SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો તેમનું સ્વાગત પણ પ્રશંસનીય છે. ભૌતિકવાદના આજના લલચાવનારાં પ્રલેભનેથી તેઓ હંમેશાં દૂર રહ્યા. તેમની સેવાઓનું ગદાન લાંબા સમય સુધી અનેકેને પ્રેરણાદાયી બની રહેશે. અનેક સંતેમહંતોએ તેમને પરહિતૈષી તેમજ ધર્મસંસ્કારના અભિવૃદ્ધિક તરીકે બિરદાવ્યા છે. હમણાં જ ડા સમય પહેલાં વિશાળ જનસમૂહ વચ્ચે ભારે દબદબાપૂર્વક એમને અમૃત મહોત્સવ ઉજવાયે. એમની જીવનશૈલીને અને કાર્યને બિરદાવી કેટલાકે તેમને સતયુગના માનવી કહ્યા. પરિવારમાં તેમનાં ધર્મપત્ની પૂજ્યશ્રી વિજ્યાલક્ષ્મીબેન ઘણા જ નમ્ર સ્વભાવના અને પરણાગત માટે ખૂબ જ જાણીતાં છે. એક આર્ય સન્નારીને શોભે તે રીતે પુત્રોનું જતન કરીને આબાદ ઘડતર કર્યું – જાહેર સેવાનાં કાર્યોમાં પતિને સંપૂર્ણ સક્ષેગ આપે. ઘર અને સંસારમાં દિવ્ય પ્રેમનું સિંચન કર્યું–વિશાળ પરિવારના વત્સલ મેભી બનીને સૌના સુખ દુઃખમાં પ્રેરણામૂતિ બન્યાં. તેમને સંસ્કારસંપન્ન પુત્રમાં શ્રી દિનેશભાઈની આધ્યાત્મિક પ્રગતિ ઘણી જ ઉચ્ચતમ અને સારી છે. ડેકટર નરેન્દ્રભાઈ સારા વક્તા અને કુશળ–માનવતાવાદી ડેકટર છે, જે હાલમાં લીઓનાર્ડ ટાઉન અમેરિકામાં છે. ત્રીજા પુત્ર શ્રી પ્રવીણભાઈ લહેરી I. A. s. તથા E. s. થયા છે અને ગુજરાત સરકારમાં વિવિધ ખાતામાં મુખ્ય સચિવ જેવી મહત્વની જવાબદારી વહન કરી છે. શ્રી બિપીનભાઈ લહેરી બી. કેમ થયા છે અને રાજુલામાં સ્થાયી થઈને ઈમારતી લાકડાને વ્યાપાર સંભાળે છે. રાજુલા વિભાગમાં સંસ્કારી અને સુખી સંપીલા કુટુંબ તરીકે લહેરી પરિવારની ઘણું ઉમદા સુવાસ છે. શ્રી કાંતિલાલ એ. કામદાર (મદ્રાસ) ઔદ્યોગિક ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવા ભાવનાની પેત જલતી રાખતા મદ્રાસના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કાંતિલાલભાઈ અમીચંદ કામદારનું સમગ્ર જીવન આગે કદમીના ઉજજવળ ઇતિહાસનું દર્શન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy