SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ફટકારી ત્યારે પણ ફરી ફરી કરેલ ભાવપૂજા પ્રતાપે માંચડો તૂટતો રહ્યો. ચમત્કારને ઝૂકી જઈ ફાંસી રદ્દ થઈ ગઈ, બલ્કે શેઠના આદેશથી સરકારે અનેકોની ફાંસીની સજા રદ્દ કરી. અંતે પોલીસો સાથે ગુનેગારોની બિનશરતી મુક્તિના કારણે વિવાદો સર્જાઈ જતાં ફાંસીનું સ્થાન જ બદલી નાખવામાં આવેલ. . ૧૪. જીવદયાપ્રેમી રતિભાઈ નિકટના ભૂતકાળમાં વઢવાણ વતનમાં થઈ ગયેલ રતિલાલ જીવણલાલ અબજી શ્રાવકના જીવનમાં ધર્મસિદ્ધાંતની ચુસ્તતા જાણવા જેવી છે. તેઓ ઘરેણાંના વેપારી છતાંય રાત્રિભોજન વગેરે પાપોના પક્કા ત્યાગી હતા. એકવાર તેમના શેઠ હુકમીચંદજી ઇન્દોરથી પચાસેક જેટલા સદસ્યો સાથે રતિભાઈને ત્યાં મહેમાન બન્યા ત્યારે સાંજે પાંચ વાગ્યે ભોજનપાણી પતાવી દેવાની શર્ત રાખી, પણ કમનસીબે શેઠની ગાડી રસ્તામાં ખોટવાણી અને બધાય મોડા પડ્યા ત્યારે પોતાની સિદ્ધાંતવાદિતા ટકાવી કોઈનેય રાત્રે ભોજન ન આપ્યું. પરિવારના બધાયની નારાજગી વહોરી પણ પોતે એકના બે ન થયા. રાત્રે મહાજન હુકમીચંદજીનું બહુમાન હતું તે પૂર્વે શેઠે રતિભાઈ પાસે ફક્ત ૫-૭ લવિંગના ટુકડા મુખમાં રાખવા માંગ્યા. તે પણ તેમણે ન આપ્યા, અપાવ્યા. બધાયને ભય હતો કે આજના બહુમાન કાર્યક્રમમાં કંઈક નવાજૂની થવાની, પણ જ્યારે હુકમીચંદજીએ જાહેરમાં રતિભાઈની ધર્મપ્રખરતાની પ્રશંસા કરી ત્યારે તાળીઓ વાગવા લાગેલ. દીકરીના લગ્નપ્રસંગે પણ સૂર્યાસ્તની ફક્ત દસ મિનિટ પૂર્વે આવેલ જાનૈયાઓને ભોજન કરાવવાને બદલે ફક્ત ચા-પાણી પાયાં, બોલાચાલી થઈ પણ રાત્રિભોજન નહીં કરાવું તેવી શર્ત ઊભી જ રાખી. શિખરજીની જાત્રા વખતે સર્પડંસ થયો, છતાંય સહવર્તીએ આપેલ બરફ ઘસવા માટે ન વાપરી પીડા સહન કરી. સારણગાંઠનું ઓપરેશન પણ ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર સભાન અવસ્થામાં કરાવ્યું. ઉપરાંત ચાલુ ટાંકાના દર્દ વખતે પણ નિકટના દહેરાસરે જઈ દર્શન કરી હોસ્પિટલ પાછા આવી જવા લાગ્યા. ડૉક્ટરો પણ હેરત પામી ગયા. વઢવાણના રાજાએ वृद्ध ઘોડાઓને ખાડામાં ઉતારી ખતમ કરી દેવાનું જે કાવત્રું રચેલ તેના વિરોધમાં પોતે ખાડામાં કૂદ્યા, હાથ ભાંગ્યો Jain Education International ૧૯૯ તેની પરવાહ ન કરી પણ બધાય ઘોડાઓને ગોળીથી ઠાર થતાં બચાવી અહિંસા પળાવી. અંતે સ્વયં વઢવાણ જૈન સંઘની પેઢીની જાજમ ઉપર જ હિસાબ લખતાં લખતાં મૃત્યુ પામી ગયા. ચુસ્ત ધર્મી, જીવદયાપ્રેમી, પાપોથી ભવભીરુ તથા શુદ્ધ ચારિત્રવાન શ્રાવક તરીકે તેમનું નામ ખૂબ ગવાય છે. ૧૫. શેઠ હેમરાજ જિનશાસનમાં મહામાંગલિકરૂપે મહામંત્ર નવકાર પછી ચારેય ફિરકાઓને માન્ય ભક્તામર સ્તોત્રને લોકો હોંશથી ગાય છે. કારણમાં જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર એ દુનિયાનો સનાતન કાયદો છે. છદ્મસ્થ જીવોને ધર્મ માર્ગમાં આવવા આવા આકર્ષણોની ખૂબ જરૂર પણ પડે જ છે અને આજ સુધી પણ મહાપ્રભાવિક ભક્તામરની પ્રત્યેક ગાથાથી કોઈને કોઈ સ્થાને આશ્ચર્યકારી પ્રસંગો બન્યાની હકીકતો બહાર આવી છે તે માટે શેઠ હેમરાજનો સત્ય પ્રસંગ અત્રે પ્રસ્તુત છે. ધારાનગરીના વિદ્વાન રાજા ભોજને ત્યાં કવિ માઘ, કવિ બાણ, કવિ મયૂર, કવિ ધનપાળ વગેરે પંડિતો ખૂબ આદરસન્માન પામનારા બન્યા હતા કારણ કે રાજન સ્વયં જ્ઞાન પ્રેમી હતા. એકવાર કવિ મયૂર અને બાણ વચ્ચે વધુને વધુ ઇનામ મેળવવાની લાલસામાં સ્પર્ધાભાવ ઉત્પન્ન થઈ ગયો. તેથી કવિ મયૂરે બાણકવિની પત્નીના શાપથી વ્યાપી ગયેલ કોઢ રોગને સૂર્યદેવની પૂજા કરી દૂર કર્યો જ્યારે કવિરાજ બાણે પણ પોતાની શક્તિ પ્રદર્શનમાં મૂકતાં બે હાથબે પગ કપાવી નાખ્યા અને ત્રીજા જ દિવસે દેવી ચંડિકાની વિધિપૂર્વક સાધના કરી કપાયેલ હાથ-પગ પાછા મેળવી સાવ સ્વસ્થ બની ગયા. રાજા ભોજ અને પ્રજાના સૌ તે ચમત્કાર દેખી બેઉ કવિઓને નમસ્કાર કરવા લાગ્યા. તે દરમ્યાન જૈનધર્મના રાગી વિ ધનપાળે આચાર્ય માનતુંગસૂરિજીને તેથી પણ વધુ શક્તિમાન સાધક તરીકે રાજા ભોજ સમક્ષ પ્રસ્તુત કર્યા. શાસનપ્રભાવનાનું સુંદર નિમિત્ત પામી આચાર્ય ભગવંતે અત્યંત ભાવવાહી ધારામાં ભક્તામર સ્તોત્રની રચના કરી. અડતાલીસ બેડીઓ તોડી નાખી. જૈન શાસનનો જયજયકાર થવા લાગ્યો અને જૈનેતર પંડિતો સૂરિદેવની જ ઈર્ષ્યા કરવા લાગ્યા, જેના જવાબમાં આચાર્ય ભગવંતે ફરી નવો ચમત્કાર દેખાડ્યો. શ્રાવક હેમરાજ શેઠને સૌની હાજરીમાં ઊંડા કૂવામાં ઉતાર્યા અને ભક્તામરના પ્રભાવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy