SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૮૯ વંદે જેoi શાશનમ્ પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) જૈન જયતિ શાસનનો જયનાદ અનેકવાર અનેક સ્થાને સાંભળ્યો હશે પણ તે જૈન શાસનના જયજયકારમાં જિનશાસનના રક્ષકો અને આરાધકોએ પોતાના જ્વલંત જીવનમાં કેવો ભોગ આપ્યો હતો તેની આછેરી ઝલક મેળવી લેવા પ્રસ્તુત ગ્રંથમાળાના ૬૮ લેખો સર્જાયા છે. મહામંત્ર નવકારના અક્ષરો પણ ૬૮ છે. તીર્થોમાં પ્રસિદ્ધતીર્થો પણ ૬૮ તેના સમાયોજન સાથેના અડસઠ લેખો રચનાર છે, સિદ્ધહસ્ત લેખક પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી). ખાસ નોંધનીય છે કે વિશ્વ અજાયબી જેન શ્રમણ પછીના પ્રસ્તુત ગ્રંથનો સૌથી વધુ પાના રોકતો આ લેખ “વંદે જૈન શાસનમ્” નામે એટલે પણ લખાયો છે કે જિનશાસનની પરંપરા છેક પ્રભુ મહાવીરદેવથી આજ સુધી જે વ્યવસ્થિત ચાલી તેમાં શ્રમણોના માર્ગદર્શન હેઠળ શ્રમણોપાસકોએ અને શ્રાવિકાઓએ સ્વસ્થાનની મર્યાદાથી કેવા પુરુષાર્થ અને પરાક્રમો કરી વિક્રમો સર્યા છે, તે જાણ્યા પછી મન અને મસ્તક ઝૂકી ગયા વગર નહીં રહે. પ્રસ્તુત લેખમાળામાં લગભગ દ્રષ્ટાંતો તેવા છે, જેઓ જીવનાંત સુધી સંયમના સોપાનો સર કરી ન શક્યા, છતાંય સંયમલક્ષી સાધકો બની જિનશાસનનો જયજયકાર કરતા રહ્યા. શાસનની નક્કર આરાધના કરી લેવા સંયમમાર્ગ છે, પણ શાસનની પ્રભાવના માટેની મોકળાશ શ્રાવકોના ફાળે જાય છે અને જ્યારે સાધના અને સંપત્તિ રૂપી શક્તિઓનો સમન્વય થાય છે ત્યારે દૈવી શક્તિ પણ દાદ આપી આકાશગંગાથી પૃથ્વીતળ ઉપર આવી અવનવા ચમત્કારો સર્જે છે. તેવી દેવતાઈ અવતરણોની | વાર્તાઓ જે પ્રસ્તુત લેખોમાં વાંચવા મળે તો આશ્ચર્ય ન પામી સત્ય હકીકતો છે માટે ભાવથી વધાવવી અને આ તેવી જ યશોગાથા નોંધાવનાર ભવ્યાત્માની ભવિષ્યકાળમાં વાટ જોવી તેવી લેખકશ્રીની મહેચ્છા છે. આ અતિ પ્રાચીન પ્રસંગો કરતાંય પ્રભુવીરશાસનના જ અર્વાચીન પ્રસંગોનું અવલોકન કદાચ કોઈ જિજ્ઞાસુની જિનધર્મશ્રદ્ધાનો ઉમેરો કરશે તેવી શુભાપેક્ષાઓ સાથે પૂજ્યશ્રીએ અમારા આ નૂતન ગ્રંથને શોભાવવા નમ્ર પ્રયાસ કર્યો છે. વંદે જૈન શાસનમ” નામની પ્રસ્તુત લેખમાળામાં ફક્ત સંસ્કારવર્ધક ગુણવાનોના અમુક જ પ્રસંગો સંકલિત કર્યા છે. જૈન સિદ્ધાંતો અહિંસાવાદને કેન્દ્રમાં રાખી–સમાજશાસનની પ્રભાવનામાં દઢ વિશ્વાસ ધરાવે છે. જીવનકાળમાં શાંતિ-સમાધિ સાથે પરમાર્થયાત્રા આગળ ધપાવનારાઓની સામે આવી પડેલ આપત્તિઓ વચ્ચે તેમની સાત્ત્વિકતાની સંપત્તિ સ્વરૂપ વાતો-વાર્તાઓ તેમજ ક્યાંક નવકારની પ્રેરણાદાયી વાર્તા છે તો ક્યાંક ભક્તામરના ચમત્કારની વાતો પણ છે. આમ સર્વગ્રાહી સાહિત્ય પ્રસાદી આપનાર પૂજ્યશ્રી એક લોકપ્રિય લેખક જ નહીં પણ ચૌદ વર્ષની માસૂમ ઉમ્રથી પોતાના ગુરુદેવની કૃપાથી મહામંત્ર નવકારના વિશિષ્ટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy