SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ] [ આપણા શ્રેષ્ઠીવ ધર્મ તરફની આસ્થા વધુ દઢ બનાવતાં અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારથી જીવનબાગ મહેકતે રહે છે તે જેમને જાણવા-સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસ સ્થાને ઉપરોકત મહાશયને અવશ્ય મળવું જ રહ્યું. ૧૦૬ વર્ષનાં તેમનાં વૃદ્ધ માતુશ્રીને વંદનદર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે. અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચક્કસ સમય અને ચક્કસ તિથિએ જોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે. ૫૦ વર્ષ પહેલાં સામાન્ય સ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહકારથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાં એ જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલા જ પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું. અને પલટાતા પ્રવાહ નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના જ શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય. ભયંકર દુર્બસને અને શઠતાની બદબોમાં રાચતે માનવી પણ યોગ્ય સમયે જે ધર્મનું શરણું લે તે કંઈક દિવ્ય કક્ષા સુધી પહોંચી શકે છે. તે ધર્મની આસ્થા જ કરી શકે છે. સંસારમાં કેઈક એવી અજબ ચેતનાશક્તિ પળે પળે આપણું માંગલિક કામમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લહાવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy