SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ઘરની બાજુમાં જ જિનાલય, ઉપાશ્રય, સારો પાડોશ બધું હોવા છતાં ખરાબ મિત્રોની સોબતે ચડેલા સોભાગચંદે સાતે સાત વ્યસનમાં નિપુણતા પ્રાપ્ત કરી દીધી. સોભાગચંદનો પત્તો મેળવવો હોય તો કાં તો દારૂના પીઠામાં તપાસ કરવી પડે કાં તો જુગારના અડ્ડમાં કે પછી પાનના ગલ્લે. સતત વ્યસનમાં ડૂબેલા માણસને પૈસા પાણીની જેમ વાપરવા જોઈએ. જ્યારે પૈસા કમાવવાની એનામાં આવડત ન હોય અને એને સમય પણ ન હોય. સોભાગચંદે એનાં વ્યસનો પૂરાં કરવા દર–દાગીના, રાચ-રચીલું વેચી માર્યું......હવે ઘરમાં વેચવા જેવી ખાસ ચીજો પણ નહોતી. વ્યસનોએ શરીરને પણ હચમચાવી નાંખ્યું. ડૉક્ટરે કહ્યું, વ્યસન છોડો યા તો મરવાની તૈયારી કરો. પણ, સોભાગચંદ ડૉક્ટરની વાત ગણકાર્યા વિના એની રીતે જ જિંદગી જીવતો રહ્યો. એક દિવસ રાત્રે દારૂના નશામાં ચકચૂર સોભાગચંદ રાજરસ્તા ઉપરથી લથડિયાં ખાતો ચાલતો હતો...... મનથી એ કોઈ જુદી જ દુનિયામાં વિચરતો હતો. ત્યાં એ માનચંદ શેઠ જોડે અથડાઈ પડ્યો. પ્રતિક્રમણ કરીને ઘરે જતાં માનચંદ શેઠે કહ્યું, ‘અલ્યા, ભાળતો નથી. પછી જોયું કે આ તો નશામાં ચકચૂર છે......... માનચંદ શેઠ બગડ્યા. ‘અલ્યા, સોભાગ તને લાજ– શરમ છે કે નહીં?” ‘વાણિયાના દીકરામાં આવા કુસંસ્કારો જરાય શોભતા નથી. આ વ્યસનો તારા જીવનને બરબાદ કરી નાંખશે. જો તું વ્યસનો સંપૂર્ણ છોડી દે તો એક વરસ પછી હું તને એક લાખ રૂપિયા રાણીછાપના ગણી આપું.' રાણીછાપના લાખ રૂપિયા—શબ્દોએ સોભાગચંદને હલબલાવી નાંખ્યો, ભારે નાણાભીડમાં ભીસાતા સોભાગને એક એક રૂપિયો પણ દોહ્યલો હતો. લાખ રૂપિયાની ઓફરે એને વિચાર કરતો મૂકી દીધો. એણે ફરી પૂછ્યું, ‘હું વ્યસનો છોડી દઉં તો એક વરસ પછી તમે મને લાખ રૂપિયા આપો?' હા, હા, રોકડા લાખ આપું, પણ વ્યસનમુક્તિ સંપૂર્ણ જોઈએ, એક બીડી પણ પીધી તો સોદો કેન્સલ.’ સોભાગચંદને થયું, જો લાખ રૂપિયા મળે તો ઘણું ઘણું કામ થાય. ઘણા લેણદારોની પરેશાનીમાંથી છૂટાય અને એક Jain Education International ૧૬૫ વરસ પછી તો આપણે છૂટા જ છીએ ને? એણે કહ્યું, ‘ભલે, મને તમારી શરત મંજૂર છે.' ‘મને પણ માન્ય છે. તું વ્યસનમુક્ત બને તો મારે લાખ રૂપિયા આપવા હું બંધાયેલો છું.' સોભાગચંદ વિચારે ચડ્યો કે પાનના ગલ્લે બેસીને પાન–બીડીથી અળગા રહેવાનું મારા માટે અશક્ય છે. પીઠા કે અડ્ડાના પરિસરમાં ગયા પછી દારૂ-જુગારથી હું બચી ના જ શકું એ મારી નબળાઈ હું જાણું છે. માનચંદ શેઠ પાકી ખાતરી કર્યા વિના રૂપિયો પરખાવે એવા નથી. મારે એવા સારા વાતાવરણમાં રહેવું જોઈએ કે વ્યસનો સતાવે નહીં...... લાંબા વિચારના અંતે સૌભાગચંદે વિચાર કર્યો કે મારા જેવા વ્યસનના કીડા માટે આ એક મોટો પડકાર છે. એ પડકારને પૂરો ઝીલવો હોય તો મારે ઉપાશ્રયમાં જ રહેવાનું રાખવું જોઈએ. ગુરુભગવંતની નિશ્રા અને ઉપાશ્રયનું પવિત્ર વાતાવરણ મને નવું જીવન બક્ષશે. બીજા જ દિવસથી સોભાગચંદે ઉપાશ્રયમાં જ સ્થાન જમાવ્યું. ઉપાશ્રયનું દૃશ્ય અને વાતાવરણ સોભાગચંદ માટે નવું હતું. ઉપાશ્રયમાં આવનારાઓ માટે સોભાગચંદનું ઉપાશ્રયમાં હોવું એ આશ્ચર્યજનક હતું. સોભાગચંદને એક મહાત્માએ વિધિ-સહિત નવલાખ નવકારના જાપ કરવાનું અનુષ્ઠાન શરૂ કરાવ્યું. કોઈ મહાત્માએ સ્તુતિઓ શીખવાડી. કોઈએ સૂત્રો ભણાવ્યાં. મુનિ ભગવંતોના નિર્વ્યાજ વાત્સલ્યથી સોભાગચંદ ખૂબ ખૂબ પ્રભાવિત થયો. દુન્યવી દૃષ્ટિએ કશું ન હોવા છતાં આ મહાત્માઓની પ્રસન્નતા સોભાગચંદને ખૂબ ગમી ગઈ. આવી પ્રસન્નતાના આનંદના સાગરમાં ડૂબવાની એને પણ ઇચ્છા થઈ આવી. પોતાના વ્યસનમગ્ન જીવન અને ધર્મમય જીવનની તુલના કરે છે ત્યારે અત્તર અને ગટર જેવું અંતર સ્પષ્ટ દેખાય છે. માનચંદ શેઠ પણ સોભાગચંદનું જીવનપરિવર્તન જોઈ ખૂબ હર્ષિત બન્યા. એક વરસ પૂરું થતાં એક લાખ રૂપિયાની ૨કમ લઈને આવ્યા. સોભાગચંદ કહે, ‘માનચંદભાઈ, હવે મને રૂપિયા મેળવવાની કોઈ ઇચ્છા કે આવશ્યકતા નથી જણાતી. હવે હું–આ સંસારની માયાજાળને અલવિદા કરી દીક્ષા લેવા માગું છું.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy