SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કોઈ પાસે જવું ન પડે તેટલી આવક શ્રીસંઘને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં તે કામિયાબ રહ્યા. સફળ થયા. સ ૧૯૮૬માં તેઓ સ્વવાસ પામ્યા ત્યાં સુધીમાં તેમના વહીવટ દરમિયાન દેરાસરજીની વાર્ષિક આમદાની સારી એવી રહેવા લાગેલી. દેરાસરજીમાં પડેલી ખાધ પણ પરિપૂર્ણ સંપન્ન થઈ. તેઓ ધર્માં ભાવનાવાળા હતા એટલું જ નહી, સુધારક વૃત્તિના પણ હતા. કાચી વયનાં બાળકાને દીક્ષા આપવાની પ્રવૃત્તિ સામે તેમણે શ્રીસંઘને ચેતવ્યા હતા. સં. ૧૯૭૩ની સાલમાં આવા એક પ્રસંગ બની ગયેલા. આવા કતવ્યનિષ્ઠ, સેવાપરાયણ, ધાર્મિક વૃત્તિવાળા અને સુધારક વિચારસરણીવાળા ય. વકીલ શ્રી સુંદરજી ડાયાભાઈ શાહના અમર આત્માને ધન્ય હે ! શ્રી સુમતિચંદ્ર શિવભાઈ કચ્છની ધી’ગી ધરાના સેવામૂર્તિ ભક્તકવિ શ્રી શિવજીભાઈ સેવામૂર્તિ હતા. નાની ઉંમરમાં પાલીતાણા આવ્યા. સૌથી પહેલાં જૈન એડિંગ અને વિધવાશ્રમ શરૂ કરવાનો યશ શિવજીભાઈ ને ફાળે જાય છે. તેમનાં પત્ની સુલક્ષણાબહેન પણ સેવાપરાયણ હતાં. તેમને બે પુત્રા સુધાકરભાઈ ને સુમતિચંદ્રભાઈ શિવજીભાઈના ભાઈ કુંવરજીભાઈ લક્ષ્મણ જતિ જેવા હતા. પાલીતાણામાં હેાનારત થઈ અને વિધવાશ્રમ અને એર્ડિંગ અને જલપ્રલયના ભાગ અન્યા ત્યારે કુંવરજીભાઈ એ મઢડામાં ખેતી શરૂ કરી. શિવજીભાઈ તા ચિર પ્રવાસી હતા. આપણા સુમતિચંદ્રભાઈ સામાન્ય કેળવણી પામ્યા પછી પોતાના કાકાશ્રી કુંવરજીભાઈ એ શરૂ કરેલ શ્રી કુંવરજી દેવશીની ક`પનીમાં કામ કરવા લાગી ગયા. સને ૧૯૨૧માં શ્રી કુંવરજીભાઈનું અવસાન થતાં કંપનીના વહીવટની જવાબદારી સુમતિચંદ્રભાઈ એ ઉપાડી લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy