________________
ઝળહળતાં નક્ષત્રો
૧૮૩
પ્રભાવ નાનો પ્રકાશ સૂર્યનો
પૂ. પંન્યાસશ્રી યશોવિજયજી મ.સા.
અભિમાન છે આપણને આપણી પ્રતિષ્ઠાનું ગૌરવ છે આપણને આપણી ગુડવીલનું, ખુમારી છે આપણને આપણી વિદ્વત્તાની. પણ જૈન ઇતિહાસનું, જેના રસ્તે જૈન શાસનને પ્રાણ બક્યો છે તે જૈન સપૂતોનું તેના સંતાન હોવાને નાતે આપણને ગૌરવ કેટલું? અભિમાન કેટલું? ખુમારી કેટલી? અરે! તેમની શહાદતને, શાસનનિષ્ઠાને જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો? તો ફેરવો પાનું! પાને પાને જૈન શાસનના સપૂતોને સલામ કરવાનું મન ન થાય, હૃદય ઝૂકી ન જાય તો જ નવાઈ! આવા તો કઈ કેટલાએ જિનશાસનના ઝળહળતા નક્ષત્રો શાસનને પ્રકાશ અર્ધી ગયાં તેમના જ કંઈક આગવા પાસાને વર્ણવતાં આ લેખની રજૂઆત પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના પ્રકાંડ વિદ્વાન પંન્યાસપ્રવર શ્રી યશોવિજયજી મહારાજે ટૂંકાણમાં છતાં ખૂબ માર્મિક રીતે કરી છે. લેખક પૂજ્યશ્રીનો ટૂંકો પરિચય પણ જોઈએ.
ચરમતીર્થાધિપતિ મહાવીર મહારાજાના શાસનના અંતિમ પૂર્વધર દેવર્ધિગણિક્ષમાશ્રમણજીની જન્મભૂમિ વેરાવળમાં જન્મ લઈને નરેશ' નામને ધારણ કરી ૧૨ ધોરણ સુધીનો વ્યાવહારિક અભ્યાસ બરોડા મુકામે પૂર્ણ કરીને ૧૮ વર્ષની યુવાનવયે પૂજ્ય વર્ધમાનતપોનિધિ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય “મુનિ યશોવિજય’ બન્યા.
પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. જયશેખરસૂરિજી મ.સા., પૂ. જયસુંદરસૂરિજી મ.સા., પૂ. અભયશેખરસૂરિજી મ.સા., પૂ. અજિતશેખરસૂરિજી મ.સા., પૂ. કલ્યાણબોધિસૂરિજી મ.સા. તથા મૈથિલ પંડિત હરિનારાયણ મિશ્રજી પાસે સ્વદર્શન-પરદર્શનનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. પદર્શનના ૧૨૦૦ જેટલા ગ્રન્થોના પદાર્થો-પરમાર્થોને આત્મસાત્ કર્યા. દીક્ષા પછી સાતમા વર્ષે “ભાષારહસ્ય” ગ્રંથ ઉપર સંસ્કૃત વ્યાખ્યા + હિન્દી વ્યાખ્યા રચી. ત્યારથી પ્રારંભાયેલી સર્જનયાત્રા આજસુધી વણથંભી ચાલી રહી છે. સ્યાદ્વાદ રહસ્ય, ન્યાયાલોક, વાદમાલા, ષોડશક, અધ્યાત્મોપનિષદુ, બત્રીસ-બત્રીસી વગેરે ગ્રન્થો ઉપર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષામાં વિવરણો રચ્યા. પ્રભુભક્તિ માટે સંવેદનની સુવાસ વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા. તો સંયમીઓના જીવનઘડતર માટે સંયમીના કાનમાં-દિલમાં-સપનામાં-રોમરોમમાં-વ્યવહારમાં જેવા વાચનાલક્ષી પુસ્તકોનું પણ નિર્માણ કર્યું. હાલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થ ઉપર નૂતન સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા + સંપાદન કરી રહ્યા છે. અનેક શિષ્યોનું ઘડતર, પ્રવચન, યુવાશિબિર, ધ્યાનશિબિર આદિની સાથે વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પણ ગઈ સાલ જામનગર મુકામે પૂર્ણાહુતિ કરી છે. આપણે ઈચ્છીએ કે દોઢ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃત સાહિત્યની રચના કરનારા આ પ્રભુ શાસનના સિતારા સૂર્ય બનીને શ્રુતાદિ ક્ષેત્રે વધુને વધુ પ્રકાશ પાથરતા જ રહે. તેમની વિદ્વત્તાનું એક પાસુ ‘તુલનાત્મક નીતિ', “સમન્વયાત્મક નીતિ’ છે. તેનું અવ્વલ ઉદાહરણ છે “બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર રચાયેલ ૫૦ હજાર શ્લોક પ્રમાણ “નયલતા' સંસ્કૃત વ્યાખ્યા. ધન્ય શ્રમણ! વંદન હો તુજને!! આવા વિદ્વાન મહાત્માની કસાયેલી કલમે ચાલો જૈન ઇતિહાસમાં રોચક અને રોમાંચક સફર ખડીએ.
—સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org