SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આરાધક છે. જીવનમાં નાનામોટા અનેક ચમત્કારોના અનુભવકર્તા પણ છે. સાથે નમસ્કાર મહામંત્રના પ્રભાવક પણ ખરાં તેથી જ ફક્ત વીસ વર્ષના દીક્ષાપર્યાય સુધીમાં અઢાર હજારથી વધુ ભાવિકોને દુર્ગતિનાશક મહામંગલકારી નવ લાખ નવકાર જાપની વિધિવત્ સામૂહિક પ્રતિજ્ઞા કરાવી છે તથા મહામંત્રના વિશિષ્ટ પ્રભાવકોની સાથે રહી પોતાનું આગવું ચિંતન રજૂ કરતા રહ્યા છે. લેખક તરીકે ઉપનામ ‘નેમીપ્રેમી' શા કારણથી પસંદ કર્યું તેના ખુલાસામાં પૂજ્યશ્રી જણાવે છે કે સાંસારિક અવસ્થામાં માતાની તબિયતને કારણે કરેલ ધન્યભાગી કન્યા સાથેના લગ્ન પછી ક્યાંય હરવાફરવા ન જઈ બન્ને આત્માઓ બાવીસમા તીર્થપતિ પ્રભુ નેમિનાથજીનાં કલ્યાણકોની પાવનભૂમિ ગિરનાર તીર્થે ગયેલ જ્યાં પરમાત્માની દ્રવ્ય અને ભાવપૂજા પૂર્ણ થતાં સજોડે ચારિત્રપ્રાપ્તિ માટે સંકલ્પ કરેલ, જે શુદ્ધ ભાવના વિવાહ પછીના દસમા વર્ષે જ ફળી, તેથી તેઓ ચારિત્રપ્રાપ્તિમાં આબાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુની કૃપા સ્વીકારે છે અને પ્રવચનમાં પણ જાહેરમાં કહે છે કે જે તીર્થપતિએ પશુઓના જીવનસુખ માટે પોતાનું લગ્નસુખ પણ જતું કર્યું તેવા તીર્થંકરની નામભક્તિ પણ અનંત શક્તિને ઉદ્ભવિત કરી શકે છે. ચમત્કારોની હારમાળા સર્જી શકે છે. આત્મશુદ્ધિને પણ અર્પી શકે છે. અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ સ્વાધ્યાયલક્ષી પૂજ્યશ્રીએ લોકોપકારની હિતબુદ્ધિથી જે કાંઈ અત્રે રજૂ કર્યું છે અને અનેક પ્રકારનું માર્ગદર્શન પણ પ્રદાન કર્યું તેથી સંપાદનકાર્યમાં અમારો કાર્યોલ્લાસ પણ વધ્યો. પૂજ્યશ્રીનો ઋણાનુબંધ સ્વીકારું છું.—પૂજ્યશ્રીને અમારી ભાવભરી વંદના. આ લેખમાં શ્રેણિક મહારાજા અને અનુપમાદેવીના રેખાંકન ચિત્રો શ્રી અશ્વિનભાઈ ભટ્ટ દ્વારા તૈયાર કરાયા છે. —સંપાદક શ્રુતસાધક અને જૈનસાહિત્ય પ્રભાવક, દીર્ઘઅનુભવી અને જૈની એકતાના હિમાયતી શ્રી નંદલાલભાઈ દેવલુકની ખાસ આગ્રહ સાથેની સિફારીશથી પ્રસ્તુત ૬૮ સંક્ષિપ્ત લેખોની રચના ટૂંક સમયમાં જ વિવિધ આધારગ્રંથો થકી થવા પામી છે. શ્રુતસાધનાની લાંબી સફર ખેડતાં તેઓ છેક ૨૭મા વિશાળ ગ્રંથ તરફ આગળ વધી રહ્યા છે, જે કદાચ એક ગૃહસ્થ માટેની નિકટના સૈકાઓની લાક્ષણિક સફળતા ગણી શકાય. ૨૭ ગુણ સાધુના છે જેને સ્પર્શવા કદાચ એક ગૃહસ્થ શ્રુતારાધનાથી પ્રયત્ન કરી રહ્યા હોય તેવો એ ભીષ્મ પુરુષાર્થ છે. અનેક મહાત્માઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ સંપાદકશ્રીના ભગીરથ કાર્યમાં પોતપોતાના તરફથી ફાળો નોંધાવી સહાયતા બક્ષી છે, પણ અત્રે સૂત્રધાર તરીકેનો યશ સંપાદકશ્રી જ ખાટી જાય છે. અનેક પ્રકારી વ્યસ્તતા વચ્ચે અનેક કાર્યો બાજુમાં રાખી પ્રસ્તુત લેખમાળા એટલે પણ રચી આપી છે કે જેથી વર્તમાનના પડતા કાળમાં પણ ચડતા પરિણામે શ્રમણોપાસકો જિનશાસનની આગવી પ્રભાવના પૂર્વજોના ઇતિહાસને પામીસમજી કરી શકે. અનેક ભૌતિક શોધખોળોને કારણે દુનિયાના જિન શાસનનાં Jain Education International દેશો–વિદેશો સાવ નિકટમાં આવી ગયા છે. જૂના જમાનાની વાતો જાણે પરિકથા જેવી લાગે છે. મંત્રવાદને ભૂલાવી દેનાર યંત્રવાદનો પવન ધર્મના સિદ્ધાંતવાદને ઉડાવી દેવા ફૂંકાઈ રહ્યો છે અને તેમાંય વાર્તમાનિક વિલાસિતા વચ્ચે પણ વિકારિતા રહિત વૈરાગ્યતા સાથે સંયમજીવન વહી રહેલા જૈન શ્રમણો પાસે જિનશાસનની સીધી જ પ્રભાવના કરવા માટે અનેક અટપટી લાગે તેવી મર્યાદાઓ છે તે તે સામાચારીઓના ઉલ્લંઘન કરીને ઝડપી પ્રભાવના કરવા જતાં સીધું જ સંયમજીવન જોખમાય છે. માટે શ્રાવકોના મારફતે જ પોતાના પુણ્યપ્રમાણે નિર્દોષ શાસન સેવા કરવાનો અભિગમ સંયમીઓને રાખવો અત્યાવશ્યક છે. માટે નિમ્નમાંકિત લેખ પ્રવાહ ફક્ત માર્ગદર્શન આપશે જ્યારે માર્ગે ચાલવાનો શુભ પ્રયાસ ગૃહસ્થોએ ગુરુભગવંતોની નિશ્રા લઈ કરવો, અન્યથા વિરાધના, દ્રષ્ટિરાગ, ભૌતિકવાદ, શાસ્ત્ર-વિરુદ્ધાચરણ કે આશાતનાઓ થઈ જવાની શક્યતાઓ રહે છે. હકીકત છે કે મર્યાદિત લેખો હોવાથી અનેક શ્રાવકોને અત્રે સ્મરણમાં નથી લઈ શક્યા, પણ તે માટે પૂર્વના ગ્રંથમાંથી માહિતીઓ મેળવી લેવા નમ્ર ભલામણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy