચીન સાધનોવાળી એક હોસ્પિટલના એક રૂમમાં કોઈક સિંધી દર્દીને ઇન્જેક્શન આપતાં અડધી દવા દેહમાં બાકીની અડધી બહાર ફેંકાતી હતી કારણ કે સીરીજ લીક થતી હતી તેવા સમયે જોગાનુજોગ દર્દીનો સિંધી મિત્ર લોકુમલ મિત્રની ખબર લેવા આવ્યો હશે, જે ધનાઢ્ય ઘરનો હતો. તેનાથી આવાં જૂનાં સાધનો ન જોઈ શકાયાં અને ડૉક્ટર શાંતિભાઈને પણ ખખડાવી નાખ્યા કે આવા અડધાં-પડધાં સાધનોથી દર્દીઓની માવજત કેવી રીતે કરી શકાય?
સાદગીમાં માનતા શાંતિભાઈ ડૉ.થી બોલાઈ ગયું, પૈસા હોય તો સાધનો જ નવાં નહીં પણ નવી આધુનિક હોસ્પિટલ જ ઊભી કેમ ન કરી દેવાય?’’
લોકુમલે પત્ની જસુમતી સામે જોઈ ડૉક્ટરને પૂછી લીધું “શું હોસ્પિટલ બાંધવા બે કરોડ જોઈએ?' શાંતિભાઈએ ખુલાસો કર્યો કે “જો પાંચ કરોડ દાનમાં આવે તો સાવ
Jain Education Intemational
૨૦૧
અદ્યતન સંકુલ સાથે આધુનિક સાધનો લાવી હોસ્પિટલ ઊભી કરી દઈએ.” અને ખરેખર ડોક્ટર શાંતિભાઈ શાહ ઉપરના વિશ્વાસથી વળતી પળે જ રૂા. પાંચ કરોડનું દાન જાહેર કરી દેવાયું. નામ રખાયું જસલોક જેમાં સિંધી પતિ-પત્નિના નામ જોડાયેલ છે. આજે પણ મુંબઈની વિખ્યાત હોસ્પિટલ અનેક કુશળ ડૉક્ટરોનું કેન્દ્રસ્થાન બની ઊભી છે.
૧૯. નરશી નાથાની ધાર્મિકતા
મૂળ કચ્છના વતની નરશી નાથાનું નામ ખ્યાત-પ્રખ્યાત છે, કારણ કે દિલના દરિયા હતા. ફક્ત લોટો–દોરી લઈ ભાગ્યના બે પૈસા કમાઈ લેવા આવેલા તેઓ જ્યારે યોગ્ય આમદાની માટે પુરુષાર્થ કરી રહ્યા હતા ત્યારે મુંબઈમાં બંદર ઉપર મજૂરી કરતા માણસોને મીઠાં પાણી પીવા માટે ફાંફા મારતા અને હેરાનપરેશાન થતાં જોઈને દયા આવી ગઈ. પોતાની શક્તિપ્રમાણે મજૂરોના હિત માટે દૂર-દૂરથી પીવાના મીઠા પાણીની વ્યવસ્થા ગોઠવી આપી. તે જળપુણ્યનું કાર્ય કરતાં એક શ્રેષ્ઠીની પેઢીએ તેમને પોતાને ત્યાં નોકરી આપી, તે પેઢી હતી ગોકળચંદ સાંકળચંદની.
ત્યાં ખૂબ ઉલ્લાસથી કાર્યો પાર પાડતાં તેજ પેઢીમાં ભાગીદારી મળી અને તેમાંથી પણ સારી આવક થતાં પાછળથી પોતાનો સ્વતંત્ર ધંધો પ્રારંભ કર્યો. મહેનતથી કમાયેલો તે પૈસો ફરી પાછા સારાં કાર્યોમાં વાપરવા નરશી નાથાની સ્વતંત્ર પેઢીએ અનેક સ્થાને સખાવતો કરી.
લાવવા,
ખાસ કરીને કચ્છી સમાજને આગળ નોકરિયાતોને પણ ધંધે ચઢાવવા તથા જરૂરિયાતમંદોને પ્રોત્સાહિત કરવા ખૂબ ઉદાર હાથે તન-મન-ધનથી સમાજસેવાનાં કાર્યો કરવા લાગ્યા. ધાર્મિકતા આખાય પરિવારમાં છવાયેલી હોવાથી જૈનધર્મના અનેક અનુષ્ઠાનો પણ તેમના પરિવારના નામે થવા લાગ્યા. છેક સિદ્ધગિરિ-પાલિતાણાનાં ઉત્તુંગ દહેરાસરોથી લઈ, મુંબઈ અને કચ્છના નલિયાનું દહેરાસર આજેય તેમના જીવનના સુકૃતસ્વરૂપ ખડું છે. અહમદાવાદમાં પણ તેમણે કરેલ સુંદર દાનકાર્યોની સ્મૃતિ સ્વરૂપ પોળનાં નામ તેમના નામથી સંકળાયેલા છે.
માણસ જીવ્યો કેટલું કરતાંય જીવ્યો કેવું તે વધુ નોંધાય છે. જૈનસમાજમાં નરશી નાથાનું નામ ધાર્મિકતા તથા ઉદારદાન માટે જગજાહેર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org