SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ઉદ્યોગની નિપુણતા સાથે શ્રી ફલચંદભાઈની ધગશ નાનપણથી જ જાગી હતી. સમાજનો વિકાસ સાધી શકે તેવા પ્રગતિશીલ વિચારોને સમજવા તથા અપનાવવા તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. જામનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે છ વર્ષ સુધી સેવા આપી. સૌરાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ વિધાનસભાના કેગ્રેસી ધારાસભ્ય તરીકે સારું એવું કામ કર્યું. ઉપરાંત નવાનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્રની અનેકવિધ સંસ્થાઓના આગ્રણી તરીકે રહીને સારી એવી હૂંફ આપી હતી. સ્વર્ગસ્થના ઉદાર અને દાનેશ્વરી સ્વભાવથી ભારતની તમામ ગુજરાતી પ્રજામાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. જૈન સમાજમાં દાનેશ્વરી તરીકેનું દષ્ટાંત મુનિવર્યો અને સંતો તેમનો દાખલો આપતા હતા. દાન, ધર્મ, ચારિત્ર અને સાહસિકતાના વિશિષ્ટ ગુણેથી તેઓ સમાજના દરેક ક્ષેત્રમાં પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે આગળ આવ્યા હતા–આ કર્મવીર ૭૧ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી બન્યા. તેમને આ મૂલ્યવાન વારસે સંભાળી રહ્યા છે તેમના સુપુત્ર શ્રી મનમોહનભાઈ તળી. ભાવનગરની અનેક સંસ્થાઓના મોભી બનીને અનેકને માર્ગદર્શન આપી રહ્યા છે. ભાવનગર જૈન સંઘના પ્રમુખ તરીકે રહીને સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. શ્રી બળવંતરાય તલકચંદ શાહ શ્રી કમલેશભાઈને પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી બળવંતરાય તલકચંદની સગુણોથી સુવાસિત જીવન-ઝરમર રજૂ કરતાં અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શ્રી બળવંતરાયની જન્મભૂમિ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પારડી છે. તેઓ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી હતા અને ગુરુકુળ મિત્રમંડળના માનદ મંત્રી તરીકે રહી ગુરુકુળની પ્રવૃત્તિ અને વિકાસમાં ઊંડે રસ લેતા હતા. ગુરુકુળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ ઉદાર ગદાન આપી સંસ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy