SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ A ઝળહળતાં નક્ષત્રો નાંદોદના મહારાજ પાસે પહોંચ્યા. મહારાજાએ વિઠ્ઠલભાઈને બોલાવ્યા. શ્રેષ્ઠીઓ કહે : ‘પચાસ હજાર રૂપિયા રોકડા ગણી લ્યો. પણ ભગવાન અમને આપો.' વિઠ્ઠલભાઈનું ડોકું નકારાત્મક જવાબ આપવા માંડ્યું. પંચાવન...સા......એસી....પણ વિઠ્ઠલભાઈ ના, ના ને ના જ કરતા રહ્યા. રાજા જોડે શ્રેષ્ઠીઓએ થોડી મસલતો કરી. છેવટે શ્રેષ્ઠીઓએ કહ્યું : લાખ રૂપિયા લઈ લ્યો, ભગવાન આપો. વિઠ્ઠલભાઈ કહે : લાખ મળશે, શાખ નહીં મળે. મારે પૈસા નથી જોઈતા. ભગવાન અમારા ગામમાં જ રહે એવી મારી ઇચ્છા છે. તમે અહીં દેરાસર બનાવો. પૂજા-પાઠની વ્યવસ્થા કરો.....હું ભગવાન સોંપવા તૈયાર છું. ભગવાન ગામ બહાર જાય તે મંજૂર નથી. છેવટે જૈન શ્રેષ્ઠીઓએ ઝઘડિયામાં ભવ્ય જિનાલય બનાવવાનો નિર્ણય કર્યો. આજે ઝઘડિયા જાણીતું જૈનતીર્થ છે. ભવ્ય જિનાલય, ધર્મશાળા, ભોજનશાળા, છાત્રાલય નિર્માણ પામ્યાં છે. એ બધો પ્રતાપ વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ થાણદારનો છે. ધન્ય છે એમની ભાવનાને. (શાં. સૌ. અં-૧૧/૨૦૦૩) શ્રાવિકા જસમાઈ જગદ્ગુરુ હીરવિજયસૂરિજીના અભ્યાસકાળનો પ્રસંગ છે. ગુરુ મ.આ. વિજયદાનસૂરિ મહારાજે કહ્યું : ‘હીરહર્ષ, તમારો અભ્યાસ સુંદર થયો છે. વધારે અભ્યાસ માટે તમે દેવગિરિ જાવ. ત્યાં વિદ્વાન પંડિતો છે. નવ્ય ન્યાય અને સાંખ્ય વગેરે દર્શનોનો અભ્યાસ તમે કરી લો.’ ‘તત્તિ, ગુરુદેવ! આપની આજ્ઞા શિરોધાર્ય છે. કોને કોને જવાનું છે?' ‘તમે, ધર્મસાગરજી અને રાજવિમલ ત્રણે જાઓ અને ખૂબ ખૂબ અભ્યાસ કરી આગળ વધો !' આ વિજયદાનસૂરિ મ.સા.નાં આશીર્વાદ અને પ્રેરણા લઈ ત્રણે મુનિવરોએ વિહાર આરંભ્યો. ટૂંક સમયમાં દેવિંગિર પહોંચ્યા. આ જ દેવગિરિમાં શિખરબંધી જિનાલય બનાવવામાં કેટલાક જૈન વિરોધી તત્ત્વો નડતર કરતાં. માંડવગઢના મંત્રી પેથડશાહે કુનેહથી એ તત્ત્વોને પ્રસન્ન કરી આ દેવિગિરમાં ભવ્ય જિનાલય બંધાવેલું. મુસ્લિમકાળમાં દોલતાબાદ તરીકે જાણીતા Jain Education Intemational ૧૫૩ બનેલા આ ઐતિહાસિક દેવગિરિમાં મુનિ ધર્મસાગર, મુનિ હીરહર્ષ, મુનિ રાજવિમલ વિશેષ અભ્યાસ માટે આવી પહોંચ્યા. આવીને અહીં દર્શનશાસ્ત્ર, નવ્યન્યાય ભણાવે એવા વિદ્વાન પંડિતો વિશે પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાંથી એવું જાણવા મળ્યું કે પંડિતો અહીં ઘણા છે, પણ પં. હરદત્ત શાસ્ત્રીનું જ્ઞાન ઊંચું છે. ભણાવવાની પદ્ધતિ સુગમ છે. ત્રણેય મુનિવરોએ પંડિતના ઘરે જવા પગ ઉપાડ્યા. નજીકમાં સૂરજપોળમાં જ પંડિતજીનું ઘર હતું. પંડિતજીને મળ્યા. દૂરદૂરથી ભણવા જૈન મુનિઓ આવ્યા છે, એ જાણી પંડિતજીને પણ આનંદ થયો. જે જે ગ્રંથો ભણવાના હતા તેની પણ વાત થઈ. પંડિતજીએ તે તે બધા ગ્રંથો 'ણાવવા પ્રસન્નતા બતાવી. હવે પંડિતજીએ કહ્યું : “આપની સાથે કોઈ શ્રાવક નથી આવ્યા? અધ્યાપનના વેતનની પણ વાત કરવી પડશે ને? અમે ગૃહસ્થ પંડિતો છીએ. ધનની અપેક્ષા તો અમારે પહેલી હોય. હવે ત્રણેય મુનિઓ એકબીજાના મોઢા જોવા લાગ્યા. આ બાબત તો ધ્યાન બહાર ગઈ. અહીં તો આપણે કોઈને ઓળખતા પણ નથી. પંડિતજીને કહ્યું : ‘અમે આજે જ આવ્યા છીએ, હજુ શ્રાવકોનો પરિચય થયો નથી. એક-બે દિવસમાં શ્રાવકજીનો પરિચય કરી આપને મળવા મોકલીએ.' ‘હા, હા, જરૂર યથાશીઘ્ર મોકલજો.' ત્રણેય મુનિઓ ઉપાશ્રયમાં આવ્યા. ચહેરા પર ચિંતા છે. પંડિતજીના વેતનનો પ્રશ્ન આ અજાણ્યા ગામમાં ઉકલશે કે નહીં? આ વખતે વંદન કરવા એક શ્રાવિકા આવ્યા. મુનિરાજો આજે જ વિહાર કરીને પધાર્યા છે અને એમના ચહેરા ઉદાસ કેમ? જરૂર કોઈ મૂંઝવણ લાગે છે. બે હાથ જોડી શ્રાવિકાએ કહ્યું : ‘ગુરુદેવ! આપ કંઈક ચિંતામાં જણાઓ છો! જે હોય તે નિઃસંકોચ જણાવો.' શ્રાવિકા જસમાઈના શબ્દોમાં માનું હેત નીતરતું હતું. પંડિતના વેતન જેવો આર્થિક પ્રશ્ન શ્રાવિકાથી ઉકલે ખરો! એવો સંશય હોવા છતાં મુનિ ધર્મસાગરજીએ ટૂંકમાં જણાવ્યું કે ‘અભ્યાસ કરવો છે, પણ પંડિતના વેતનનો પ્રશ્ન છે.' જાજરમાન કચ્છી શ્રાવિકા જસમાઈ કહે : ‘ગુરુદેવ! લાભ અમને આપો. તમે બીજા કોઈને કહેતા નહીં. અમારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy