SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૭ સેવા અને સ`પત્તિ દ્વારા મદદ કરતા રહે છે. આ સંસ્થાએના વહીવટની કામગીરી અને જવાબદારી તેએ ઉપાડે છે. ૫, ધર્મશાળાઓ, મહિલા આશ્રમેા અને અનાથાશ્રમે ધ શાળાએ, મહિલા આશ્રમેા અને અનાથાશ્રમેાના સ’ચાલનમાં જૈના આર્થિક મદદ કરે છે, કન્યાશાળાએ, મહિલા કોલેજો, આાલિકાશ્રમે અને મહિલા મડળાની પ્રવૃત્તિઓને પણ તેઓ વિવિધ રીતે પ્રોત્સાહન આપે છે. કન્યાશિક્ષણના ક્ષેત્રે જેનેાની કામગીરી નોંધ પાત્ર છે. ૬. પાણીની પરમેા, અન્નક્ષેત્રા અને ઉદ્યાના પાણીની પરબે, અન્નક્ષેત્ર, ઉદ્યાને અને ક્રીડાંગણા માટે જેને સારું' એવુ' ધન વાપરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લી*બડી શહેરમાં એક સરસ અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં દરરાજ અપેારે એક વખત સાધુએ તથા ગરીબાને બાજરાના રોટલા, છાશ અને ગાળ આપવામાં આવે છે. પાણીની પરબે સ્થાપવી તેને જૈને પુણ્યનું કામ ગણે છે. કેટલાંક શહેરોમાં જાહેર ઉદ્યાને તથા ક્રીડાંગણેા બનાવવા માટે પણ જેનાએ દાન આપ્યાં છે. ૭. નગરગૃહો, નાટયગૃહો અને રંગભવના નગરગૃહા ( ટાઉનહોલ ), નાટયગૃહા અને ર'ગભવના માટે ઘણા જૈન પરિવારોએ ઉદાર દાન આપ્યાં છે. કેટલીક શાળાઅે કે મહાશાળાઓનાં ર'ગભવના જૈનાની મદદથી બંધાયાં છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પણ તેએ ઉદાર દિલથી મદદ કરે છે. આમ, જાહેરજીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે જૈના સકળાયેલા છે. રાજકારણ, સમાજસેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય વગેરે અનેક ક્ષેત્રામાં ભૂતકાળમાં જૈનાએ ઘણું પ્રદાન કર્યુ છે. વમાનમાં પણ એ પ્રદાન ચાલુ રહ્યું છે. ગુજરાતને સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રિય બનાવવામાં આ પ્રજાના ફાળા આછા નથી. જેનેની મેટા ભાગની વસ્તી ગુજરાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy