SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] ( પત્ર રવ મોહનલાલ જે. કોઠારી - શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચુડા મુકામે થયો હતે. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સેળ (૧૬) વર્ષની નાની ઉંમરે આજીવિકા અથે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાને અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્થાયી થયા અને ઈન્કમટેકસના વકીલ તરીકે કારકિદી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રમાણિકતાને લીધે એક બાહેશ ઈન્કમટેક્સના વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેકસના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરા ટેળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળે આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધે. પશુ પ્રત્યે ઘાતકી નિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસ સુધી સભ્ય હતા. પિતાની માતૃભૂમિ ચુડામાં પશુ દવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુ દવાખાનામાં આજે વર્ષે પાંત્રીસ (૩૫૦૦) મૂંગાં પાણીઓ લાભ લે છે. ચુડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓને નિયમ હતો કે દરરોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા. - સાબરમતીના પિતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબુમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણ અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy