SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ છે [ પપt સંભળાવવામાં તત્પર બન્યું. બાપાલાલભાઈએ ચાર શરણું આપતાં ખામેમિ સવ્ય જીવેના પાઠથી સકળ ને ખમાવરાવી, અનિત્ય ભાવના ભાવી દુષ્યન્ત તું અમારે સગો નથી, દુષ્યન્ત અમે કઈ તારા સગા નથી, તું એક સ્વતંત્ર છે—એમ એકત્વ ભાવનામાં રમણતાએ ચડાવી દાનપુણ્ય આપતાં ફક્ત બે મિનિટમાં દુષ્યને આંખ ફેરવી નાંખી. અસાધ્ય વ્યાધિની અતુલ વેદનાને છેતરીને અપૂર્વ શાન્તિપૂર્વક વાતચીત કરતાં કરતાં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં દુષ્યત સુરગતિના પંથે વિદાય થયે. તેના પિતા બાપાલાલભાઈએ આઈ બેન્કના ડોકટરને બોલાવી દુર્યંતના ચક્ષુનું દાન આપ્યું. પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીએ વિલંબ વગર સત્વર અમલ કરવા માટે પિતાને ધન્યવાદ આપ્યા–એટલા માટે કે આમ મૃત સ્વજનની આંખને આવી રીતે ઉપયોગ થવા દે એ વિચાર તદ્દન નવે છે અને તેમના યુવાન પુત્રના મૃત્યુ બાદ તત્કાળ અમલ કરે એ તે સમયે અત્યંત શેકકલાન્ત બનેલા પિતાના પક્ષે અસામાન્ય શૈર્ય અને કૃતનિશ્ચયની અપેક્ષા રાખે છે. વાચકવર શ્રી વિનયવિજયજી મહારાજે સાચું જ કહ્યું છે કે – જનમાંતર જાતાં જે પામે નવકાર તે પાતિક ગાળી પાસે સુર અવતાર !! દુષ્યન્તકુમાર અલ્પ આયુષ્ય જીવ્યે પણ એવું સરળ અને નિખાલસ જીવન જીવી ગયે કે સુરેન્દ્રનગરના વ્યાપારીઓએ ઐચ્છિક રીતે દુકાને બંધ રાખીને સભાઓ ભરી, શેક કરી કરીને શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘે શોકસભા ભરી અંજલિ આપીને સ્વર્ગ અને જીવ સુરગતિ પામી ગયું છે તેમ પ્રતીતિ કરાવ્યું. જૈન શાસનને પામેલા આત્માઓ આનંદના પ્રસંગમાં કે શેકના પ્રસંગમાં શ્રી જિનેન્દ્રભક્તિ–મહોત્સવ ઊજવે છે તેને શ્રી બાપાલાલભાઈએ ચરિતાર્થ કરી બતાવ્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીનાં અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના પાંચમા અપત્ય મમત્વ મેચન અધિકારના અભ્યાસી બાપાલાલભાઈ એ શેકનિવારણ અર્થે અને દુષ્યતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy