________________
અભિવાદન |
[ પર૭ શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર પાલીતાણાના વતની છે અને મુંબઈને ગુજરાતી પત્રકાર જગતમાં તેઓનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. તેઓ કવિ, લેખક અને વક્તા તરીકેની પણ અનોખી પ્રતિભા ધરાવે છે. તેઓશ્રી મુંબઈ જેન પત્રકાર સંઘના સ્થાપક સભ્ય અને મંત્રી છે અને તેના મુખપત્ર
પત્રકાર બુલેટિનના તંત્રી છે. ઓલ ઇન્ડિયા જેન વેતામ્બર કેન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તેઓનું સારું એવું યોગદાન છે. શ્રી આત્માનંદ જૈન સભાની મેનેજિંગ કમિટીને સભ્ય તરીકે તેઓ ઉદાહરણીય સેવા આપી રહ્યા છે. શ્રી જૈન
વેતામ્બર એજ્યુકેશન બોર્ડની કારોબારી સમિતિમાં રહીને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે તેઓએ સારું એવું પ્રદાન કર્યું છે. શ્રી જેન ધાર્મિક શિક્ષણ સંઘની વ્યવસ્થાપક સમિતિ સભ્ય તરીકે તેઓ સક્રિય કાર્ય કરી રહ્યા છે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની મેનેજિંગ કમિટીમાં રહીને આ સંસ્થાને પૂરે સહયોગ આપી રહ્યા છે. બૃહદ્ મુંબઈની ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિની કાર્યવાહક સમિતિના સક્રિય સભ્ય તરીકે તેઓ સમાજને ઉપયેગી બની રહ્યા છે. શ્રી ઘઘારી જૈન સેવા સંઘની મેનેજિંગ કમિટીમાં રહીને તેઓ સંઘને અને ઘઘારી જૈન દર્શન” પત્રને પૂરે સહયોગ આપી રહ્યા છે. પાલીતાણ ઘારી વીસા શ્રીમાળી જૈન સમાજની સ્થાપની કરવામાં તેઓએ મુખ્ય ભાગ ભજવ્યો છે. મુંબઈમાં સન્મિત્ર ગ્રુપના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ સમાજસેવાનાં યશસ્વી કાર્યો કરી રહ્યા છે.
મુંબઈથી પ્રગટ થતા ખ્યાતનામ ગુજરાતી પત્ર પ્રબુદ્ધ જીવનને તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે. મુંબઈથી પ્રસિદ્ધ થતા “પાટણ પ્રતિબિંબ” અને “યુવા સંદેશ” સામયિકેનું તેઓ કુશળ સંપાદન કરી રહ્યા છે. “ઘોઘારી જૈન દર્શન” અને “દક્ષત” પત્રના તંત્રીપદે રહીને તેમણે અગાઉ અમૂલ્ય સેવા આપી છે.
તાજેતરમાં તેમની વિવિધ સેવાઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને એસ. ઈ. એમ. (Special Executive Mgistrate)ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org