SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [૫૮૫ આરેગ્યભવને, ગરીબ માટેનાં રહેઠાણ, અનાથાશ્રમે, ગરીબ અને નિરાશ્રિત સ્ત્રીઓ માટેનાં વિકાસગૃહ, ચેરીટેબલ ડિસ્પેન્સરી, પ્રસૂતિગૃહ, પ્રજ્ઞાચક્ષુઓ માટે, મંદબુદ્ધિવાળાઓ, શારીરિક ખોડખાંપણ વાળાઓ, તથા બહેરા-મૂંગા બાળકો માટેના આશ્રમે મૂર્તિમંત થયા. શ્રી મહેતાને ચાર પુત્ર અને એક પુત્રી છે. તેમનાં પ્રથમ પત્ની કમલાબેન ૧૭-૯-૧૯૭૪ના રોજ દેવ થયાં. તે પછી તેમણે હાલનાં પત્ની પ્રમીલાબેન સાથે લગ્ન કર્યા. શ્રી મહેતા હંમેશાં નમ્ર અને મળતાવડા સ્વભાવના રહ્યા છે. તેઓ લેકેના સામાજિક કે આર્થિક દરજજાનો વિચાર કર્યા વિના તેમને મુક્ત રીતે મળે છે અને તેઓ સાથે વાત કરે છે. ખાસ કરીને તેઓ સામાજિક કાર્યકરોને અને બીજા જે કોઈ ગરીબ અને બીમાર લોકોની સેવા કરે છે, તેમને પ્રેમપૂર્વક મળે છે. શ્રી મહેતા ચોક્કસ જીવન દષ્ટિકોણ ધરાવનારા માણસ છે અને બીજા સામાન્ય માણસે કરતાં ઘણું દૂરનું જોઈ શકે છે. તેઓ કુશળ માણસ પારખુ છે એટલું જ નહીં પરંતુ પરિસ્થિતિને સમજતાં પણ તેમને વાર લાગતી નથી. તેઓ કોઈપણ વ્યક્તિમાં જવલ્લે જ જોવા મળતી ધંધાકીય સૂઝ ધરાવે છે. તેમની સેંધપાત્ર બુદ્ધિશક્તિ થાક્યા વિના આધુનિક કમ્યુટર જેવાં યોગ્ય, ચસસાઈભર્યા અને ક્ષમતાયુક્ત કાર્યો કર્યા કરે છે. તેમની હકીક્તો, આંકડાઓ અને બનાવોને યાદ કરી શકવાની શક્તિ અદ્ભુત છે. તેઓ શક્તિનો અખૂટ સ્ત્રોત ધરાવે છે, તેમની ઉંમરે મેટાભાગના માણસે જ્યારે બધું છોડીને સક્રિય જીવનમાંથી નિવૃત્તિ તરફ વળે છે ત્યારે તેઓ ઘડિયાળની સમયસૂચકતાથી કામ કરી રહ્યા છે. તેઓ તે સિદ્ધાંત આગળ ધરે છે કે જાગૃતિના બધા જ કલાકો કામના કલાકો છે. ગમે તેવી સંકુલ, ગૂંચવણભરી કે મુશ્કેલ સમસ્યા આવી પડે તો પણ તેમનું તીવ્ર બુદ્ધિવાળું પૃથકકરણાત્મક મન જલદીથી પરિસ્થિતિને તાગ લે છે અને ઝડપથી નિર્ણય લે છે –અને તેમના નિર્ણયે મોટા ભાગે ગ્ય સાબિત થયા છે. ફલત:. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy