SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્થાપવાની ભાવના વખતેવખત વ્યક્ત કરી હતી. જૈન સમાજના ગૌરવશાળી સાક્ષરવર્ય શ્રી ધીરજલાલભાઈ ભાવી પેઢી માટે અમર વાર મૂકી ગયાં છે. શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ બહુધા માણસના વ્યક્તિત્વના ઉમદા ગુણે તેને મળેલા લેહીના વારસામાંથી જ પ્રકટતા હોય છે. તેનું તાદશ ઉદાહરણ છે દાનવીર શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ. એમની દાનવૃત્તિ અને ગરીબો પ્રત્યેની હમદર્દી એમને એમનાં માતુશ્રી ઝમકુમ તરફથી વારસામાં મળેલાં છે. શ્રી ડાહ્યાલાલના ત્રણ ભાઈઓ શ્રી મણિભાઈ, શ્રી વિઠ્ઠલભાઈ અને શ્રી જેઠાભાઈ એમની સાથે જ ધંધામાં વિવિધ રીતે જોડાયા છે. નાની ઉંમરમાં ઝમકુમાને ચૂડેલે નંદવાતાં તેઓ ચારેય પુત્રોને લઈ બાબરા આવેલાં અને પછી મેટા પુત્ર શ્રી ડાહ્યાલાલ ધંધાથે કલકત્તા ગયા. ઝમકુમા વખતોવખત કાગળ લખી કલકત્તાથી ધાબળા, દાણા માટે પૈસા વગેરે મગાવી ગરીબમાં લ્હાણી કરતાં રહેતાં. ઝમકુમ દેવ થયાં ત્યારે બાબરામાં ગામ ધુમાડો બંધ રહ્યો હતો અને દીકરાઓએ ૧૫૦૦૦ માણસને જમાડી કારજ કર્યું હતું. શ્રી ડાહ્યાલાલ વર્ષો પહેલાં કલકત્તાથી મુંબઈ આવેલા અને હાર્ડવેરનું ઓપનિંગ કર્યું. તેમણે ચાર ગુજરાતી સુધીને જ અભ્યાસ કરેલ છે. તેઓ દક્ષિણ સિવાય હિંદુસ્તાનમાં બધે જ ફરેલા છે. અમરેલી જૈન બોર્ડિંગ અને સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહમાં એમણે સારું એવું દાન આપેલું છે. આ ઉપરાંત શંખેશ્વરમાં પણ દાન આપેલું છે. બાબરા કેળવણી મંડળના તેઓ ટ્રસ્ટી છે. તેઓ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનરત્ન મહારાજ સાહેબની પ્રેરણાથી સત્કાર્યોમાં રસ લેતા રહે છે. તેઓએ સૌરાષ્ટ્ર વીશા ઘોઘારી સમાજમાં સારો રસ લીધો છે. એમણે નાનપણમાં અઠ્ઠાઈ કરેલી છે. એમનાં પુત્ર-પુત્રીઓની પણ સારી એવી તપશ્ચર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy