SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ પર૩ લેહી જોઈતું હોય તેમને મદદરૂપ બન્યા છે. ઘણું જ પરગજુ અને દરિયાદિલના સેવાભાવી આદમી છે. શ્રી ચંપકલાલ ગિરધરલાલ મહેતા ધનજી ધોળા”ના નામે અમરેલીના સૌ કોઈને પરિચિત એવા મેટા સંસ્કારી કુટુંબમાં સંવત ૧૯૭૫માં ભાઈચંપકલાલને જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી. અઢાર વર્ષની કિશોર વયે પિતાના વડીલેએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગીરધરલાલભાઈને સેવા અને સંસ્કારને વારસો ત્રણે બંધુઓમાં સરખે હિસ્સે વહેંચાયે. વડીલ બંધુ પશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બંનેને મોટા ભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીઓમાં ભાઈ ચંપકલાલને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગ્રતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાને પ્રેમ સંપાદન કરી શક્યા. સાથે સાથે અમરેલી કપાળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટિંગ યાર્ડ શ્રી ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ-દોશી કપોળ બેડિગ તથા શેઠ પરમાણંદદાસ કપાળ બાળાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા સંચાલનમાં પિતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળે વર્ષો સુધી પુરાવતા રહ્યા. પરમાત્મા તેમને સુખી અને લાંબું તંદુરસ્ત આયુષ્ય આપે. શ્રી ચીમનલાલ ખીમચંદ મહેતા પુરુષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું—નીતિમત્તા અને સૂઝને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. મૂળભૂત રીતે ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy