SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનાથ ] [૪૮૯ ત્યારથી ૧૯૭૦માં અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ શ્રીસંઘના પ્રમુખ તરીકે રહ્યા હતા. સંઘની સ્થાપનાથી અત્યાર સુધી સંઘના વિકાસમાં તેઓશ્રીએ ઠીક ઠીક મોટો ફાળે જે કે આયંબિલ શાળા હેલ માટે રૂ. ૧૬૨૦૦; પાઠશાળા હેલ માટે રૂા. ૭૨૦૦; કાયમી પાઠશાળા માટે રૂા. ૬૩૦૦ જેવી રકમ તેઓએ સંઘને આપી છે. શ્રી સંઘે તેઓને વંશપરંપરા ટ્રસ્ટીપદ આપ્યું છે. તેઓશ્રીએ પિતાના વતન ગડમાં પિતાનું મકાન હતું તે પાડીને ત્યાં ઉપાશ્રય પિતાના જ ખર્ચે આશરે રૂા. ૨૦,૦૦૦માં બંધાવી ચેગઠ સંઘને સુપ્રત કર્યો છે. સાદાઈ, સ્વાશ્રય અને સંસ્કારપ્રેમને વારસે પિતાના ચારેય પુત્રોને આપે છે. તેઓએ એક આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન વ્યાંશી વર્ષ સુધી ગાળ્યું હતું. ધાર્મિક વાંચન, ધાર્મિક પ્રવૃત્તિમાં શેષ જીવન ગાળ્યું હતું. તેમના જીવનચરિત્રની “એક ભાગ્યવાન વેપારી” નામની પુસ્તિકા સામુદ્રિકભૂષણ શ્રી શંકરરાવ કરંડીકરે હિંદીમાં તથા મરાઠીમાં પ્રકાશિત કરેલી છે, એમાં તેમના જીવનની સુંદર ગૌરવગાથા હસ્તરેખાના અનુભવપૂર્વક દેખાડેલી છે. શ્રી હસમુખભાઈ વી. મહેતા અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરેની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ ગુજરાતના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચક્ષણ વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી હાલમાં મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્વાણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહ્યા છે. આધુનિક યુગને અનુરૂપ બાંધકામ ક્ષેત્રે નૂતન વિકાસની વસંત મહેકે એવી ઉન્નત ભાવનાથી પ્રેરાઈને જે સાહસ કર્યું છે તેમાં સમથ વહીવટકર્તા તરીકેનું સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy