________________
ઝળહળતાં નક્ષત્રો
કૂતરાની પૂંછડી સીધી રહે તો કેશરીની ચોરી અટકે, રાજાને ખબર પડી કે આ સુધરતો નથી. છેવટે દેશનિકાલ કરી
દીધો.
એકલો ને અટૂલો કેશરી ઘોર જંગલમાં આગળ વધી રહ્યો છે. ભૂખ અને તરસ સતાવી રહ્યા છે. તળાવનું પાણી પીધું. જંગલનાં ફળ ખાધાં. પણ ચોરી ક્યાં કરવી? ચોરી વગરનો દિવસ જાય તે કેમ ચાલે?......સુનમૂન બેઠો છે કેશરી, ત્યાં આકાશમાર્ગેથી વિદ્યાધર આવ્યો. પાદુકા ઉતારીને તળાવમાં સ્નાન કરવા ગયો. કેશરીએ તક ઝડપી વિદ્યાધરની પાદુકા પહેરીને ભાગ્યો, આકાશમાં ઉડ્યો, બિચારો વિદ્યાધર પણ શું કરે?
કેશરીને હાથમાં એક નવું શસ્ત્ર આવી ગયું, આકાશગામિની પાદુકા! માંકડાએ દારૂ પીધો હોય અને વીંછી કરડે પછી શું બાકી રહે? ઉન્મત્ત બનેલો કેશરી રાત્રે આકાશમાર્ગે કામપુરમાં પહોંચ્યો. ઘરે જઈને નિદ્રાધીન પિતાને લાત મારીને ઉઠાડ્યા.
નાલાયક, હરામખોર ......કેશરીનો ક્રોધ ગાળો બનીને વરસતો હતો. તે રાજાને ફરિયાદ કરી હતી ને? લે, એનું ફળ લેતો જા.....
સિંહદત્ત શેઠ કંઈ વિચાર કરે એ પહેલાં તો એમના ગળા ઉપર એમના ખુદના કપૂતની તલવાર ફરી વળી! લોહીના ખાબોચિયામાં તરફડતાં બાપને જોઈને ક્રૂર અટ્ટહાસ્ય કરતો કેશરી ઘરમાં અંદર ઘુસ્યો. તિજોરી તોડી ધન-માલ ચોરી આકાશમાર્ગે ૨વાના. એ જંગલ, એ તળાવ એ એનું દિવસનું રહેઠાણ. રાત પડે ને કામપુરમાં ઊડીને પહોંચે. રોજ કોઈક ને કોઈક ને ત્યાં ચોરી કરે. સોનું-હીરા-ઝવેરાત. ચોરીનું ધન પુષ્કળ હતું પણ જંગલમાં એને કરવાનું શું?....
નજીકમાં એક મંદિર હતું ચંડિકા દેવીનું. રોજ રાત્રે ચોરી કરવા જતાં પહેલાં ચંડિકા દેવીના દર્શન કરતો. હીરા મોતી કે સોનાના દાગીના ચડાવતો અને બોલતો : ‘હે માતાજી!’ તમારી કૃપાથી ચોરીમાં સફળતા મળો.'
ચંડિકા મંદિરના પૂજારીના ભાગ્ય ઊઘડી ગયા. રોજ પૂજા કરવા જાય ને કંઈને કંઈ મળે. કોઈ દિવસ હાર, ક્યારેક વીંટી, ક્યારેક કંદોરો......
પૂજારીના દેદાર બદલાઈ ગયા, માતાજી ઉપરની એની ભક્તિ પણ વધી ગઈ. સુંદર મજાના રેશમી કપડાં પહેરી
Jain Education International
૧૪૭
સુગંધી ધૂપ-દીપ વગેરેથી એ રોજ પૂજા કરતો.
આ બાજુ કામપુરના નગરજનો રોજ-બરોજની ચોરીથી ત્રાસી ઊઠ્યા. મહાજનોએ ફરિયાદ કરી. રાજાએ કોટવાળને ખખડાવી નાંખ્યો.
કોટવાળ કહે : ‘મહારાજ, ચોરનો અમે ઘણીવાર પીછો કર્યો પણ ચોર આકાશગામી વિદ્યા ધરાવે છે. અમે કઈ રીતે પકડીએ ?' રાજા : આનો પત્તો લગાડવો જ રહ્યો. પ્રજાની ચિંતા ન કરું તો હું રાજા શા કામનો?'
રાજા ઘોડાપર બેસી જંગલમાં નીકળી પડ્યો. ચંડિકાના મંદિરે પહોંચ્યો ત્યારે પૂજારી પૂજા કરીને બહાર નીકળતો હતો. રાજા કહે : ‘અલ્યા ભાઈ, આવા જંગલમાં તું પૂજા કરે છે....અને આવા કપડાં......આવી સામગ્રી......આ બધું મેળ ખાતું નથી.'
પૂજારી : ‘હમણાં કેટલાક સમયથી રોજ સવારે પૂજા કરવા આવું છું ત્યારે હાર કે વીંટી કે કુંડલ......કંઈક ને કંઈક દાગીનો, સોના, ચાંદી અહીં કોઈકે ચડાવેલા હોય છે. એ મળવાથી મારા દિદાર પલટાઈ ગયા છે. ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું છે. કેટલા સમયથી આવું બધું મળ્યા કરે છે.'
અઢી મહિના થવા આવ્યા.'
રાજાના મગજમાં થોડો થોડો અંદાજ બેસવા માંડ્યો. મારા રાજ્યમાં ચોરીનો ઉપદ્રવ શરૂ થયાને પણ અઢી મહિના થવા આવ્યા.....જરૂર એ ચોર રાત્રે આ મંદિરમાં આવતો હોવા જોઈએ. રાત્રે રાજાએ મંદિરની આજુબાજુ સૈનિકો ગોઠવી દીધા. પોતે પણ મંદિરના એક ખૂણામાં છુપાયો.
રાબેતા મુજબ કેશરી ચોર મંદિરમાં આવ્યો. દાગીના માતાજી પાસે ધર્યા અને ‘હે માતાજી, આપની કૃપાથી મને ચોરી કરવામાં સફળતા મળો.' એમ કહીને જ્યાં બહાર નીકળે છે ત્યાં જ રાજાએ ત્રાડ નાંખી ‘નાલાયક, આજ તારી ખેર નથી. મારી પ્રજાના ધન-માલ લૂંટનારા! આજે તને આકરી શિક્ષા કરીશ.'
કેશરીચોર એક ક્ષણ તો સ્તબ્ધ બની ગયો. પણ બીજી પળે જ એણે ભાગી છુટવાનો નિર્ણય કર્યો. એને અટકાવવા આવતાં રાજા ઉપર પાદુકાઓ જોરથી ફેંકી.
રાજા ગબડી પડ્યો. અંધારાનો લાભ લઈ કેશરી ભાગી છૂટ્યો. વળતી પળે રાજા ઊભો થઈ ગયો. પકડો
For Private & Personal Use Only
www.jainelibrary.org