SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૬૭ તમને ગુરુની શિખામણની કિંમત જ નથી. ઊભો થા. ભેટ બાંધીને રવાના થા. મને તારું મોઢું બતાવીશ નહીં. ગુરુના પુણ્યપ્રકોપ સામે કંચનવિજય પાસે કશો બચાવ ન હતો. ગુર-આજ્ઞાનો અનાદર થયો હતો. ભેટ બાંધીને નીકળી ગયા. ઉજમફઈના ઉપાશ્રયેથી નીકળી હઠીભાઈની વાડીએ પહોંચ્યા. એક રૂમમાં ઊતર્યા. ત્રીજા દિવસે નગરશેઠ હેમાભાઈ દર્શન કરવા આવ્યા. પહેરેગીરને પૂછ્યું, “કોઈ ગુરુભગવંત પધાર્યા છે?' એક મહારાજ સાહેબ ત્રણ દિવસથી આવ્યા છે. ઓરડીમાં છે. શેઠે વંદન કરી પૂછ્યું : “આપના ગુરુ મ.નું નામ?” મુક્તિવિજયજી મ. સાહેબ.' “ઓહો તેઓ તો કેવા સંયમી છે. આવા ગુરુને કેમ છોડી દીધા?” ગુરુએ મને કાઢી મૂક્યો છે. રડતાં રડતાં મુનિરાજે કહ્યું. જોકે ભૂલ મારી જ છે. પણ, હવે ભૂલ નહીં કરવાનો પાકો નિર્ધાર છે. ગુરુદેવ જ્યાં સુધી નહીં બોલાવે ત્યાં સુધી ચોવિહારા ઉપવાસ કરવાનો મારો નિર્ણય છે.” શેઠ હેમાભાઈએ બધી વાત મક્તિવિજય મ.ને કરી. ત્રણ-ત્રણ દિવસથી ચોવિહારા ઉપવાસ કરે છે. આપના શિષ્ય કંચનવિજય. આપ એમને બોલાવી લો. હવે ભૂલ નહીં કરે. આપે એમને કાઢ્યા પણ એમણે હૃદયમાંથી આપને કાઢ્યા નથી.’ મુક્તિવિજય મ.ના હૃદયમાં પણ શિષ્ય પ્રત્યે વાત્સલ્ય હતું જ. માત્ર એના હિત માટે જ આકરી સજા કરેલી. શેઠને કહ્યું : “હમણાં બોલાવી લાવો.” કંચનવિજય ગુરુના ચરણોમાં નમી રડી પડ્યા. ગુરુએ પોતાના હાથે એમને પારણું કરાવ્યું. વાત્સલ્યથી હાથ ફેરવ્યો. ગુરુને ક્યારેક બહારથી કઠોર બનવું પડતું હોય છે પણ અંદરથી તો એ સદાયે કોમળ જ હોય છે. ઉદાસીનતા મગનભાઈ શ્રી આત્મારામજી મ.નું નામ જાણીતું છે. આગમોનો ઊંડો અભ્યાસ કરીને એમણે જે સાચું લાગ્યું તેનો સ્વીકાર કરવામાં વાર ન લગાડી. એક વખત એમની છાપ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી તરીકેની હતી. પણ આગમોના અધ્યયન પછી એઓ પરમાત્માની મૂર્તિ સામે બહુ રડ્યા. “પ્રભુ! મેં તારી બહુ આશાતના કરી!” પૂ. આત્મારામજી મ.ને આંખે મોતિયાનું ઓપરેશન કરવાનો પ્રસંગ આવ્યો. દવાખાને પહોંચ્યા. ઓપરેશન થિયેટરના ટેબલ ઉપર સુવડાવવામાં આવ્યા. આચાર્યશ્રી કહે : “ડોક્ટર, આંખના ભાગને બહેરો કરવાની જરૂર નથી.” ડૉક્ટર કહે : “આંખનો ભાગ બહેરો કરવા લોકલ એનેસ્થેસિયા આપવું જ પડે. નહીં તો પીડાનો માર્યો દર્દી રાડારાડ કરી મૂકે. માથું હલાવે. મોટું નુકસાન થાય.” - આત્મારામજી મ. કહે : “ગમે તેવી પીડા થાય. હું ઊંહકારો પણ નહીં કરું.’ પણ, આંખનો પલકારા મારવાનો સ્વભાવ છે. આંખ નજીક કંઈ પણ આવે મીંચાઈ જવાનો એનો સ્વભાવ છે. મારી આંખ પલકારો પણ નહીં મારે.” આત્મારામજીના શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ છલકાતાં હતા. સામાન્ય રીતે ડૉક્ટરો દર્દીની વાત સાંભળવાના બદલે પોતાની થિયરી મુજબ જ કામ કરવા ટેવાયેલા હોય છે. છતાં પૂ. આત્મારામજીના વચન ઉપર શ્રદ્ધા રાખી ડૉક્ટરે ઓપરેશન કર્યું. અને ડોક્ટરના અપાર આશ્ચર્ય વચ્ચે ઓપરેશન પૂર્ણ થયું ત્યાં સુધી આત્મારામજીએ મટકું પણ માર્યું નહીં. અપલક નેત્રે બિલકુલ સ્વસ્થ રીતે ઓપરેશનને સાક્ષીભાવે જોઈ રહ્યા. ઓપરેશન પછી ડૉક્ટર પૂ. આત્મારામજી મ.ના ચરણોમાં ભાવપૂર્વક ઝૂકી ગયા. “મેં આવો દર્દી જોયો નથી. ક્લોરોફોર્મ કે એનેસ્થેસિયા વિનાનું કદાચ આ વિશ્વનું પ્રથમ અને સફળ ઓપરેશન છે. મને હજુ સમજાતું નથી કે આંખમાં શસ્ત્રક્રિયા ચાલતી હોય, આંખની ઉપરની ચામડીને તોડી અંદરથી મોતી જેવડો દૃષ્ટિને અવરોધતો ભાગ હટાવતા હોઈએ ત્યારે પીડા થાય જ. અને આંખ જેવો સંવેદનશીલ અવયવ...પલકારા મારવાની આંખની સહજ વૃત્તિ આ બધું તમે કેવી રીતે રોક્યું? જુઓ ડૉક્ટર, હું ઉપાશ્રયથી નીકળ્યો તે પહેલાં જ ક્લોરોફોર્મ સૂંઘીને આવ્યો છું.' મહારાજ સાહેબ મને આમાં સમજ ન પડી.” “જુઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy