________________
૧૬૬
જિન શાસનનાં
આ
માનચંદ શેઠ પણ આ વાલિયામાંથી વાલ્મીકિનું થયેલું રૂપાંતર જોઈ દંગ થઈ ગયા અને ખરેખર સોભાગચંદે એક દિવસ શુભ મુહૂર્તે દીક્ષા લીધી. માનચંદે એની દીક્ષામાં ઉલ્લાસથી ખર્ચ કર્યો. સોભાગચંદ હવે મુનિ ભુવનવિજય નામના જૈન મુનિ બની ગયા. પોતે તર્યા અનેકને તાયો. સત્સંગના લાભ અપરંપાર છે.
આભાપુરીનાં જિનબિંબો વિ.સં. ૨૦૧૧નો પ્રસંગ છે.
હિંમતનગરથી કેશરિયાજી તીર્થનો છ'રીપાલક સંઘ આદિવાસી બહુલ જંગલ પ્રદેશમાંથી પસાર થતો હતો. આભાપુરી ગામ પાસે સંઘનો પડાવ હતો.
કેટલાક ભીલો સંઘના નિશ્રાદાતા યુગદિવાકર આ.ભ. ધર્મસૂરિ મ.સા. પાસે આવ્યા. આદિવાસી ભીલ લોકોનું કહેવું હતું કે, અહીંથી થોડે દૂર એક જીર્ણ મંદિર છે. એમાં ભગવાનની પ્રતિમાજી વગેરે છે. અમે એને લાખા મંદિર કહીએ છીએ.
આદિવાસીઓની ભાષ તૂટીફૂટી હિંદી મિશ્રિત હતી, પણ એમના અવાજમાં સત્યનો રણકો હતો. કોઈ ચાલબાજી કે કૂડકપટ ન હતાં, એવું આચાર્ય ભગવંતને એમની વિશિષ્ટ પ્રજ્ઞાથી સમજાયું.
વ્યાખ્યાન બાદ જાતે ત્યાં જઈ મંદિરમૂર્તિ વગેરે વિષે તપાસ કરવી એવો નિર્ણય આ. ધર્મસૂરિ મ.એ કર્યો. સંઘવી ફતેચંદભાઈ અને અન્ય શ્રાવકો કહે, “ગુરુદેવ! ભીલની વાત ઉપર મદાર રાખી, ગીચ જંગલમાં ન જવાય, ત્યાં જઈ આપને બાન પકડે તો અમારી શું હાલત થાય?”
આચાર્યશ્રીએ મક્કમ સ્વરે કહ્યું, ‘આ ભીલ લોકો એવાં કપટ કરે એવા જણાતા નથી. તમારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું તો જઈશ જ.'
છેવટે શ્રાવકો, રખેવાળો વગેરે સાથે આચાર્યશ્રી ગયા. ભીલ લોકોએ ગાઢ જંગલમાં જિનાલય બતાવ્યું. મૂલનાયક ભગવાનની પ્રતિમા ૫૧” ઈચની અલૌકિક હતી. અન્ય ચાર પ્રતિમા પણ અખંડ હતી. બે પ્રતિમા ઉપર સં. ૧૪૭૯નો લેખ હતો. આખરે સંઘે એક દિવસ જંગલમાં મુકામ વધાર્યો. બધી પ્રતિમાને હિંમતનગર પહોંચાડવામાં આવી. ફાગણવદ આઠમે પ્રતિષ્ઠા આ. ધર્મસૂરિ મ.એ કરી. આજે પણ હિંમતનગરમાં
આભાપુરીની ભવ્ય પ્રતિમાઓ વિરાજિત છે.
" ગીતાર્થ ગરભગવંતોમાં કેવી સમયસૂચકતા હોય છે, સાહસિક પગલું ઉઠાવવાની તૈયારી હોય છે, એવું ઘણું બધું : આવા પ્રસંગોમાંથી જાણવા મળે છે. જિનશાસન આવા આચાર્ય ભગવંતોથી રળિયામણું છે.
મૃદુનિ કુસુમાદપિ આત્મારામજી મ. વગેરે મુનિઓ સ્થાનકવાસી સંપ્રદાય છોડી મૂર્તિપૂજક તપગચ્છના મુનિ બન્યા તે જાણીતી વાત છે.
આમાં એક મુનિ મૂલચંદજી પણ હતા. એમનું નામ મુક્તિવિજયજી પડ્યું. પરંતુ, મોટાભાગે તેઓ મૂલચંદજી મહારાજ તરીકે જ જાણીતા હતા.
આ મુક્તિવિજયજી મ.ના એક શિષ્ય કંચનવિજય. કંચનવિજયને બીજાને ધર્મ પમાડવાનો અતિ ઉત્સાહ. દરેકને કંઈ ને કંઈ બાધા આપવાનો આગ્રહ કરે.
એમાં પણ, નજીકના સંસારી સ્વજનો આવે ત્યારે તો એમનો ઉત્સાહ બધી મર્યાદા ઓળંગી જતો. બાધા લેવાનો આગ્રહ કરે ત્યારે જો કોઈ સગો પોતાની અશક્તિ જણાવે, પોતાનાથી બાધા નહીં પાળી શકાય એવું કહે ત્યારે મુનિશ્રી ભારે ગુસ્સે થઈ જતા. આકરાં કડવાં વેણ કાઢતા અને નિયમ લેવા અતિ અતિ દબાણ કરતા. | મુક્તિવિજય મ.એ એકવાર કહ્યું : “કંચનવિજય, આપણો સાધુનો ધર્મ ઉપદેશ અને પ્રેરણાનો હોય. કોઈને આગ્રહ કરીને નિયમ ન આપવો. અને નિયમ ન લે તેના ઉપર રોષ પણ ન કરવો. કડવાં વેણ ન કાઢવાં. સંસારમાં ફસાયેલા જીવો અનેક ઉપાધિમાં અકળાયેલા હોય. આપણી પાસેથી એને વાત્સલ્ય મળવું જોઈએ. ધર્મ ન જ કરવા માંગતા હોય એની ભાવદયા ચિંતવવી પણ કડવાં વેણ કે શ્રાપ ન જ આપવાં.”
આ પછી વળી કેટલાક વખત પછી કંચનવિજયના સંસારી સંબંધીઓ વંદન કરવા આવ્યા. મુનિએ બાધા લેવાનો દુરાગ્રહ શરૂ કર્યો. પેલાઓએ આનાકાની કરતાં મુનિ રોષે ભરાયા. મોટા મોટા અવાજે ઝઘડો કરતા હોય એ રીતે બોલવા લાગ્યા. | મુક્તિવિજય મ. આ જાણી નારાજ થયા. સ્વજનો ગયા. પછી કંચનવિજયને બોલાવ્યા. “મેં તને કહેલું કે બાધા આપવાનો દુરાગ્રહ નહીં કરવાનો તો પણ, ફરી એનું એ જ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org